For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતની ટોપ 10 ટેક્સટાઈલ કંપનીઓ, જે વિદેશી બ્રાંડને આપે છે ધોબીપછાડ

ભારતની કેટલીક મોટી ટેક્સટાઈલ કંપનીઓ એવી છે જે પોતાના દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટી બ્રાંડ બની ચૂકી છે.

|
Google Oneindia Gujarati News

ભારતની કેટલીક મોટી ટેક્સટાઈલ કંપનીઓ એવી છે જે પોતાના દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ મોટી બ્રાંડ બની ચૂકી છે. આ કંપનીઓનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે. ચલો જાણીએ કઈ છે આ કંપનીઓ.

અરવિંદ લિમિટેડ

અરવિંદ લિમિટેડ

અરવિંદ લિમિટેડની શરૂઆત 1931માં થઈ. આ કંપનીની હેડ ઓફિસ અમદાવાદમાં છે. કંપની ડેનિમ, નીટ અને ગરમ કપડાનું ઉત્પાદન કરે છે. અરવિંદ ભારતની અગ્રગણ્ય ડેનીમ ઉત્પાદક કંપની છે. આ કંપનીની રીટેલ અને ક્લોથિંગ ચેઈન પણ છે.

બોમ્બે ડાઈંગ અને મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ

બોમ્બે ડાઈંગ અને મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ

બોમ્બે ડાઈંગ અને મેન્યુફેક્ચરિંગ કંપની પણ ભારતની અગ્રગણ્ય ટેક્સટાઈલ કંપની છે, જેની શરૂઆત 1879માં થઈ હતી. વાડિયા ગ્રુપની આ કંપની બેડ લીનન, ફર્નિશિંગ અને ટોવેલનું ઉત્પાદન કરે છે.

બોમ્બે રેયન ફેશન લિમિટેડ

બોમ્બે રેયન ફેશન લિમિટેડ

બોમ્બે રેયન ફેશન લિમિટેડ પણ ભારતની એવી અગ્રણી ટેક્સટાઈલ કંપનીમાંની એક છે જે લાઈક્રા, ઉન, ટેનેલ, પોલિસ્ટર જેવી પ્રોડક્ટ્સ બનાવે છે. બોમ્બે રેયનની કપડાના ઉત્પાદનની ક્ષમતા પણ વિશેષ છે. ભારતમાં આ કંપની ઝડપથી વિક્સી રહી છે.

ફેબ ઈન્ડિયા ઓવરસીઝ પ્રાઈવેટ લિમિટેડ

ફેબ ઈન્ડિયા ઓવરસીઝ પ્રાઈવેટ લિમિટેડ

ફેબ ઈન્ડિયા ઓવરસીઝ પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના 1960માં જૉન બિસેલ દ્વારા થઈ હતી. દેશભરમાં સ્ટોર્સ ધરાવતી આ કંપનીની હેડઓફિસ ન્યૂ દિલ્હીમાં છે. આ કંપની ગ્રામીણ વિસ્તારોમાં પણ રોજગારી ઉભી કરે છે. કંપની ભારતમાં રિટેલ બિઝનેસ પણ સફળતાથી કરી રહી છે.

ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સ્થાપના 1948માં મુંબઈમાં થઈ હતી. જેની હેડ ઓફિસ મુંબઈમાં છે. આદિત્ય બિરલા ગ્રુપની કંપની છે. ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ વિશ્વની સૌથી મોટી વિસ્કોસ સ્ટેપલ ફાઈબર બનાવતી કંપની છે. આદિત્ય બિરડા ગ્રુપ ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝની પેરેન્ટ કંપની છે. આ કંપની અનેક દેશમાં પોતાની પ્રોડક્ટની નિકાસ કરે છે.

જેસીટી લિમિટેડ

જેસીટી લિમિટેડ

જેસીટી લિમિટેડ ભારતની અગ્રણી ટેક્સટાઈલ કંપનીઓમાંની એક છે

કર્ણાટક સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

કર્ણાટક સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ

મૈસુર પોતાના સમૃદ્ધ વારસા માટે જાણીતું છે. અહીં સિલ્કનું ઉત્પાદન થાય છે. કર્ણાટક સિલ્ક ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડની સ્થાપના આ વારસાને આગળ વધારવા માટે થઈ હતી. આ કંપની સારી ક્વોલિટીના સિલ્કનું ઉત્પાદન કરે છે અને ભારતભરમાં વેચે છે.આ કંપનીના સિલ્કના તમામ જગ્યાએ વખાણ થાય છે. સિલ્કની ધોતી, પુરુષોની ટાઈ, સલવાર કમીઝ, સિલ્કની સાડી અને કુર્તાની વિસ્તૃત રેન્જ કંપની બનાવે છે.

રેયમન્ડ લિમિટેડ

રેયમન્ડ લિમિટેડ

રેમન્ડ લિમિટેડની શરૂઆત 1925માં થઈ હતી. તેની હેડ ઓફિસ મુંબઈમાં છે. ફેબ્રિક ગારમેન્ટ, ડિઝાઈનર વેર અને ડેનિમમાં કંપનીની વિસ્તૃત રેન્જ છે. રેયમન્ડ ભારતની સૌથી વિશ્વાસ પાત્ર ડેનિમ બ્રાંડ છે. રેમન્ડની ભારત અને વિદેશમાં પણ રેયમન્ડ શોપ છે.

ધ લક્ષ્મી મિલ્સ કંપની લિમિટેડ

ધ લક્ષ્મી મિલ્સ કંપની લિમિટેડ

લક્ષ્મી મિલ્સ કંપનીની સ્થાપના જી કપ્પૂસ્વામી નાયડુ દ્વારા 1910માં થઈ. આ કંપનીની હેડ ઓફિસ તામિલનાડુના કોઈમ્બતુરમાં છે. આ કંપની યાર્ન, ગાર્મેન્ટ્સ, વીવિંગ અને સ્પીનીંગની પ્રોડટ્ક્સ તૈયાર કરે છે. લક્ષ્મી મશીન વર્ક્સ તેની પેરેન્ટ કંપની છે.

વર્ધમાન ટેક્સટાઈલ લિમિટેડ

વર્ધમાન ટેક્સટાઈલ લિમિટેડ

વર્ધમાન ગ્રુપ પંજાબના લુધિયાનાની કંપની છે. તેની સ્થાપના 1965માં લાલા રત્નચંદ ઓસવાલ દ્વારા થઈ હતી. કંપની યાર્ન, ગ્રેજ અને પ્રોસેસ્ડ ફેબ્રિક, સિલાઈના દોરા, એક્રેલિક પાઈબર અને અલોય સ્ટીલ બનાવે છે. વર્ધમાન ગ્રુપે 1962માં વર્ધમાન સ્પીનિંગ એજ જનરલ મિલ્સમાં સામેલ થઈ હતી.

English summary
Top 10 Textile companies in india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X