આ છે 50,000 રૂપિયે કિલોવાળી ચા, આસામમાં ઉગે છે
દેશમાં પહેલીવાર કોઈ પણ ચા બાગમાંથી 50,000 રૂપિયામાં વેચાઇ છે. આ હરાજી આસામના ડિબ્રુગઢ જિલ્લામાં ચાના બાગની વિશેષ ચાની થઇ છે. આ હરાજીમાં દેશભરના ચા ઉત્પાદકો ભાગ લે છે. આ ચાના બાગનું નામ મનોહારી ચા બાગ છે, તેની ચાની ગુણવત્તાને કારણે, તેના રેટ દર વર્ષે નવા રેકોર્ડ બનાવે છે.
એકદમ ખાસ હોય છે આ ગોલ્ડ ટી
સામાન્ય રીતે ચાના પાન ઉકાળવામાં આવે છે ત્યારે પાણીનો રંગ કાળો થઈ જાય છે. પરંતુ ગોલ્ડ ટી ને ઉકાળતા તેમાં કાળો રંગ થતો નથી. જ્યારે આ ચા ઉકાળવામાં આવે છે, ત્યારે તેજસ્વી પીળો રંગ જોઇ શકાય છે. તેનું કારણ એ છે કે તે છ ચાના પાનમાંથી નહિ પરંતુ કોપલોમાંથી કાઢવામાં આવે છે. પછી તે ખાસ રીતે તૈયાર કરવામાં આવે છે. આ ચાની દરેક કળી સવારે 4 થી 6 વાગ્યાની વચ્ચે જ તોડવામાં આવે છે, જેના કારણે તેમાં ખાસ સુગંધ અને સ્વાદ આવે છે.
દેશના ચાના બાગનું ગૌરવ
ગુવાહાટી ચા ઓક્શન બાયર્સ એસોસિએશનના સેક્રેટરી દિનેશ બિયાનીએ તેને દેશના ચા ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. ગુવાહાટી ટી ઓક્શન સેન્ટરના જણાવ્યા અનુસાર, રાષ્ટ્રીય સ્તરે મનોહારી ગોલ્ડ ટીની હરાજીમાં સૌથી વધુ બોલી લગાવવાનો રેકોર્ડ બન્યો હતો. તેમના કહેવા મુજબ, વિશ્વના કોઈ પણ હરાજીવાળા ઘરની ચામાં આટલો રેટ નથી મળ્યો.
ગયા વર્ષે કેટલી ચા વેચાઇ હતી તે જાણો
મનોહરી ચા બાગની ચા દર વર્ષે રેટના કિસ્સામાં રેકોર્ડ બનાવે છે. આ ચાના બગીચાની ગુણવત્તા ખૂબ સારી છે, જેની દુનિયાભરમાં માંગ છે. મનોહરી ચા બાગ ડિબ્રુગઢ જિલ્લામાં બ્રહ્મપુત્રાના કાંઠે આવેલ છે. અહીં ગયા વર્ષે 1 કિલો ચા 39,001 રૂપિયામાં વેચાઇ હતી. તેના એક મહિના પછી, ગોલ્ડન નીડલ વેરાઇટીએ આ રેકોર્ડ તોડ્યો હતો. આ ચા 40 હજાર રૂપિયામાં વેચાઇ હતી. આ ચા અરુણાચલ પ્રદેશના ડોન્યી પોલો ચા બાગની હતી.
ફક્ત 5 કિલો તૈયાર થઇ છે આ ચા
મનોહરી ટી એસ્ટેટે માહિતી આપી છે કે આ પ્રકારની માત્ર પાંચ કિલો ચા તૈયાર કરવામાં આવી છે. તેને તૈયાર કરવું ખૂબ જ મુશ્કેલ કાર્ય છે. મોસમએ પણ આ વખતે સાથ ન આપ્યો. તેનું ઉત્પાદન છેલ્લા 5 વર્ષ કરતા ઓછું થયું છે. વિશ્વમાં આસામ, દાર્જિલિંગ અને નીલગિરીની ચા સૌથી વધુ છે.