For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની 10 મોટી ફાર્માં કંપની, $ 13 બિલિયનનો બિઝનેસ

ભારતીય ફાર્મા સેક્ટર ભારતીય અર્થવ્યસ્થા માટે મહત્વનું કામ કરી રહ્યું છે. ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રી વાર્ષિક 13 અરબ ડ઼ૉલર કરતા વધુની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય ફાર્મા સેક્ટર ભારતીય અર્થવ્યસ્થા માટે મહત્વનું કામ કરી રહ્યું છે. ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રી વાર્ષિક 13 અરબ ડ઼ૉલર કરતા વધુની ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. હાલમાં તે 36.7 બિલિયન અમેરિકન ડૉલર છે, કેટલાક રિપોર્ટ્સ મુજબ વર્ષ 2020 સુધી તે 55 બિલિયન અમેરિકન ડૉલર થઈ જશે. તે ભારતનો બીજો સૌથી ઝડપથી વિકસતો ઉદ્યોગ છે. અને વિશ્વમાં ત્રીજા સ્થાને છે. ભારતમાં કેટલીક ફાર્મા કંપનીઓ જે જે ભારતના ફાર્મા સેક્ટર માટે મહત્વની ભૂમિકા નિભાવે છે. અહીં ભારતની 10 શ્રેષ્ઠ ફાર્મા કંપનીની યાદી અપાઈ છે.

10. ગ્લૈક્સોસ્મિથ ક્લાઈન

10. ગ્લૈક્સોસ્મિથ ક્લાઈન

ગ્લૈક્સોસ્મિથ ક્લાઈન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ કંપની ‘ગ્લૈક્સોસ્મિથ ક્લાઈન પીએલસી'ની ભારતીય સહાયક કંપની છે. આ કંપની ઉચ્ચ ગુણવત્તાવાળી દવા અને રસીનું ઉત્પાદન તેમજ નિકાસ કરે છે. ગ્લૈક્સો સ્મિથ ક્લાઈન જુદા જુદા ક્ષેત્રમ જેમકે ત્વચા વિગ્યાન, સ્ત્રી રોગ, ડાયાબિટિસ, શ્વસન રોગ સહિતના રોગ માટે નવી દવાઓ પણ નિર્માણ કરે છે. તે ભારતની સૌથી જૂની કંપનીઓમાંની એક છે. અને તેની પાસે 27 હજાર કરોડની મૂડી છે.

9. ડિવિ’સ લેબોરેટરિઝ

9. ડિવિ’સ લેબોરેટરિઝ

ડિવિ'સ લેબોરેટરિઝ ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં 1990થી પોતાની સેવા આપી રહી છે. ડિવિ'સ લેબોરેટરીઝની માર્કેટ મૂડી લગભગ 28,609 કરોડ રૂપિયા છે. ભારતની ટોપ 10 ફાર્મા કંપનીઓમાં તે 9મા ક્રમાંકે છે. કંપની પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટમાં સૌથી વધુ રોકાણ કરી રહી છે. આ કંપની જુદા જુદા ક્ષેત્ર જેમકે ડાયાબિટીયોજેનેસિસ, કાર્ડિયોલોજી, ડર્મેટોલોજી અને અન્ય ક્ષેત્રમાં પોતાની પ્રોડક્ટ ઉપલબ્ધ કરે છે. આ કંપનીમાં 3,708 કર્મચારીઓ છે.

8. ટોરેન્ટ ફાર્મા

8. ટોરેન્ટ ફાર્મા

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ ઉપચારના જુદા જુદા ક્ષેત્ર જેમને ડાઈબિટોલોજી, એન્ટી ઈફેક્ટિવ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, ગૈસ્ટ્રોઈન્સસ્ટાઈનલ અને દર્દ પ્રબંધન જેવા ક્ષેત્રમાં ક્ષેત્રમાં 1 હજારથી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે. ટોરેન્ટ ફાર્મા આખા વિશ્વના 0 દેશોમાં કામ કરે છે. આ કંપનીએ 1959માં અમદાવાદથી બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તે ભારતની એક વિશ્વસનીય કંપની છે અને ટોપ 10 ફાર્મા કંપનીમાં આઠમા નંબર પર છે.

7. કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ

7. કેડિલા ફાર્માસ્યુટિકલ લિમિટેડ

આ કંપની ભારતની અગ્રણી મલ્ટીનેશનલ ફાર્મા કંપની છે. જે હાલમાં વિશ્વના 100થી વધુ દેશમાં વેપાર કરી રહી છે. અમદાવાદમાં સ્થિત કંપનીની સ્થાપના 1951માં શ્રી ઈન્દ્રવદન એ.મોદીએ કરી હતી. આ કંપની સારવાર માટે જુદા જુદા ક્ષેત્ર જેમ કે કાર્ડિયોવૈસ્કુલર, ગૈસ્ટ્રોઈન્ટસ્ટાઈનલ, એન્ટી ઈફેક્ટિવ, એટી બાયોટિક્સ, અનલ્જેસિક, હેમાટિનીક્સ, એન્ટી ડાયાબિટીક અને ઈમ્યૂનોલોજિકલ્સ વગેરે માટે 850 કરતા વધુ પ્રોડક્ટસ ઉપલબ્ધ કરાવે છે.

6. ગ્લૈનમાર્ક

6. ગ્લૈનમાર્ક

ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ ભારતમાં મુંબઈમાં સ્થિત મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપની છે. જે પોતાના ઉચ્ચ ગુણવત્તાની પ્રોડક્ટ્સ દ્વારા જીવનમાં સુધાર લાવવાના કારણે વિશ્વપ્રસિદ્ધ છે. ગ્લેનમાર્ક ફાર્મા લગભગ 40 દેશમાં કામ કરે છે, 5 દેશમાં તેના 17 ઉત્પાદન યુનિટ અને આખા વિશ્વમાં 5 રિસર્ચ એડ ડેવલપમેન્ટ સેન્ટર છે. વર્ષ 2016-17માં તેનું વેચાણ લગભગ 1.25 બિલિયન ડૉલર હતું, જેના કારણે તે ભારતની છઠ્ઠા નંબરની સૌથી મોટી ફાર્મા કંપની બની ગઈ. 80થી વધુ દેશમાં આ કંપનીની વ્યાવસાયિક હાજરી છે. અને કંપનીના આંતરારાષ્ટ્રીય સંચાલન દ્વારા તે લગભગ 70 ટકા મહેસૂલ તૈયાર કરે છે.

5. ઔરોબિન્દો ફાર્મા લિમિટેડ

5. ઔરોબિન્દો ફાર્મા લિમિટેડ

ઔરોબિન્દો ફાર્મા લિમિટેડ હૈદરાબાદ સ્થિત એક અગ્રણી ફાર્મા કંપની છે. જે 1986થી આ ક્ષેત્રમાં કામ કરી રહી છે. આ કંપનીની પ્રમુખ પ્રોડક્ટ્સ એટીએટ્રોવાઈરલ, એટીબાયોટિક્સ અને એટી એલર્જિક છે. કંપનીએ પોન્ડિચેરીમાં પોતાના એક મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપ્યું અને આજે આ કંપની 125 કરતા વધુ દેસમાં પોતાની પ્રોડક્ટ્સ વેચી રહી છે .કંપનીનું વાર્ષિક ટર્ન ઓર લગભગ 2 બિલિયન ડૉલર છે.

4. સિપ્લા

4. સિપ્લા

સિપ્લા ભારતની શ્રેષ્ઠ ફાર્મા કંપનીઓમાંની એક છે. અને લગભગ 100થી વધુ દેશમાં તેની હાજરી છે. યુરોપ, દક્ષિણ આફ્રિકા, અને ઉત્તર અમેરિકા પણ આ યાદીમાં છે. કંપનીની સ્થાપના 1935માં મુંબઈમાં ડૉ.ખ્વાજા અબ્દુલ હમીદે કરી હતી. કંપની કાર્ડિયોવૈસ્ક્યુલર બીમારી, આર્થરાઈટિસ, ડાયાબિટીઝ, વેઈટ કંટ્રોલ અને ડિપ્રેશન માટે ઉચ્ચ ગુણવત્તાની અને સસ્તી દવા તૈયાર કરે છે. આખા ભારતમાં કંપનીની 34 ફેક્ટરી અને 8 લેબોરેટરી છે. 2017માં કંપનીમાં 25 હજાર કર્મચારી કામ કરતા હતા અને તેનું ટર્નઓવર 2.01 બિલિયન યુએસ ડૉલર છે.

3. ડૉ.રેડ્ડીઝ લેબોરેટીઝ

3. ડૉ.રેડ્ડીઝ લેબોરેટીઝ

ડૉ.રેડ્ડીઝ લેબોરેટીઝ ભારતની ટોચની ફાર્મા કંપનીઓમાંની એક છે. હૈદરાબાદ સ્થિત આ કંપનીની સ્થાપના કલામ અંજી રેડ્ડીએ 1984માં કરી હતી, ત્યારથી આ કંપની સફળ થઈ રહી છે. કંપનીની સફળતા મુખ્ય રૂપે ઓમેજ પ્રોડક્ટના કારણે છે. તે કંપનીનું બ્રાન્ડેડ ઓમેપ્રજોલ છે જે અલ્સર અ રિફ્લક્સ ઈસોફેગેટિસની દવા છે. કંપની પાસે લગભગ 60 EPI છે, અને તે લગભગ 190 જેટલી જવા તૈયાર કરે છે. કંપનીનો વેપાર 20 દેશોમાં ફેલાયોલો છે. કંપનીનું વાર્ષિક ટર્ન ઓવરર 2.4 બિલિયન ડૉલર કરતા વધુ છે.

2. લૂપિન

2. લૂપિન

લૂપિન મુંબઈ સ્થિત ફાર્માસ્યુટિકલ કંપની છે. જેની સ્થાપના 1968માં દેશબંધુ ગુપ્તા દ્વારા થઈ હતી. કંપની વિશ્વમાં ઝડપથી વધી રહી જેનરિક દવાઓની કંપની છે. આ કંપનીની બાળ રોગ, સીએનએસ, ડાયાબિટીઝ, અસ્થમનના અને NSAID થેરપી જેવા ક્ષેત્રમાં મહત્વની ભાગીદારી છે. મહેસૂલ અને માર્કેટ મૂડીની દ્રશષ્ટિએ આ કંપની ભારતની બીજી સૌથી મોટી ફાર્મા કંપની છે. વર્ષ 2017 સુધીમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવર 2.06 બિલિયન યુ એસ ડોલર છે. કંપનીની અત્યાધુનિટ R&D પૂણેમાં છે અને નવી કેમિકલ ફેક્ટરીના વિકાસ માટે આ કંપની વધુ રોકાણ કરી રહી છે.

1. સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

1. સન ફાર્માસ્યુટિકલ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

સન ફાર્મા ભારતીય ફાર્મા ઈન્ડસ્ટ્રીની રાજા કંપની છે. તેની સ્થાપના 1983માં દિલીપ સંઘવી દ્વારા કરાઈ હતી. જે હાલ ભારતમા બીજા સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ છે. આ ભારતીય મલ્ટીનેશનલ કંપનીની હેડ ઓફિસ મુંબઈમાં છે. વર્તમાનમાં આ કંપની 150થી વધુ દેશમાં પોતાનો બિઝનેસ કરી રહી છે. જેમાં યુએસ, યુરોપ, આફ્રિકા, કેનેડા અને ચીન સામેલ છે. આ કંનપી વિશ્વમાં ફાર્ પ્રોડક્ટ્સની સૌથી મોટી નિકાસકાર છે. તે મનોચિકિત્સા, ન્યૂરોલોજી, કાર્ડિયોલોજી, ઓર્થોપેડિક્સ, ગેસ્ટ્રોએન્ટોલોજી અને નેફ્રોલોજીની માર્કેટ લીડર છે. 2014માં સન ફાર્માએ રેનબેક્સી લેબોરેટરીઝને ઓવરટેક કરી અને સાથે જ તે ભારતની સૌથી મોટી ફાર્મા કંપની બની ગઈ. તો વિશ્વની 5મી મોટી જેનરિક કંપની બની.

English summary
these are top 10 pharma companies of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X