આ છે ટૉપ 5 હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન, 621 રૂપિયાથી પ્રિમિયમની શરૂઆત
છેલ્લા કેટલાક દશકા દરમિયાન મેડિકલ ટેક્નોલોજીમાં મહત્વની પ્રગતિ નોંધાઈ છે. જેની મદદથી હવે એવી બિમારીઓનો પણ ઈલાજ કરી શકાય છે, જે પહેલા શક્ય ન્હોતુ. સતત નવી ટેક્નોલોજી આવવાને કારણે સારવાર પાછળ થનાર ખર્ચ પણ અનેકગણો વધતો જઈ રહ્યો છે. મધ્યમ વર્ગના લોકો માટે આ એક ચિંતાનો વિષય છે. ઓપરેશન, ચિકિત્સા પ્રક્રિયાઓ, દવાઓ અને સારવાર સાથે જોડાયેલા અન્ય ખર્ચાઓ સતત વધતા જવાને કારણે દરેક વ્યકિતએ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન જરૂર લેવો જોઈએ.

જાણકારોની સલાહ
આવો જાણીએ કેટલીક હેલ્થ ઈન્સ્યોરન્સ યોજનાઓ વિશે અને તેમના લાભ સાથે તે માટે ભરાતા પ્રિમિયમ વિશે. ઈન્સ્યોરન્સ સેક્ટરના જાણકારો અને કંપેયરપૉલીસી ડૉટ કોમના સીઈઓ સુભાષ નાગપાલના જણાવ્યા અનુસાર આજના જમાનામાં દરેક વ્યકિત પાસે એક સારી હેલ્થ પૉલીસી હોવી જોઈએ. જો કે સારી હેલ્થ પૉલીસી પસંદ કરવી એક અઘરું કામ છે. જેથી અહીં અમે તમને જણાવિશું 5 ટૉપ હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલીસી કઈ છે અને તેમાં કઈ કઈ સુવિધાઓ મળે છે.

એચડીએફસી એગ્રો સુરક્ષા સિલ્વર પ્લાન
આ પૉલીસી ખર્ચની ચિંતા કર્યા વિના ચિકિત્સા ઉપચાર માટે ડિઝાઈન કરાઈ છે. આ પૉલીસીમાં હૉસ્પિટલમાં કોઈ પણ રૂમ પસંદ કરવાની આઝાદી છે. સાથે જ તેમાં માતૃત્વ અને ગંભીર બિમારીનું પણ કવર મેળવવાનો વિકલ્પ મળે છે. 621 રૂપિયા પ્રતિ માસનો ખર્ચ કરી તમે આ પૉલીસી ખરીદી શકો છો.
આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન માટે પ્રમિયમની ગણના 2 વયસ્કો(મોટા સભ્યની ઉમંર 30 વર્ષ) કરાઈ છે. આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં 1 વર્ષના પૉલીસી સમયગાળા સાથે 5 લાખ રૂપિયાનું ઈન્સ્યોરન્સ કવર 1 છે.

એચડીએફસી એગ્રો હેલ્થ સુરક્ષા સિલ્વર પ્લાનના ફાયદા
-હૉસ્પિટલમાં દાખલ થયા બાદ થનારા ખર્ચા જેવા કે રૂમનું ભાડુ, ઓપરેશન થિયેટર ચાર્જ, આઈસીયુ ચાર્જ વગેરે આ પૉલીસીમાં કવર છે.
-144 દિવસ સુધીની ડે કેયર પ્રક્રિયાઓ કવર હોય છે.
-ઓર્ગન ડોનરની ટ્રીટમેન્ટ પર આવનારો ખર્ચ પણ કવર હોય છે.
-ઘરે લેવાતી ડૉમિસિલિયરી હૉસ્પિટલાઈઝેશન કવર હોય છે.
-હૉસ્પિટલમાં દાખલ થયાના 60 દિવસ પહેલા સુધીનો પ્રિ-હૉસ્પિટલ ખર્ચ કવર હોય છે.
-હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયાના 90 દિવસ સુધીનો પોસ્ટ-હૉસ્પિટલાઈઝેશન ખર્ચ પણ કવર હોય છે.
-ઉપરાંત આયુષ ઉપચાર માટે થતા ખર્ચા ચૂકવવાપાત્ર છે.

રેલિગેયર કેયરનો હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન
આ એક વ્યાપક હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન છે જે તમને અને તમારા કુટુંબને અચાનક આવી ગયેલા ચિકિત્સા ખર્ચાથી બચાવે છે. આ યોજના બેઝિક અને વેલ્યુ એડેડ હેલ્થ કવર પ્રદાન કરે છે. આ યોજના એક વ્યકિત કે આખા કુટુંબ માટે ખરીદી શકાય છે. આ પૉલીસી પ્રતિ માસ માત્ર 845 રૂપિયાની ભરપાઈ કરી ખરીદી શકાય છે.
આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન માટે પ્રિમિયમની ગણના 2 વયસ્કો(મોટાઓની ઉમંર 30 વર્ષ) માટે રખાઈ છે. આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં 1 વર્ષના પૉલીસી સમયગાળા સાથે 5 લાખ રૂપિયાનું ઈન્સ્યોરન્સ કવર 1 છે.

રેલિગેયર કેયર હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનના ફાયદા
-હૉસ્પિટલમાં સારવાર દરમિયાન રૂમનું ભાડું, નર્સિંગ ખર્ચ, ડૉક્ટરની ફી, દવાઓનો ખર્ચ કવર છે.
-હૉસ્પિટલમાં દાખલ થયાના 30 દિવસ પહેલા સુધીનો પ્રિ-હૉસ્પિટલાઈઝેશન ખર્ચ કવર કરવામાં આવે છે.
-હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયાના 60 દિવસ બાદ સુધીનો પોસ્ટ-હૉસ્પિટલાઈઝેશન ખર્ચ કવર કરાયો છે.
-170 દિવસ સુધી આ પ્રક્રિયાઓને કવર કરવામાં આવે છે, જેમાં 24 કલાકથી ઓછા સમય માટે હૉસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે.
-ઘરે લેવાતી ડૉમિસિલિયરી હૉસ્પિટલાઈઝેશનમાં સમ અશ્યોર્ડનું 10 ટકા સુધીનું કવર કરાય છે.

મૈક્સ બૂપાનો હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન કંપૈનિયન
આ પ્લાનમાં તમારા અને તમારા કુટુંબ માટે સંપૂણ હેલ્થ કવર મળે છે. સાથે જ આ પ્લાનમાં તમે કેશલેશ મેડિકલ સુવિધાઓ અને ઝડપી ક્લેમ સેટલમેન્ટ જેવી સુવિધઆઓનો લાભ મેળવી શકો છો. તમે આ હેલ્થ પ્લાન 917 રૂપિયા પ્રતિ માસ આપી ખરીદી શકો છો.
આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન માટે પ્રમિયમની ગણના 2 વયસ્કો(મોટાઓની ગણના 30 વર્ષ) માટે રખાઈ છે. આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં 1 વર્ષના પૉલીસી સમયગાળા સાથે 5 લાખ રૂપિયાનું ઈન્સ્યોરન્સ કવર 1 છે.

મૈક્સ બૂપાના હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન કંપેનિયનના મુખ્ય ફાયદા
-આ પૉલીસી હૉસ્પિટલના ખર્ચાને કવર કરે છે. સાથે જ તેમાં રૂમના ભાડાની કોઈ સીમા નથી.
-હૉસ્પિટલમાં દાખલ થયાના 30 દિવસ પહેલા અને રજા લીધાના 60 દિવસ પછી સુધીનો હૉસ્પિટલાઈઝેશન ખર્ચ કવર થાય છે.
-તમામ ડે કેયર પ્રોસિજર-સર્જરી કવર થાય છે.
-અંગદાન પહેલા ઓર્ગન ડોનરનો સારવાર ખર્ચ કવર થાય છે.

સ્ટાર હેલ્થ ફેમેલી ઓપ્ટિમા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન
આ પ્લાન અફોર્ડેબલ પ્રમિયમ પર ફેમેલી હેલ્થ કવર પ્રદાન કરે છે. આ પ્લાન લેવાથી તમને સંપૂર્ણ કવર મળે છે. સાથે તમને તમારા અને તમારા પરિવારના મેડિકલ બીલની ચિંતા કરવાની રહેતી નથી. 973 રૂપિયા પ્રતિ માસનો ખર્ચ કરી તમે આ પ્લાન ખરીદી શકો છો.
આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન માટે પ્રિમિયમની ગણના 2 વયસ્કો(મોટા સભ્યોની ઉંમર 30 વર્ષ)માટે રાખવામાં આવી છે. આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં 1 વર્ષના પૉલીસી સમયગાળા સાથે 5 લાખ રૂપિયાનું ઈન્સ્યોરન્સ કવર 1 છે.

સ્ટાર હેલ્થ ફેમેલી ઓપ્ટિમા હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનના ફાયદા
-તમામ ડે કેયર પ્રક્રિયાઓ કવર હોય છે.
-હૉસ્પિટલમાં દાખલ થયાના 60 દિવસ પહેલા અને ડિસ્ચાર્જ થયા બાદ 90 દિવસ સુધીનો હૉસ્પિટલાઈઝેશન ખર્ચ કવર હોય છે.
-ઘરે લેવાયેલ ડૉમિસિલિયરી હૉસ્પિટલાઈઝેશન કવર હોય છે.
-પૉલીસીમાં લખેલી મર્યાદા સુધી ઓર્ગન ડોનરનો ખર્ચ કવર હોય છે.

એક્ટિવ હેલ્થ એસેંશિયલ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન
આદિત્ય બિરલા ગ્રુપની આ હેલ્થ પૉલીસી તમારા આરોગ્યની દેખરેખ માટે તમામ જરૂરી કવર પ્રદાન કરે છે. આ પૉલીસી વ્યાપક કવરેજ પ્રદાન કરે છે અને તમારુ સારુ સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે પુરસ્કૃત પણ કરે છે. તેનાથી તમને મધુમેહ, કોલેસ્ટ્રોલ, બી.પી અને અસ્થમા જેવી જૂની બિમારીઓ માટે પણ કવર મળે છે. 833 રૂપિયાના માસિક ખર્ચ સાથે તમે આ પૉલીસી ખરીદી શકો છો.
આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન માટે પ્રમિયમ ગણના 2 વયસ્કો(મોટા સભ્યોની ઉંમર 30 વર્ષ)માટે કરાઈ છે. આ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનમાં 1 વર્ષના પૉલીસી સમયગાળા સાથે 5 લાખ રૂપિયાનું ઈન્સ્યોરન્સ કવર 1 છે.

એક્ટિવ હેલ્થ એસેંશિયલ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનના ફાયદા
-હૉસ્પિટલમાં દાખલ થયા બાદ રૂમનું ભાડું, ઓપરેશન થિયેટર ચાર્જ, ડૉક્ટરની ફી વગેરે આ પૉલીસીમાં કવર છે.
-હૉસ્પિટલમાં દાખલ થયાના 30 દિવસ પહેલા અને ડિસ્ચાર્જ થયા બાદ 60 દિવસ સુધી થનારો ખર્ચ કવર છે.
-527 દિવસ સુધી આવી દેખભાળ પ્રક્રિયાઓ કવર હોય છે, જેમાં 24 કલાકથી ઓછા સમય માટે હૉસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે.
-પૉલીસીમાં દર્શાવેલ શરતો પ્રમાણે ઘરે લેવાયેલ ડૉમિસિલિયરી હૉસ્પિટલાઈઝેશન કવર હોય છે.
(નોટ-આ લેખમાં કેટલીક પસંદગીયુક્ત પૉલીસીઓનો ઉલ્લેખ માત્ર ઉદાહરણ માટે કરાયો છે. આ પૉલીસીઓ ઉપરાંત પણ તમે તમારા અનેતમારા પરિવાર માટે અન્ય ઈન્સ્યોરન્સ પૉલીસી સ્કીમ સમજી તેને લઈ શકો છો.)
સારા સમાચાર: પીએફ એકાઉન્ટ ધારકોને વધારે વ્યાજ મળશે