For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાના ઇમિગ્રેશન સુધારને સંસદની મંજૂરીની રાહ

|
Google Oneindia Gujarati News

barack obama
વોશિંગ્ટન, 30 જાન્યુઆરી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ લાંબા સમયથી પેન્ડીંગ રહેલો ઇમિગ્રેશન સુધારને રજૂ કર્યો છે. જેનાથી 1.1 કરોડ વગર દસ્તાવેજવાળા ઇમિગ્રન્ટસને પણ કાનૂની દર્જો મળી જશે. આ સુધારામાં રોજગાર શ્રેણીમાં કોઇ દેશની વાર્ષિક સીમાને સમાપ્ત કરવાનું પણ પ્રાવધાન છે. આના કારણે ભારતના આઇટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. લાસ વેગાસમાં નીતિયો પર એક સંબોધન કરી રહેલા ઓબામાંએ સંસદને આગ્રહ કર્યો કે તે તેમના પ્રસ્તાવો પર કાર્યવાહી કરે.

ઓબામાએ જણાવ્યું કે 'આનાથી અમારુ કાર્યબળ યુવાન રહેશે, અમારો દેશ ટેકનિકલ ક્ષેત્રે આગળ રહેશે અને દુનિયામાં સૌથી શાનદાર આર્થિક ઇન્જન રૂપે આગળ વધી શકશે. આખરે ઇમિગ્રન્ટ્સે જ ગૂગલ અને યાહૂ જેવા કારોબાર શરૂ કર્યા છે. તેમણે એક નવો ઉદ્યોગ તૈયાર કર્યો છે જેના કારણે રોજગારનું પ્રમાણ વધ્યુ અને અમારા નાગરિકોને સમૃદ્ધિ મળી.' બૃહદ સુધાર યોજનાના અન્ય પ્રસ્તાવોમાં વિજ્ઞાન, ટેકનોલોજી, ઇન્જિનિયરીંગ અને સ્ટેમના ડિપ્લોમા, અમેરિકન યુનિવર્સિટીમાંથી પીએચડી અને માસ્ટરની ડિગ્રી મેળવનાર લોકોને ગ્રીન કાર્ડ આપવાનું છે.

ઓબામાએ રોજગારનું સર્જન કરનાર ઉદ્યમીઓ માટે શરૂઆતી વીઝા આપવાનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. આ પ્રસ્તાવથી અમેરિકન રોકાણકારો અને ગ્રાહકો પાસે નાણાં અને આવક આકર્ષિત કરનાર વિદેશી ઉદ્યમીઓને અમેરિકામાં કારોબાર શરૂ કરવા અને પ્રગતિ કરવાની અનુમતિ મળી શકશે. જો તેમની કંપની આગળ વધશે તો તેમને સ્થાઇ રહેવાની અનુમતિ પણ મળી શકશે. જેના કારણે અમેરિકન લોકોને રોજગાર મળશે અને અર્થવ્યસ્થા જળવાઇ રહેશે.

વ્હાઇટ હાઉસના ભાષણમાં કહેવાયું છે કે જૂના થઇ ચૂકેલા કાનૂની ઇમિગ્રન્ટસ કાર્યક્રમમાં સુધાર કરવામાં આવી રહ્યો છે, જેમાં વિવિધ શ્રેણિયોમાં વાર્ષિક વિઝા મર્યાદામાં છૂટ આપીને હાલની અને ભવિષ્યની માંગને પૂરી કરી શકાય. ઓબામાંએ આની સાથે જ પરિવાર પ્રાયોજિત ઇમિગ્રેશન પ્રણાલીમાં લંબિત મામલાને ખત્મ કરવાનો પ્રસ્તાવ કર્યો છે. આ અંતર્ગત બિનઉપયોગી વિઝા પરત લેવામાં આવશે અને અસ્થાઇ રીતે વાર્ષિક વીઝા સંખ્યા વધારવામાં આવશે. પરિવાર ઇમિગ્રેશન પ્રણાલીમાં વિવિધ દેશોની હાલની સંખ્યા 7 વધારીને 15 ટકા કરવાનો પણ પ્રસ્તાવ છે.

English summary
Time for immigration reform said Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X