For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલેજ સ્ટુડન્ટ્સ માટે ટોપ 10 બિઝનેસ આઈડિયા, ભણવાની સાથે કમાણી કરો

અમે તમારા માટે કેટલાક સ્માર્ટ પાર્ટ ટાઈમ બિઝનેસ આઈડિયાની ટીપ્સ લાવ્યા છીએ. જેને અમલમાં મૂકીને તમે તમારી જરૂરિયાતો તો પૂરી કરી જ શક્શો

|
Google Oneindia Gujarati News

ઉનાળાનું વેકેશન પૂરુ થવા જઈ રહ્યું છે, હવે તમામ વિદ્યાર્થીઓ સ્કૂલ અને કોલેજ સ્ટડીઝ પર ધ્યાન આપશે. પરંતુ જેઓ સ્કૂલમાંથી કોલેજમાં નવા આવ્યા છે, તેમનો ઉત્સાહ આસમાને હશે. જો કે કોલેજનું વાતાવરણ સ્કૂલ કરતા અલગ હોય છે, એટલે જ સ્ટુડન્ટ્સના ખર્ચા પણ વધી જાય છે, કેટલીક વખત પોકેટમની પણ ઓછી પડે છે. એટલે જ અમે તમારા માટે કેટલાક સ્માર્ટ પાર્ટ ટાઈમ બિઝનેસ આઈડિયાની ટીપ્સ લાવ્યા છીએ. જેને અમલમાં મૂકીને તમે તમારી જરૂરિયાતો તો પૂરી કરી જ શક્શો પરંતુ માર્કેટના દાવપેચ પણ શીખી શક્શો. તો પછી રાહ જોયા વગર ચલો જાણી લઈએ ટોપ 10 સ્માર્ટ પાર્ટ ટાઈમ બિઝનેસ આઈડિયા.

બિઝનેસ શરૂ કરતા પહેલા આટલું રાખો ધ્યાન

બિઝનેસ શરૂ કરતા પહેલા આટલું રાખો ધ્યાન

સૌથી પહેલા તમારે એ નક્કી કરવું પડશે કે તમે સ્ટડીઝની સાથે નાનો બિઝનેસ કરી શક્શો કે નહીં. શું તમારી પાસે એટલો સમય છે કે તમે નાનો મોટો બિઝનેસ કરી શક્શો ? જાતને પૂછી લો કે શું તમે એટલા ક્રિએટિવ છો કે જેથી નવો બિઝનેસ શરૂ કરવાની અસર તમારા અભ્યાસ પર ન પડે ? તમારે નવો આઈડિયા વિચારવો પડશે. જો તમે હાયર સ્ટડીઝ કરી રહ્યા હો, તો તેને લગતો વ્યવસાય શોધો. જો સિવિલ સર્વિસિઝની તૈયારી કરી રહ્યા તો ફક્ત તેના પર ધ્યાન આપો. કારણ કે તેનો અભ્યાસ ખૂબ જ એકાગ્રતા અને સમય માગી લે છે. તો નાનો મોટો બિઝનેસ શરૂ કરતા પહેલા આટલું ધ્યાન જરૂર રાખો.

ક્રિએટિવ આર્ટ્સ

ક્રિએટિવ આર્ટ્સ

જો તમે ક્રિએટિવ છો, અને તમને કશુંક બનાવવાની મજા આવે છે, તો ઈન્ટરનેટના માધ્યમથી શણની બેગ બનાવવાનું શીખી શકો છો. આ ઉપરાંત જૂની ટી શર્ટ્સથી બેગ-પિલો કવર બનાવવાનું પણ શીખી શકો છો, અને તને તમારા નાના બિઝનેસ આઈડિયા તરીકે અમલમાં મૂકી શકો છો. પોતાની પ્રોડક્ટ્સને તમે નજીકના બ્યુટિક પર વેચી શકો છો. તેનાથી તમને તમારી પ્રોડક્ટ વેચાશે કે નહીં તેની માહિતી મળશે.

યુટ્યુબ દ્વારા કરો કમાણી

યુટ્યુબ દ્વારા કરો કમાણી

જો તમે યુટ્યુબ દ્વારા કમાણી કરવા ઈચ્છતા હો, તો સૌથી પહેલા એક યુટ્યુબ ચેનલ બનાવો. જે બાદ એક થીમ પસંદ કરો, અને આ થીમ પસંદ કરીને વીડિયો બનાવી અપલોડ કરો. તાજેતરમાં જ યુટ્યુબે પોતાની પોલિસી બદલી છે. આ પોલિસી મુજબ તમારા 1 હજાર સબસ્ક્રાઈબર થાય, તમારો વીડિયો 4 કલાક જેટલો જોવાય તો જ તમને પૈસા મળી શક્શે. આ માટે તમારે એવો વીડીયો બનાવવો જરૂરી છે, જેથી તમને સબસ્ક્રાઈબર્સ અને વ્યુઝ ઝડપથી મળી રહે.

ગિટાર ક્લાસિસ (મ્યુઝિક)

ગિટાર ક્લાસિસ (મ્યુઝિક)

આજકાલ નાના શહેરોમાં પણ યુવાનો ગિટાર શીખવું પસંદ કરે છે. જો તમને ગિટારની બેઝિક કરતા થોડી વધુ માહિતી હોય, તો તમે તમારી આસપાસના લોકોને અઠવાડિયાના પાંચ દિવસ 2 કલાક સુધી ગિટાર શીખવી શકો છો. જેને કારણે તમને પ્રેક્ટિસની સાથે કમાણી પણ થતી રહેશે. આના માટે તમે તમારા શહેરમાં ચાલતા ગિટાર ક્લાસિસની ફી જાણો, અને નેતાથી ઓછી ફીમાં ગિટાર ક્લાસ શરૂ કરી શકો છો.

યોગા-જિમ ક્લાસિસ

યોગા-જિમ ક્લાસિસ

જો તમને યોગાસન કે જીમ વર્ક આઉટ વિશે માહિતી હોય, તો તમે તેને પણ બિઝનેસ તરીકે અપનાવી શકો છો. સારી વાત એ છે કે યોગા કે જીમ માટે આપની પાસે સવારે 5થી 8 વાગ્યાનો સમય હશે, જેને કારણે તમારુ રૂટિન પણ નહીં બગડે. આ કામ તમે અઠવાડિયાના પાંચ દિવસમાં એકથી 2 કલાક સુધી કરી શકો છો.

ટ્યુશન

ટ્યુશન

આ એક એવું કામ છે, જેના વિશે તમને ખાસ જાણકારી નહીં આપવી પડે. જો તમે વિજ્ઞાનના વિદ્યાર્થી હશો તો તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને બાયોલોજી જેવા વિષયોના ટ્યુશન આપી શકો છો. ખાસ કરીને 10મા ધોરણ સુધીના બાળકોને ગણિત ભણાવી શકો છો. અહીં તમને પૈસા પણ મળશે, સાથે જ જે તે વિષય પર તમારી પકડ પણ મજબૂત થશે.

આઈટી સપોર્ટ

આઈટી સપોર્ટ

જો તમને ટેક્નોલોજીમાં રસ છે, તો તમે આ સેક્ટરમાં પાર્ટટાઈમ જોબ કરી શકો છો. આઈટી ઈન્ડસ્ટ્રી સમગ્ર દુનિયામાં ઝડપથી વિક્સી રહેલું સેક્ટર છે, અહીં નોકરીની તક પણ વધારે છે. તમે કોઈ નાની સંસ્થામાં કોમ્પ્યુટર કે પછી આઈટી ટેક્નોલોજીના સાધનો રિપેર કરવાનું કામ કરી શકો છો.

English summary
Top 10 small business idea college going students
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X