For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેલ્થ ઇન્શ્યોરન્સ અને કલમ 80D હેઠળ ટેક્સ બેનિફિટ અંગે જાણવા જેવી હકીકતો

|
Google Oneindia Gujarati News

કરવેરા અને કરચોરી એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યારે પણ કરવેરા ચૂકવવાનો પ્રશ્ન આવે છે ત્યારે લોકો ગમે તે રીતે કર ચૂકવવો ના પડે તેવા માર્ગો શોધે છે. જો કે આ માટે લાંબી શોધખોળ કરવાની જરૂર નથી. સ્વયં સરકાર એવા કેટલાક રોકાણની ઓફર આપે છે જે કરમુક્ત હોય છે અને આપની કરપાત્ર આવક પર કરમુક્તિ આપે છે.

આ માટે સરકારે જુદા જુદા વિભાગો તૈયાર કર્યા છે. જેમાં રોકાણ કરવાથી અલગ અલગ કરલાભ મળે છે. આ માટે 80C, 80D, 80DD, 24(b) વગેરેનો સમાવેશ થાય છે. અત્યારે આપણે કર કાયદાની કલમ 80D અંતર્ગત મળતી કરમુક્તિ અને કરલાભ અંગેની ચર્ચા કરીશું...

કર કાયદાની કલમ 80D અંતર્ગત શેનો સમાવેશ?

કર કાયદાની કલમ 80D અંતર્ગત શેનો સમાવેશ?


કલમ 80Dમાં કોઇ પણ કરદાતાએ તેના હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રિમિયમમાં કરેલા રોકાણને ધ્યાનમાં લેવામાં આવે છે. આ કલમ હેઠળ કોઇ પણ વ્યક્તિએ કરેલું હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કર મુક્ત બને છે. આ મુક્તિ કલમ 80Cમાં આપવામાં આવેલી કરમુક્તિ ઉપરાંતની રાહત છે.

મહત્તમ કેટલી રકમ બાદ મળે છે?

મહત્તમ કેટલી રકમ બાદ મળે છે?


કલમ 80D અંતર્ગત મહત્તમ મુક્તિ મર્યાદા રૂપિયા 40,000 છે. જો કે પ્રિવેન્ટિવ હેલ્થ ચેક અપ માટે રૂપિયા 5000 સુધીની રકમ પણ હવે તેમાં બાદ મળે છે. આમ જોતા કુલ રૂપિયા 45,000ની કર છૂટ મળી શકે છે.

કુલ રકમ કઇ રીતે વિભાજીત થાય છે?

કુલ રકમ કઇ રીતે વિભાજીત થાય છે?


આ સમગ્ર રકમની ગણતરી આ મુજબ છે. સ્વયં, જીવનસાથી અને બાળકોના મેડિકલ માટે વર્ષે રૂપિયા 15000 બાદ મળે છે. ત્યાર બાદ માતા પિતાના મેડિકલ માટે રૂપિયા 15,000 બાદ મળે છે. જો માતા પિતા વરિષ્ઠ નાગરિક હોય એટલે કે 60 વર્ષથી વધારે વય ધરાવતા હોય તો આ રકમ રૂપિયા 20,000 થઇ જાય છે. જો કર ચૂકવનાર સ્વયં 60 વર્ષથી વધુ ઉંરમની હોય તો તેને પણ 20,000 બાદ મળે છે.

80D હેઠળ મળતા વાસ્તવિક લાભથી મોટા ભાગના અજાણ

80D હેઠળ મળતા વાસ્તવિક લાભથી મોટા ભાગના અજાણ


આપણામાંથી મોટા ભાગના લોકો કલમ 80D હેઠળ મળતી કુલ રકમના લાભથી અજાણ હોય છે. સામાન્ય રીતે આપણા મનમાં વ્યક્તિ અને તેના કુટુંબ માટે રૂપિયા 15,000નો ખ્યાલ હોય છે. જ્યારે વરિષ્ઠ માતા પિતા માટે મળતા રૂપિયા 20,000નો ખ્યાલ હોતો નથી. આ ઉપરાંત વધારાના રૂપિયા 5,000 પણ ધ્યાન બહાર રહે છે.

English summary
Things to know about Health Insurance and tax benefits under Sec 80D.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X