For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI ગવર્નરની લપડાક બાદ બેંકોએ વ્યાજદરમાં કર્યો ઘટાડો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 એપ્રિલ: આરબીઆઇ ગવર્નરની ફટકાર બાદ બેંકોએ લોનના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. ભલે આરબીઆઇના જણાવ્યા બાદ પરંતુ ચલો દેશની બેંકોએ વ્યાજદરોમાં ઘટાડો તો કર્યો, જેના કારણે લોન ધારકો માટે મોટા રાહતના સમાચાર છે.

દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંક આઇસીઆઇસીઆઇ બેંકે બેસ રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે. હવે આઇસીઆઇસીઆઇ બેંક બેસ રેટ 9.75 ટકા થઇ ગયો છે. આ પહેલા વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત એસબીઆઇએ કરી. એસબીઆઇએ બેસ રેટમાં 0.15 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી અને બેંકનો બેસ રેટ 9.85 ટકા થઇ ગયો છે. જ્યારે એચડીએફસી બેંકે પણ બેસ રેટમાં 0.15 ટકાનો કાપ મૂક્યો છે. એચડીએફસી બેંકનો બેસ રેટ 9.85 ટકા થઇ ગયો છે.

raghuram rajan
એસબીઆઇની ચેરમેન અરૂંધતિ ભટ્ટાચાર્ય અનુસાર હાલની સ્થિતિ જોઇને ગ્રાહકોને વધારેમાં વધારે ફાયદો પહોંચાડવાની કોશીશ કરી છે, આગળ કૉસ્ટ ઓફ ફંડિંગ ઓછું થવાથી રેટ હજી ઘટાડી શકાય છે. જ્યારે એચડીએફસી બેંકના એમડી પરેશ સુકથંકરે જણાવ્યું કે ડિપોઝિટ રેટ ઓછું થવાથી બેસ રેટ ઓછું કરવાની તક મળી છે. પોલિસી રેટ ઓછો કરવાની સીધી અસર વ્યાજદરો પર નથી પડતી. પોલિસી રેટ ઘટવાથી ડિપોઝિટ રેટ ઘટાડવાના સંકેત મળે છે જેનાથી લોન સસ્તી થાય છે.

દેશની ત્રણ મોટી બેંકોએ વ્યાજદરોમાં કપાત કર્યા બાદ પોતાના લોનની ઇએમઆઇમાં પણ ઘટાડો થશે. જો આપે 20 વર્ષ માટે 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી છે અને વ્યાજ દરોમાં 0.25 ટકાનો ઘટાડો થાય છે તો દર મહીને આપના ઇએમઆઇમાં 601 રૂપિયાની બચત થશે. જ્યારે જો આપના વ્યાજદરમાં 0.15 ટકાનો ઘટાડો થાય છે તો એટલી જ લોન પર લગભગ 400 રૂપિયાની બચત થશે.

English summary
The country's top three banks brought down their lending rates following an outburst by Rajan describing as "nonsense" their claim that the cost of funds for banks had not fallen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X