• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મંગળવારે પેટ્રોલ અને ડીઝમાં અધધધ અઢી રૂપિયાનો વધારો, જાણો આજના રેટ

|

નવી દિલ્હીઃ આજે એટલે કે મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલના રેટમાં ધરખમ વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 2.46 રૂપિયા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલના ભાવમાં 2.56 રૂપિયા પ્રતિ લીટર દીઠ ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 74.34 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 72.68 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણો

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણો

  • દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 76.73 રૂપિયા થઇ ગઇ છે જ્યારે ડીઝલની કિંમત 75.19 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.
  • કોલકાતામાં 1 લીટર પેટ્રોલની કિંમત 78.55 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝળની કિંમત 70.84 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઇમાં પેટ્રોલની કંમત 80.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કંમત 73.21 રૂપિયા પ્રતિ લીટર પર છે.
આ આધારે નક્કી થાય છે કિંમત

આ આધારે નક્કી થાય છે કિંમત

વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ રેટ નક્કી કરે છે.

સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો

સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો

આસમાને પહોંચી રહેલા પેટ્રોલ અને ડીઝલના રેટમાં આજે પણ વધારો થતાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનયા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે, જેમાં સોનિયા ગાંધીએ કહ્યું કે લોકોના દુખ દૂર કરવની અને તેમની કઠણાઇઓ દૂર કરવાની સરકારની જવાબદારી છે. સોનિયા ગાંધીનો આખો પત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો.

English summary
tody petrol price increased by 2.46 rupee and diesel price increased by 2.56 rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X