• search
keyboard_backspace

શેર માર્કેટમાં આ ભૂલ કરવાથી બચો, પૈસા ક્યારેય નહિ ડૂબે

Google Oneindia Gujarati News

કોરોના કાળમાં દેશની અર્થવ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. લૉકડાઉનનું એલાન થતાની સાથે જ શેર બજારમાં ગિરાવટ જોવા મળી હતી, રોકાણકારોએ કરોડો રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડ્યું. પરંતુ જેમ જેમ સમય વીતી ગયો શેર બજાર અને દેશની અર્થવ્યવસ્થા બંને જ પાટા પર આવવા લાગ્યાં. જો કે અર્થવ્યવસ્થાએ એટલી ગતિ ના દેખાડી જેટલી શેર બજારે પાછલા કેટલાક મહિનામાં રફ્તાર દેખાડી હતી. તમામ મુશ્કેલીઓના સમયમાં પણ પાછલા કેટલાક મહિનાથી શેર બજાર સતત બુલ રેસ લગાવી રહ્યું છે અને પોતાના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે. એવામાં ઘણા લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે અને પાછલા કેટલાક સમયમાં નવા રોકાણ તરફ આગળ વધતા જોવા મળી રહ્યા છે.

New Year 2021 Special: વર્ષ 2020ની યાદોની એક ઝલક અને નવા વર્ષની આશા, ઉમ્મીદો

નવા રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ

નવા રોકાણકારોએ સતર્ક રહેવું જોઈએ

શેર બજારને લઈ લોકોમાં એક સામાન્ય ધારણા છે કે આ સટ્ટા બજાર છે અને આમાં પૈસા ડૂબવાની પૂરી સંભાવના રહે છે. શેર બજાર કિસ્મતનો ખેલ હોવાની સામાન્ય ધારણા છે. પરંતુ સવાલ એ ઉઠે છે કે જો આ સટ્ટા બજાર હોય તો આટલી વિશાળ સંખ્યામાં લોકો શેર બજાર તરફ આકર્ષિત કેમ થઈ રહ્યા છે. જણાવી દઈએ કે જાણકારીના અભાવમાં લોકો શેર બજાર વિશે વિવિધ પ્રકારની અવધારણા બનાવી લે છે અને નુકસાન ઉઠાવવું પડે છે. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર શેર બજાર સટ્ટા બજાર છે અને રોકાણકારોએ તેનાથી દૂર રહેવું જોઈએ.

રિસર્ચ વિના રોકાણ મોંઘું પડશે

રિસર્ચ વિના રોકાણ મોંઘું પડશે

નવા રોકાણકારો માટે શેર બજાર હંમેશાથી પડકારજનક રહ્યું છે. રિસર્ચ અને જાણકારી વિના જે લોકો શેર બજારમાં રોકાણ કરે છે તેમણે હંમેશા નુકસાન ઉઠાવવું પડે છે. એવામાં નવા રોકામકારોએ રોકાણ કરતા પહેલાં કેટલીક વિશેષ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તમે જ્યારે પણ શેર બજારમાં રોકાણ કરવા જાઓ ત્યારે ત્રણ મહત્વની વાતોનો ખાસ ખયાલ રાખો, આ વાતોનું ધ્યાન રાખવાથી માત્ર તમે તમારા પૈસા જ નહિ બલકે ખુદને નુકસાન થતું પણ બચાવી શકશો.

બીજાના મંતવ્યમાં આવી શેર ના ખરીદો

બીજાના મંતવ્યમાં આવી શેર ના ખરીદો

ભારતીય શેર બજારમાં ઘણા રોકાણકારો એવા છે જેમને ખુદ શેર બજારમાં વધુ જાણકારી નથી હોતી. આ લોકો બીજાના મંતવ્યો પર શેર ખરીદે છે અને વેચે છે. બીજાના મંતવ્યો પર શેર ખરીદવાનો સૌથી મોટો ખતરો એ હોય છે કે તમે જે કંપનીના શેરમાં રોકાણ કરો છો તેના વિશે તમે કંઈપણ નથી જાણતા હોતા. કંપનીનો બિઝનેસ શું છે, કંપની કેટલા ફાયદા કે નુકસાનમાં છે, આ બધું જાણ્યા વિના લોકો રોકાણ કરે છે, જે કારણે નુકસાન ભોગવવું પડે છે. આ હિસાબે પહેલાં કંપની વિશે તમે ખુદ રિસર્ચ કરી લો અને તમે આ કંપનીના શેર શા માટે ખરીદી રહ્યા છો તેનો જવાબ તમારી પાસે હોવો જોઈએ.

નાની અવધી માટે રોકાણ ના કરો

નાની અવધી માટે રોકાણ ના કરો

નવા રોકાણકારોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમની પાસે જાણકારીનો અભાવ હોય છે અને તેઓ ઓછામાં ઓછા સમયમાં વધુમાં વધુ પૈસા કમાવવા માંગે છે. એવામાં રોકાણકારો વધુમાં વધુ પૈસા બજારમાં રોકાણ કરે છે અને નુકસાન થવા પર તેને જલદી જ વેચી દે છે. આ હિસાબે જો તમે નવા રોકાણકાર હોવ તો સૌથી પહેલાં સારી કંપનીના શેર ખરીદો. કંપનીની સરખી રીતે તપાસ કરો અને બાદમાં જ તેમાં રોકાણ કરો અને રોકાણ કર્યા બાદ શેર સાથે લાંબા સમય સુધી બન્યા રહો.

ખોટા ભાવે શેર ના ખરીદો

ખોટા ભાવે શેર ના ખરીદો

શેર ખરીદતા પહેલાં કંપની વિશે રિસર્ચ કર્યું હોય તો તમને નુકસાન નહિ થાય તે જરૂરી નથી. રોકાણકારોએ આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જે કંપનીનો શેર તેઓ ખરીદી રહ્યા છે તેની યોગ્ય કિંમત શું છે. ક્યારેક ક્યારેક રોકાણકારો કોઈ કંપનીના શેર ખોટા ભાવે ખરીદી લેતા હોય છે ત્યારે તેમણે ફાયદા માટે લાંબો ઈંતેજાર કરવો પડે છે. જો કે આમાં નુકસાનનો ખતરો ઓછો હોય છે પરંતુ તમારે ફાયદા માટે લાંબો ઈંતેજાર કરવો પડી શકે છે.

દિલ્લીમાં હાડ ધ્રૂજાવતી ઠંડી, આ રાજ્યોમાં શીત લહેરની એલર્ટ, ચૂરુમાં ઠંડીએ તોડ્યો 46 વર્ષનો રેકૉર્ડદિલ્લીમાં હાડ ધ્રૂજાવતી ઠંડી, આ રાજ્યોમાં શીત લહેરની એલર્ટ, ચૂરુમાં ઠંડીએ તોડ્યો 46 વર્ષનો રેકૉર્ડ

English summary
things you should know before investing in share market
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X