For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

1 એપ્રિલથી આ 5 બેંકો થશે બંધ!

1 એપ્રિલથી આ પાંચ બેંકો થશે બંધ. ભારતીય મહિલા બેંક પણ થશે એસબીઆઇમાં વિલીન.

By Shachi
|
Google Oneindia Gujarati News

1 એપ્રિલથી દેશની પાંચ બેંકો બંધ થઇ જશે. સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદ્રાબાદ, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેંક ઓફ પટિયાલા 1 એપ્રિલ, 2017થી અધિકારિક રીતે એસબીઆઇની શાખા તરીકે કામ કરશે. આ પાંચેય સહયોગી બેંકોનો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે વિલય થવા જઇ રહ્યો છે.

bank

આથી પાંચેય બેંકોની તમામ શાખાઓ ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખા તરીકે કામ કરશે. ભારતીય મહિલા બેંક પણ વિલયમાં જોડાશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ ભારતય મહિલા બેંક અને એસબીઆઇના વિલયની જાહેરાત કરવામાં આવી છે. નાણાં મંત્રી અરુણ જેટલી અનુસાર, આ વિલયથી મહિલાઓને વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે.

અહીં વાંચો - 50 હજાર રૂપિયાની સેલેરી જોઇએ છે? તો આટલું કરો!અહીં વાંચો - 50 હજાર રૂપિયાની સેલેરી જોઇએ છે? તો આટલું કરો!

આ પાંચેય બેંકોના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ એસબીઆઇના નેટવર્ક હેઠળ જ કાર્યરત છે. હવે આ સહયોગી બેંકોના વિલય બાદ એસબીઆઇ વધુ મજબૂત બનશે. એસબીઆઇમાં આ પાંચ બેંકોના વિલય સાથે બેંકને પાંચ હજાર કરોડ રૂપિયાની નિશ્ચિત મૂડી મળશે, જેથી એસબીઆઇ પાસે કુલ 21 લાખ કરોડ રૂપિયાથી વધુ ડિપોઝિટ હશે અને તેની લોન બુક પણ 17.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચશે. સ્ટેટ બેંકના ચેર પર્સને આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, આનાથી ગ્લોબલ બેંકોમાં એસબીઆઇનું રેટિંગ સુધરશે.

English summary
These five banks will merge with SBI from 1st April and will work as a branch of State Bank Of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X