For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ, જે તમારી સંપત્તિ બમણી કરશે

રોકાણકારો માટે લાંબા ગાળાના રોકાણ પર વધુ નફો મેળવવાનો સૌથી જાણીતો રસ્તો મ્યુચ્યુઅલ ફંડ છે. જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો રોકાણકારો લોંગ ટર્મમાં પોતાની રકમ બમણી કરી શકે છે.

|
Google Oneindia Gujarati News

રોકાણકારો માટે લાંબા ગાળાના રોકાણ પર વધુ નફો મેળવવાનો સૌથી જાણીતો રસ્તો મ્યુચ્યુઅલ ફંડ છે. જો યોગ્ય રીતે આયોજન કરવામાં આવે તો રોકાણકારો લોંગ ટર્મમાં પોતાની રકમ બમણી કરી શકે છે. પરંતુ સૌથી મહત્વની વાત છે એેસેટ લોકેશન. તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે હાલ માર્કેટમાં અસ્થિરતા છે, એટલે રોકાણકારો એસેટ લોકેશનનું ધ્યાન ન રાખે તો મુશ્કેલી સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: કેવી રીતે ચેક કરશો મ્યુચ્યુઅલ ફંડનું પર્ફોમન્સ?

1) ICICI પ્રુડેન્શિઅલ મલ્ટીકૈપ ફંડ

1) ICICI પ્રુડેન્શિઅલ મલ્ટીકૈપ ફંડ

ICICI પ્રુડેન્શિયલ મલ્ટીકેપ ફંડ લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં મિક્સ રીતે રોકાણ કરે છે. રોકાણકારે તેમાં માર્કેટ કેપિટલાઈઝેશન અને બીજા સેક્ટર્સમાં સારુ રિટર્ન મેળવે છે. ફંડ મેનેજરનું લક્ષ્ય 40થી 60 ટકા લાર્જ કેપ શેર્સ અને બાકીના મિડ કેપ તેમજ સ્મોલ કેપ શેર્સમાં રોકાણ કરવાનું હોય છે. આ ફંડ હાલની ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી એવા સ્ટોક્સ અને સેક્ટર્સમાં રોકાણ કરવાની હોય છે જેનાથી આર્થિક ફાયદો મળી શકે. તેને ટોપ, ડાઉન અને બોટમ અપના કોમ્બિનેશનથી પસંદ કરવામાં આવે છે.

2) L & T ઈન્ડિયા વેલ્યુ ફંડ

2) L & T ઈન્ડિયા વેલ્યુ ફંડ

આ ફંડ ઓછી કિંમતના શેર્સમાં રોકાણ કરે છે. તેની રણનીતિ જુદી જુદી વેલ્યુ ધરાવતા સ્ટોકમાં રોકાણ કરવાની હોય છે. જ્યારે કંપનીઓ અસ્થાઈ સ્થિતમાં હોય ત્યારે તેમની શેર્સના ભાવ ઘટાડી દેતી હોય છે. આવું ત્યારે થાય છે જ્યારે શોર્ટ ટર્મમાં કંપનીમાં કોઈ ગરબડ થાય કે નફો ઓછો થાય. એટલે લોકો દ્વારા નજરઅંદાજ કરી દેવાયેલા શેર્સ ખરીદવામાં આવે છે, જ્યારે તેના ભાવ વધે ત્યારે વેચવામાં આવે છે. આમ કરવાથી રોકાણકારને ફાયદો થાય છે.

3) એડલવાઈઝ બેલેન્સ એડવાન્ટેજ ફંડ

3) એડલવાઈઝ બેલેન્સ એડવાન્ટેજ ફંડ

આ ફંડ ડાયનામિક એસેટ એલોકેશનના સિદ્ધાંત પર કામ કરે છે. જેમાં શોર્ટ ટર્મમાં નેગેટિવ રિટર્નની શક્યતા ઓછી થઈ જાય છે અને પ્યોર સ્ટેટિક એસેટ અલોકેશનના કારણે રોકાણનો સારો અનુભવ મળે છે. આ ફંડ એડલવાઈઝ ઈક્વિટી હેલ્થ ઈન્ડેક્સનો ઉપયોગ કરે છે, જે માર્કેટની દિશા, અસ્થિરતા અને આધારભૂત નિયમો વિશે જણાવે છે. આ ફંડમાં ફાયદાની શક્યતા વધુ છે. આ ફંડ મૂલ્ય આધારિત દ્રષ્ટિકોણથી સારા છે, કારણ કે આ ફંડ માર્કેટમાં થતા મોટા ફેરફારની રાહ નથી જોતો.

4) આદિત્ય બિરલા સનલાઈફ ફ્રંટ લાઈન ઈક્વિટી ફંડ

4) આદિત્ય બિરલા સનલાઈફ ફ્રંટ લાઈન ઈક્વિટી ફંડ

આ પોર્ટફોલિયોમાં 90 ટકા ઈક્વિટી અને 10 ટકા ડેબ્ટ તેમજ મની માર્કેટ સિક્યોરિટીઝ હોય છે. આ એક લાર્જ કેપ આધારિત ફંડ છે. એટલે કે તેમાં એવા શેર્સમાં રોકાણ કરવામાં આવે છે જેનું માર્કેટ કેપિટલાઈઝેશન લાર્જ છે. હાલમાં માર્કેટની સ્થિતિ જોતા લાર્જ કેપ ફંડમાં રોકાણ કરવું ફાયદાકારક છે, કારણ કે તે અસ્થિર થવાની શક્યતાઓ ઓછી છે.

5) ડીએસપી મિડકેપ ફંડ

5) ડીએસપી મિડકેપ ફંડ

આ મિડકેપ ફંડ એક જાણીતું ફંડ છે. તેણે સાબિત કર્યું છે કે નફા માટે મિડકેપ સારો વિકલ્પ છે. લાંબા સમયગાળા માટે આ ફંડે સારું પ્રદર્શન કર્યું છે. તેમાં ખાસ કરીને ફાઈનાન્શિયલ સર્વિસિઝ, કેમિકલ્સ, હેલ્થકેર, એન્જિનિયરિંગ વગેરે ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવે છે. એક્સાઈઝ ઈન્ડસ્ટ્રીઝ, RBL બેન્ક, અને સોલાર ઈન્ડસ્ટ્રીઝ એ બીજા કેટલાક શેર્સ છે. આ ફંડના ફંડ મેનેજર્સે રોકાણ કારો માટે સારું ભવિષ્ય નિર્ધાર્યું છે. તાજેતરમાં આ ફંડમાં લંપસંપ રોકાણ નથી લેવાતું. તેમાં ESIP કે STP દ્વારા રોકાણ કરી શકાય છે.

6) પ્રિન્સિપલ હાઈબ્રીડ પંડ

6) પ્રિન્સિપલ હાઈબ્રીડ પંડ

આ ફંડ ઓછી અસ્થિરતા અને ઈક્વિટી ફંડની સરખામણીમાં ઓછા જોખમ સામે વધુ નફો આપે છે. પહેલીવાર રોકાણ કરનાર લોકો માટે આ એક સારો વિકલ્પ છે. આ પોર્ટપોલિયોમાં મુખ્ય રીતે લાર્જ કેપ શેર્સમાં રોકાણ કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર સ્થિતિ જોઈને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રોકાણ કરવામાં આવે છે. જો ફિક્સ ઈન્કમવાળા ભાગની વાત કરીએ તો અહીં ફિક્સ ઈન્કમ સારી છે. સાથે જ ડ્યુરેશન મેનેજમેન્ટ છે અને રોકાણ આયોજન પ્રમાણે કરવામાં આવે છે, જેથી વળતર સારું મળે.

7) ટાટા ઈક્વિટી પીઈ ફંડ

7) ટાટા ઈક્વિટી પીઈ ફંડ

આ એક એક્ટિવ રીતે મેનેજ કરાતું વિવિધતા ધરાવતું ઈક્વિટી ફંડ છે. BSE સેન્સેક્સની તુલનામાં તેનો 12 મહિને પી/ઈ ગુણોત્તર છે. પાવર ગ્રિડ ઓફ ઈન્ડિયા, HDFC બેન્ક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી તેના મુખ્ય શેર્સ છે. જેણે ઓછા જોખમમાં સારું પ્રદર્શન કર્યું છે.

8) પ્રિન્સિપલ ડિવિડન્ડ યીલ્ડ ફંડ

8) પ્રિન્સિપલ ડિવિડન્ડ યીલ્ડ ફંડ

આ ફંડ મુખ્ય રીતે નિયમિત અને વધુ લાભ કરાવતા શેર્સમાં રોકાણ કરે છે, જેથી રોકાણકારને લાંબા ગાળા માટે સારો નફો મળે. આ ફંડ માર્કેટ કેપિટલાઈઝેશનમાં શેર્સમાં રોકાણ કરી શકે છે. આ ફંડનો કેટલાક માર્કેટમાં 14 વર્ષનો ટ્રેક રેકોર્ડ છે. જે રોકાણકારો બહું વધુ નહીં અને બહુ ઓછું નહીં એવું જોખમ લેવા ઈચ્છે છે, તે આમાં રોકાણ કરી શકે છે.

9) રિલાયન્સ સ્મોલ કેપ

9) રિલાયન્સ સ્મોલ કેપ

સ્મોલ કેપિટલાઈઝેશન કંપનીઓમાં રોકાણ કરતા સમયે તે ઓછા રિસ્ક સાથે સારું રિટર્ન આપે છે. સ્મોલ કેપ સ્ટોક્સમાં એ શેર સામેલ છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન ટોપ 250 કંપનીઓ કરતા ઓછું છે. સ્મોલ કેપ કંપનીઓ આવતીકાલે મિડ કેપ બની શકે છે એટલે તે હાઈ ગ્રોથ અને લોઅર વેલ્યુએશનનો બમણો ફાયદો આપે છે. પોતાની કેટેગરીમાં તે શાનદાર સ્મોલ કેપ ફંડ છે.

10) મહિન્દ્રા ઉન્નતિ ઈમર્જિંગ બિઝનેસ યોજના

10) મહિન્દ્રા ઉન્નતિ ઈમર્જિંગ બિઝનેસ યોજના

આ એક વિક્સી રહેલો મિડ કેપ ફંડ છે, જે 65 ટકા મિડ કેપ કંપનીમાં રોકાણ કરે છે. આ ફંડ બોટમ અપ સ્ટોક સિલેક્ટ કરે છે, જેમાં સ્મોલ માર્કેટના મોટા પ્લેયર્સ પર ફોકસ હોય છે. તેનું ધ્યાન ગ્રાહકોને લગતી વસ્તુઓ, ઔદ્યોગિક ઉત્પાદન અને ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં હોય છે. જ્યારે સૂચક આંક 30 ટકા નીચે હતો ત્યારે પણ આ ફંડને વધુ નુક્સાન નહોતું થયું. આ ફંડ ફક્ત -5 ટકા જ ડાઉન હતો. એટલે રોકાણ કારો તેમાં લાંબા સમયના નફા માટે રોકાણ કરે છે.

English summary
Top 10 Mutual Funds Which Can Double Your Wealth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X