For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PPFમાં રોકાણ કરતા પહેલા આ 5 ગેરલાભ અવશ્ય ગણતરીમાં લો

|
Google Oneindia Gujarati News

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ કે પીપીએફ (PPF) ભારતમા રોકાણનું સૌથી લોકપ્રિય સાધન છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે તે સૌથી વધારે કર બચત કરે છે. તે આપને ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80C હેઠળ કર બચત કરાવે છે. આ ઉપરાંત તેનું વ્યાજ પણ કરમુક્ત છે. આમ છતાં પીપીએફના કેટલાક ગેરલાભ છે. તે જાણવા જરૂરી છે.

રોકાણકારોએ પીપીએફમાં રોકાણ કરતા પહેલા આ ગેરલાભ જાણ્યા બાદ રોકાણ કરવાનો નિર્ણય લેવો જોઇએ...

7 વર્ષ સુધી ઉપાડ નહીં

7 વર્ષ સુધી ઉપાડ નહીં


પીપીએફમાં આપના નાણાની તરલતા રહેતી નથી. કારણ કે આપ સાત વર્ષ પૂરા ના થાય ત્યાં સુધી પીપીએફની રકમ ઉપાડી શકતા નથી. આ તેનો સૌથી મોટો ગેરલાભ છે. બીજી મહત્વની બાબત એ છે કે સાત વર્ષ પૂરા થયા બાદ પણ આપ કુલ રોકાણની માત્ર 50 ટકા રકમ ઉપાડી શકો છો. પીપીએફ પર 3 વર્ષ બાદ લોન મળી શકે છે. જો આપની પાસે મોટી રકમ પડી રહી હોય ત્યારે તેમાં રોકાણ કરવું જોઇએ.

PPFમાં HUF અને ટ્રસ્ટ રોકાણ કરી શકતા નથી

PPFમાં HUF અને ટ્રસ્ટ રોકાણ કરી શકતા નથી


પહેલાના સમયમાં પીપીએફમાં હિન્દુ સંયુક્ત કુટુંબ અને ટ્રસ્ટ રોકાણ કરી શકતા હતા. હવે આ સુવિધા પાછી ખેંચી લેવામાં આવી છે. આ કારણે HUFs અને ટ્રસ્ટોએ રોકાણ માટે અન્ય વિકલ્પ શોધવા પડે છે.

પીપીએફમાં જોઇન્ટ એકાઉન્ટ માન્ય નહીં

પીપીએફમાં જોઇન્ટ એકાઉન્ટ માન્ય નહીં


પીપીએફમાં જોઇન્ટ એકાઉન્ટ માન્ય નથી. સિવાય કે આપ માઇનર સાથે એકાઉન્ટ ખોલાવો. જો કે તેમાં નોમિનેશનની સુવિધાઓ છે. લાંબા ગાળાનું રોકાણ હોવાને પગલે તેમાં નોમિનેશલ હોવું જરૂરી છે.

NRIs નવું PPF ખાતુ ખોલાવી શકતા નથી

NRIs નવું PPF ખાતુ ખોલાવી શકતા નથી


NRIs તેમનું જુનું ખાતું ચાલુ રાખી શકે છે. જેનો તેમને ટેક્સ બેનિફિટ પણ મળે છે. પરંતુ તેઓ નવું ખાતું ખોલાવી શકતા નથી.

PPF પર મર્યાદા

PPF પર મર્યાદા


આપ દર વર્ષે પીપીએફમાં મહત્તમ રૂપિયા 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકો છો. બજેટ 2014-15માં આ મર્યાદા 1 લાખથી વધારીને 1.5 લાખ કરવામાં આવી હતી.

English summary
5 disadvantages of the PPF you must consider before investing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X