આ CVV નંબરથી લૂંટાઈ જાય છે તમારા પૈસા, જાણો કઈ રીતે રાખવા સુરક્ષિત
આજકાલ ઑનલાઇન વ્યવહારો ઝડપથી વધી રહ્યા છે. જેટલું ઝડપથી ઑનલાઇન ટ્રાન્ઝેક્શન વધી રહ્યું છે, તે જ ઝડપથી ઑનલાઇન ફ્રોડ પણ વધી રહ્યું છે. પરંતુ જો તમે તમારા સીવીવી નંબરને સુરક્ષિત કરો છો, તો તમે સામાન્ય રીતે આવા ફ્રોડથી બચી શકો છો. આ સીવીવી નં. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની પાછળની મેગ્નેટિક સ્ટ્રીપ નીચે લખેલું હોય છે. આ સામાન્ય રીતે 3 અંકોનો હોય છે. બધા ઑનલાઇન વ્યવહારો આ સીવીવી નંબરના આધારે કરવામાં આવે છે.
આ પણ વાંચો: ઓનલાઈન શોપિંગમાં ફ્રોડથી બચવા માટે આટલું ધ્યાન રાખો

ઓનલાઇન ટ્રાન્જેક્શનમાં પૂછવામાં આવે છે સીવીવી નંબર
તમે કોઈ ઑનલાઇન ટ્રાંઝેક્શન કરો છો, તો સૌ પ્રથમ તમને સીવીવી નંબર દાખલ કરવા માટે કહેવામાં આવે છે. તેના વિના કોઈ ઑનલાઇન ટ્રાંઝેક્શન થતું નથી. આ એક 3-અંકનો સિક્રેટ કોડ છે, જો બીજાને ખબર પડી જાય તો તે સરળતાથી તમારા ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ફ્રોડ કરી શકે છે. સીવીવીનો અર્થ કાર્ડ વેરિફિકેશન વેલ્યુ છે. તેને કેટલાક લોકો કાર્ડ વેરિફિકેશન કોડ પણ કહે છે.

સીવીવી નંબર કશે પણ સેવ થતો નથી
સીવીવી નંબર ઑનલાઇન સેવ કરી શકાતો નથી. આ સીવીવી કોડની સૌથી મહત્વપૂર્ણ ખાસિયત છે કે તેને સેવ કરી શકતો નથી. આ જ કારણ છે કે ઑનલાઇન વ્યવહારો કરવા પર તમામ માહિતી દાખલ કર્યા પછી, જ્યારે સીવીવી દાખલ કરવામાં આવે છે, તો તે સેવ થતો નથી. આ જ કારણ છે કે જ્યારે તમે તે જ સાઇટ પરથી ઑનલાઇન વ્યવહારો કરો છો, ત્યારે તમને ત્યાં સંપૂર્ણ માહિતી મળે છે, પરંતુ સીવીવી નંબર ફરીથી નાખવો પડે છે.

ઑનલાઇન વ્યવહારોમાં વધારાના સુરક્ષા સ્તરો બનાવવામાં આવ્યા છે
આરબીઆઈએ છેલ્લા કેટલા સમયથી ઓનલાઇન વ્યવહારો માટે વન ટાઈમ પાસવર્ડ (ઓટીપી) ફરજિયાત બનાવ્યો છે. આ સાથે, ઑનલાઇન વ્યવહારો ખૂબ સલામત છે, પરંતુ સીવીવી નંબરનું મૂલ્ય ઘટ્યું નથી. આ રીતે, લોકોને તેમના સીવીવીને સલામત રાખવા માટે પૂરો પ્રયાસ કરવો જોઈએ. આ નંબર તમારા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની પાછળ લખેલો હોય છે. તેને સુરક્ષિત રાખવાની સૌથી સારી રીત એ છે કે આ નંબરને યાદ રાખી લો અને તમારા કાર્ડમાંથી કાઢી નાખો.