For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીએ લોકોને આપ્યો મોટો ઝટકો, પીપીએફ દર ધટ્યા

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે સામાન્ય માણસને એક મોટો ઝટકો આપ્યો છે. સરકારે બજેટ યોજનાઓમાં પીપીએફના વ્યાજ દર ઓછા કરવાની જાહેરાત કરી હતી. આ નવા દર એપ્રિલથી લાગુ થવાના છે. હાલના સમયમાં તેને ત્રણ મહિના માટે લગાવવામાં આવ્યા છે. અને ત્રણ મહિના પછી તેની સમીક્ષા થશે અને જે બાદ તેની ફરી વધારી કે ધટાડી દેવામાં આવશે.

ત્યારે સામાન્ય લોકોને મે મોટા જટકા તે લાગ્યા છે કે પીપીએફના વ્યાજ દર 8.7ના બદલે 8.1 થઇ ગયા છે. તો સુકન્યા સમુદ્ઘી યોજનાના દર પણ ધટાડ્યા છે. ત્યારે જે લોકો બેંકના પૈસા ફિક્સમાં મૂકીને પોતાના ભવિષ્યને ઉજ્જવળ કરવાનું વિચારી રહ્યા હતા તેમના માટે આ વ્યાજદર તૂટવાથી રોકાણ કરવું તો ક્યાં કરવું તેવો એક વિકટ પ્રશ્ન ઊભો થયો છે. તો કંઇ યોજનામાં કેટલો વ્યાજદર ધટાડવામાં આવ્યો છે તે વિષે વધુ જાણો અહીં....

પીપીએફ પર વ્યાજ

પીપીએફ પર વ્યાજ

હવે પીપીએફ યોજનામાં 8.7 ટકાના બદલે 8.1 ટકા વ્યાજ દર મળશે.

સુકન્યા સમુદ્ધિ યોજના

સુકન્યા સમુદ્ધિ યોજના

બેટી બચાવો બેટી પઢાવોના વિચાર સાથે શરૂ કરેલી આ યોજનામાં સૌથી વધુ વ્યાજદર મળતું હતું. જેના કારણે મોટા પ્રમાણમાં કન્યાઓના માતા પિતા આમાં જોડાયા હતા પણ તેના વ્યાજદરમાં મોટો ધટાડો થયો છે. 9.2 ધટીને તેનું વ્યાજ દર હવે 8.6 થઇ ગયું છે.

ખેડૂત વિકાસ પત્ર

ખેડૂત વિકાસ પત્ર

ખેડૂત વિકાસ પત્ર પર પણ 8.7 ટકા વ્યાજને ધટાડીને 7.8 ટકા કરવામાં આવ્યું છે. જે ખેડૂતો માટે પણ દુખના સમાચાર છે.

એક વર્ષમાં મળતું વ્યાજ

એક વર્ષમાં મળતું વ્યાજ

હવે એક વર્ષે જે 8.4 ટકા વ્યાજ મળતું હતું તે પણ 7.4 ટકા કરી દેવામાં આવ્યું છે.

એનએસસી વ્યાજ

એનએસસી વ્યાજ

એનએસસી વ્યાજ પણ 8.5 ટકાથી ધટાડીને 8.1 ટકા કરવામાં આવ્યું છે.

વરિષ્ઠ નાગરિકો

વરિષ્ઠ નાગરિકો

જે વરિષ્ઠ નાગરિકો પોતાની ફિક્સ ડિપોઝિટ પર ગુજરાત ચલાવતા હતા તેમના માટે પણ મુશ્કેલી વધી છે. કારણ કે તેમના વ્યાજ પર જે 9.3 ટકા તેમને મળતા હતા તે ધટીને હવે 8.6 ટકા થઇ ગયા છે.

English summary
These six steps of Modi government will hit the common man of India. Interest on PPF has been reduced from 8.5 to 8.1 percent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X