For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBI દ્વારા અપાતી ટોપ 10 સર્વિસ વિશે જાણો...

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI દ્વારા જુદા જુદા પ્રકારની પર્સનલ બેન્કિંગ સેવાઓ આપવામાં આવે છે. ગ્રાહક પોતાની જરૂરિયાત પ્રમાણે બેન્કની તમામ શાખાઓમાંથી આ સેવા મેળવી શકે છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBI દ્વારા જુદા જુદા પ્રકારની પર્સનલ બેન્કિંગ સેવાઓ આપવામાં આવે છે. ગ્રાહક પોતાની જરૂરિયાત પ્રમાણે બેન્કની તમામ શાખાઓમાંથી આ સેવા મેળવી શકે છે. પછી તે ઈન્ટરનેટ બેન્કિંગ હોય કે એટીએમની વ્યવસ્થા. આ સેવાઓમાં કેટલીક બચત યોજનાની સાથે સાથે નેશનલ પેન્શન સ્કીમ, એફડી વગેરેની સુવિધા પણ સામેલ છે.

આ પણ વાંચો: બાળકો માટે ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

તો ચાલો તમને જણાવીએ કે SBI તરફથી અપાતી ટોપ 10 સર્વિસ કઈ કઈ છે...

ATM સર્વિસ

ATM સર્વિસ

SBI દેશમાં 43 હજાર કરતા વધુ એટીએમની સુવિધા આપે છે. એટલે કે કોઈ પણ સ્ટેટ બેન્ક ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી તમે સ્ટેટ બેન્ક ગ્રૂપના એટીએમમાંથી ફ્રીમાં પૈસાની લેવડ દેવડ કરી શકો છો. આ જૂથમાં SBIની સાથે સાશે એસોસિયેશન બેન્ક સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા અને સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર સામેલ છે.

કાર્ડ

કાર્ડ

SBI ક્લાસિક ડેબિટ કાર્ડથી લઈને રુપે ડેબિટ કાર્ડ, વર્લ્ડ ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ, ગોલ્ડ ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડથી લઈને પ્લેટિનમ ઈન્ટરનેશનલ ડેબિટ કાર્ડ સુધીના કાર્ડની સેવા આપે છે.

ઈન્ટરનેટ બેન્કિંગ

ઈન્ટરનેટ બેન્કિંગ

onlinesbi.com બેન્કિંગ પોર્ટલના કારણે બેન્કના ગ્રાહકો મર્યાદા છોડીને કોઈ પણ સમયે પોતાના અકાઉન્ટ ઓપરેટ કરી શકે છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે ગ્રાહકોને ઈન્ટરનેટની સુવિધા આપે છે. ગ્રાહકો પોતાના ડેસ્કટોપથી બેન્કિંગ કરી શકે છે.

નેશનલ પેન્શન સિસ્ટમ

નેશનલ પેન્શન સિસ્ટમ

નેશનલ પેન્શન સિસ્ટમ ભારતના તમામ નાગરિકોને સામાજિક સુરા આપવા માટે પેન્શન ક્ષેત્રમાં સુધારાના એક ભાગ તરીકે સરકાર દ્વારા બનાવાયેલી એક પેન્શન પ્રણાલી છે. તેને પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકરણ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે. NPSમાં બે પ્રકારના ખાતા ટિયર 1 અને ટિયર 2ની સુવિધા મળે છે. જેમાં સબસ્ક્રાઈબર્સને ઓછું યોગદાન આપવું પડે છે. ટાયર 1 અકાઉન્ટમાં 1 હજાર પ્રતિ વર્ષ તો ટાયર ટુમાં યોગદાન માટે કોઈ લઘુત્તમ જરૂરિયાત નથી.

ઑનલાઈન ટ્રેડિંગ

ઑનલાઈન ટ્રેડિંગ

SBI એક ઓનલાઈન ટ્રેડિંગ ખાતાની સુવિધા પણ આપે છે. જે ઈન્ટરનેટના માધ્યમથી ઘર કે ઓફિસમાં સહેલાઈથી વેપાર કરવામાં મદદગાર છે. આ સેવા એક થ્રી ઈન 1 ખાતું આપે છે, જે બચત ખાતું, ડિમેટ ખાતું અને ઓનલાઈન ટ્રેડિંગ અકાઉન્ટનું મિશ્રણ છે.

સુરક્ષિત ડિપોઝિટ લૉકર

સુરક્ષિત ડિપોઝિટ લૉકર

કિમતી સામાન સાચવવા માટે SBI મોટી સંખ્યામાં લોકરની સુવિધા પણ આપે છે. જેનું વાર્ષિક ભાડું નહિવત હોય છે. આ ભાડું લોકરની સાઈઝ અને અને બેન્કની શાખા પર આધારિત છે. લૉકરનું ભાડું નાણાકીય વર્ષના એડવાન્સમાં આપવું પડે છે. લૉકર આપતા સમયે બેન્ક લૉકરના ઉપયોગ અંગે સમજૂતીની એક કૉપી નોટિસ સમયે અપાય છે.

ફોરેન ઈનવર્ડ રેમિટન્સ

ફોરેન ઈનવર્ડ રેમિટન્સ

લોન આપનારનો ઉલ્લેખ કરતા ગ્રાહક SBIની વિદેશી બ્રાંચ અને સંવાદદાતા બેન્કિંગ વ્યવસ્થા સાથે સરળ રીતે બેન્ક સાથે કે પરિવારના કોઈ સભ્ય સાથે પોતાના ખાતામાં ક્રેડિટ માટે રેમિટન્સ આપી શકે છે. રેમિટન્સની સુવિધા આખા વિશ્વમાં ઉપલબ્ધ છે.

ગ્રીન રેમિટ કાર્ડ

ગ્રીન રેમિટ કાર્ડ

એસબીઆઈ ગ્રીન રેમિટ કાર્ડ પિન વગરનું સાદું મેગસ્ટ્રિપ આધારિત કાર્ડ છે. કોઈ પણ વસ્તુને નોન હાઉસ રોકડ જમા લેવડ દેવડ માટે ગ્રીન ચેનલ કાઉન્ટર / કેશ ડેબિટ મશીન દ્વારા રૂટ કરવા માટે અપાયું છે. તમામ ગ્રાહકો ખાસ કરીને જેમની પાસે એસબીઆઈનું અકાઉન્ટથી તેઓ નિયમિત રીતે બેન્કમાં પૈસા જમા કરવા આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે.

sbiNTOUCH

sbiNTOUCH

દેશભરમાં 257 sbiNTOUCH શાખા છે, જે અત્યાધુનિક ડિજિટલ ટેક્નોલોજી ધરાવે છે. આ sbiNTOUCH શાખાઓએ દેશભરમાં 143 જિલ્લાઓને કવર કર્યા છે. આ શાખાઓ એસબીઆઈ કેપ સિક્યોરિટીઝના માધ્યમથી સ્વ સેવા કિયોસ્ક અને એસબીઆઈની અન્ય સહાયક કંપનીઓ જેમ કે લાઈફ ઈન્સ્યોરન્સ, સામાન્ય વીમો, મ્યુચ્યુઅલ ફંડ, ક્રેડિટ કાર્ડ અને ઑનલાઈન ટ્રેડિંગ દ્વારા બેન્કિંગની સેવા આપે છે.

નો ક્યૂ મોબાઈલ એપ

નો ક્યૂ મોબાઈલ એપ

એસબીઆઈ નો ક્યૂ એપ દ્વારા વર્ચ્યુઅલ ટોકનની બુકિંગ ઓફર તમે બ્રાંચમાં ગયા વિના કોઈ પણ સ્થળેથી મેળવી શકો છો. નો ક્યૂ એપ સાથે જ ગ્રાહકો નજીકની શાખામાં વર્ચ્યુઅલ ટિકિટ મેળવી શકે છે અને પોતાનું સ્ટેટસ પણ જાણી શકે છે. આ રીતે તમે લાઈનમાં ઉભા રહેવાથી છૂટકારો મેળવી શકો છો.

English summary
Top 10 service offered by state bank of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X