For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અલર્ટઃ આજથી SBIની આ સર્વિસ બંધ થઈ રહી છે, નહિ ઉપાડી શકો રૂપિયા

અલર્ટઃ આજથી SBIની આ સર્વિસ બંધ થઈ રહી છે, મુશ્કેલી વધશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના કરોડો ગ્રાહકો માટે આ સમાચાર અતિ મહત્વના છે. 12 ડિસેમ્બરથી બેંકની વધુ એક સર્વિસ બંધ થઈ ગઈ છે. જે બંધ થયા બાદ તમે બેંકથી રૂપિયા નહિં ઉઠાવી શકો. જણાવી દઈએ કે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ 12 ડિસેમ્બરે પોતાની જૂની ચેકબૂક અમાન્ય કરી દીધી છે. બેંક હવે આ જૂની ચેકબૂકનો સ્વીકાર નહિ કરે. એવામાં જો તમારી પાસે હવે જૂની ચેકબૂક હોય તો તે તમારા માટે બેકાર થઈ જશે અને તેની મદદથી તમે પૈસા નહિ ઉપાડી શકો.

12 ડિસેમ્બરે SBIએ નિયમ બદલ્યો

12 ડિસેમ્બરે SBIએ નિયમ બદલ્યો

રિઝર્વ બેંકના આદેશને માનતાં સ્ટેટ બેંકે 12 ડિસેમ્બરે જૂની ચેકબૂક અમાન્ય કરી દીધી છે. જો કે રિઝર્વ બેંકે આના માટે બધી બેંકોને 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે અે તેમને આદેશ આપ્યો છે કે તેઓ પોતાના ગ્રાહકોને નવી ચેકબુક ઉપલબ્ધ કરાવે, પરંતુ સ્ટેટ બેંકે તેને 12 ડિસેમ્બરથી જ લાગૂ કરી દીધી છે.

બેકાર થઈ જશે તમારી ચેકબુક

બેકાર થઈ જશે તમારી ચેકબુક

એસબીઆઈએ પોતાના ગ્રાહકોને જૂની ચેકબુક બદલવા માટે મેઈલ અને મેસેજ દ્વારા સંદેશો મોકલ્યો છે. બેંકે પોતાના ગ્રાહકોને કેટલીય વાર અપીલ કરી છે કે તેઓ જૂની ચેકબુક સરેન્ડર કરીને નવી ચેક બુક ઈસ્યૂ કરાવી લે. બેંકના મોકલેલ મેસેજ મુજબ નૉન સીટીએસ ચેક બુકનો 12 ડિસેમ્બરથી સ્વીકાર કરવામાં નહિ આવે.

RBIએ નિર્દેશ જાહેર કર્યો

RBIએ નિર્દેશ જાહેર કર્યો

જણાવી દઈએ કે આરબીઆઈએ પોતાના તમામ અધિકારીઓ અને ખાનગી બેંકોને આદેશ આપ્યો છે કે તેઓ 1 જાન્યુઆરી 2019થી નૉન સીટીએસ ચેક બુકનો પ્રયોગ બંધ કરી દે. રિઝર્વ બેંકના આ આદેશનું પાલન કરતાં બેંકે પોતાના ગ્રાહકોને જૂની નૉન સીટીએસ ચેકબુક બદલીને નવી ચેકબુક લેવા માટે સલાહ આપી છે. આના માટે ડેડલાઈન આમ તો 31 ડિસેમ્બર 2018 છે, પરંતુ એસબીઆઈએ પોતાના ગ્રાહકો માટે 12 ડિસેમ્બર નક્કી કરી છે.

CTS ચેકમાં સારી સુવિધા

CTS ચેકમાં સારી સુવિધા

જણાવી દઈએ કે નવી સીટીએસ ચેકબુકમાં તમને પહેલાથી સારી સુવિધા મળે છે. સીટીએસમાં ચેકની ચૂકવણીનું કામ જલદી થાય છે. જેના ક્લીયરેન્સ માટે એક બેંકથી બીજી બેંકમાં લઈ જવાની જરૂરત નથી હોતી. આ ચેકના ક્લિયરન્સ માટે ઈલેક્ટ્રોનિક કૉપીથી જ કામ ચાલી જાય છે.

5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે જ નહિ કોંગ્રેસ માટે પણ સબક છે, આ છે કારણ5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે જ નહિ કોંગ્રેસ માટે પણ સબક છે, આ છે કારણ

English summary
These SBI cheque is invalid from 12th December, you cannot withdraw money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X