For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદના 10 સૌથી સસ્તા સ્ટ્રીટ શોપિંગ બજાર

અમદાવાદ, આ શહેરના પ્રભાવશાળી વારસા અને સંસ્કૃતિને કારણે ખરીદીના વિકલ્પ વધુ મળી રહે છે. અહીં શોપિંગ દરમિયાન તમે આ શહેરના રંગ અને ફેશનને અનુભવી શકો છો.

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, આ શહેરના પ્રભાવશાળી વારસા અને સંસ્કૃતિને કારણે ખરીદીના વિકલ્પ વધુ મળી રહે છે. અહીં શોપિંગ દરમિયાન તમે આ શહેરના રંગ અને ફેશનને અનુભવી શકો છો. આ શહેરમાં સૌથી શાનદાર ફેશનેબલ સ્થળો છે, જે શહેરની શોપિંગ સ્ટ્રીટ તરીકે પ્રખ્યાત છે. તો ચલો જઈએ ગુજરાતના અમદાવાદના 10 શોપિંગ માર્કેટની સફરે...

લાલ દરવાજા માર્કેટ

લાલ દરવાજા માર્કેટ

લાલ દરવાજાનું શોપિંગ માર્કેટ અમદાવાદની સૌથી જાણીતી શોપિંગ સ્ટ્રીટ છે. અહીં કપડા, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ અને સ્ટ્રીટ ફૂડની ખરીદી કરી શકાય છે. આ માર્કેટ અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલું છે, જે સવારે 11 વાગ્યાથી રાતના 10 સુધી ખુલ્લુ રહે છે. આ માર્કેટમાં દિવસભર ભીડ રહે છે. અહીં ચણિયા ચોળી, ઘાઘરા, સાડી, જૂતા, જૂના પુસ્તકોથી લઈને બાળકોના કપડા અને ખાવાપીવાની ચીજવસ્તુઓ પણ મળી રહે છે.

સિંધી માર્કેટ

સિંધી માર્કેટ

અમદાવાદનું સિંધી માર્કેટ બેડશીટ્સ, ડ્રેસ મટિરિયલ, સાડી, કપડા અને પરંપરાગત ચીજવસ્તુઓ માટે લોકપ્રિય માર્કેટ છે. આ માર્કેટ કાલુપુર ગેટ નજીક આવેલું છે. તો સિંધી બજારની નજીક જ વધુ એક કાપડનું માર્કેટ રેવડી માર્કેટ પણ છે. આ માર્કેટ પણ સવારે 11થી રાતના 10 સુધી ખુલ્લુ રહે છે.

ઢાલગર વાડ

ઢાલગર વાડ

ઢાલગર વાડમાં જાતભાતની જ્વેલરી, ફેબ્રિક આઈટમ્સ, અને સાડીઓ મળી રહે છે. આ માર્કેટનું એડ્રેસ છે ઢાલગરવાડ, ખાડિયા, અમદાવાદ, ગુજરાત. ઢાલગરવાડમાં પણ સવારે 11થી લઈ રાતે 10 સુધી ગમે ત્યારે ખરીદી કરી શકાય છે.

અહીંનું માર્કેટ જૂના ઘરેણાં, બાંધણી અને સિલ્કના પટોળા સહિત સાડીઓ માટે લોકપ્રિય છે. આ માર્કેટમાં મંગલગિરી, દક્ષિણ કપાસ, જયપુરી પ્રિંન્ટ, કલામકારી સહિતની વેરાયટી મળી રહે છે. જો તમે ચણિયા ચોળી, એથનિક ઈન્ડિયન સાડી, ઝભ્ભા જેવા પારંપરિક કપડા ખરીદવા ઈચ્છતા હો, તો અહીં બધું જ મળી રહે છે. અહીં પટોળા અને તંચોલી સાડીઓની પણ સારી રેન્જ મળી રહે છે.

માણેક ચોક માર્કેટ

માણેક ચોક માર્કેટ

માણેક ચોક જૂના અમદાવાદનું લોકપ્રિય બજાર છે. આ માર્કેટ ઐતિહાસિક બાંધણીથી ઘેરાયેલું છે. માણેકચોકમાં સવારના સમયે શાક માર્કેટ ભરાય છે, બપોરે સોની બજાર અને રાત્રે શોપિંગ માર્કેટ બની જાય છે. આ લોકપ્રિય માર્કેટનું નામ સંત માણેકનાથના નામ પરથી પડ્યું છે. અહીંનુ સોની બજાર 3 મિલિયન રૂપિયાના વાર્ષિક વેપાર સાથે દેશનું બીજુ સૌથી મોટુ માર્કેટ છે. માણેક ચોક સૌથી વધુ જાણીતું સ્ટ્રીટ શોપિંગ માર્કેટ છે.

તમે અહીં ભદ્રના કિલ્લા તરફના રસ્તેથી પહોંચી શકો છો.

રાણીનો હજીરો

રાણીનો હજીરો

આ સ્ટ્રીટ માર્કેટ મહિલાઓના કપડા અને ગરબાના ટ્રેડિશનલ વૅર માટે જાણીતું છે. રાણીનો હજીરો માણેક ચોકની બિલકુલ બાજુમાં આવેલું છે. ગાંધી રોડ થઈને અહીં સુધી પહોંચી શકાય છે. આ માર્કેટ 11થી 11 સુધી ખુલ્લુ રહે છે.

લૉ ગાર્ડન

લૉ ગાર્ડન

શહેરના જાણીતા લૉ ગાર્ડન નજીક ભરાતું આ માર્કેટ પણ ફેમસ છે. અહીં તમને હેન્ડીક્રાફ્ટ, શોપિંગ મૉલ, અને સ્ટ્રીટ ફૂડની વેરાયટી મળી રહેશે. આ માર્કેટ સવારે 6 વાગ્યાથી રાત્રે 10.30 સુધી ખુલ્લુ રહે છે.

ફર્નાન્ડિઝ બ્રિજ માર્કેટ

ફર્નાન્ડિઝ બ્રિજ માર્કેટ

આ સ્ટ્રીટ માર્કેટ પુસ્તકોના વેચાણ માટે જાણીતું છે. અહીં તમે જૂનાથી લઈ નવા તમામ પુસ્તકો ખરીદી શકો છો. સાથે જ જૂના પુસ્તકો અહીં વેચી પણ શકો છો. આ માર્કેટ સવારે 11થી રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. તમે અહીં ટંકશાળથી, ખાડિયા થઈને પહોંચી શકો છો.

ચીમનલાલ ગિરધરલાલ રોડ (C G રોડ)

ચીમનલાલ ગિરધરલાલ રોડ (C G રોડ)

અમદાવાદનું આ સૌથી જાણીતું માર્કેટ છે. અહીં બ્રાંડેડ શો રૂમ્સ પણ છે અને સ્ટ્રીટ માર્કેટ પણ. અહીં તમે કપડાથી લઈને હેન્ડમેન્ડ પેંઈન્ટેડ પોટ્રેટ અને કપડા સુધીની ખરીદી કરી શકો છો. આ માર્કેટ પણ 11થી 11 સુધી ખુલ્લુ રહે છે.

રાયપુર ગેટ

રાયપુર ગેટ

ગુજરાતના જાણીતા મસાલા, નાસ્તા સહિતની ખાણી પીણીની ચીજ વસ્તુઓ તમને રાયપુર ગેટ પાસે આવેલા સ્ટ્રીટ માર્કેટમાંથી મળી રહેશે. અહીં ઢોકળા, ખાંડવી, વેજિટેરિયન કબાબ અને ફરસાણ પણ મળી રહે છે. રાયપુર ગેટ શહેરનો ખૂબ જ જાણીતો વિસ્તાર છે.

રામકાડા માર્કેટ

રામકાડા માર્કેટ

ટાઈપ- સ્ટ્રીટ માર્કેટ / લાકડાના રમકડાની દુકાનો

લાકડાના રમકડા, કલાકૃતિઓ, દાંડિયા, ક્રિસમસ ટ્રી અને દીવાળીની લાઈટ્સ માટે જાણીતું છે.

સ્થળ - રામકાડા માર્કેટ, ટંકશાળ, ખાડિયા, અમદાવાદ

English summary
Top 10 Cheap Street Shopping Places In Ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X