આ છે ઇન્કમ ટેક્સ બચાવતી ટોપ 5 ELSS સ્કીમ્સ
ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ્સ (ઇએલએસએસ - ELSS) એવી ટેક્સ સેવિંગ સ્કીમ્સ છે જે ઇન્કમ ટેક્સની કલમ 80સી હેઠળ ટેક્સ બેનિફિટ આપે છે. આ કર બચત રોકાણ સાધનમાં રોકાણ કર્યા બાદ ત્રણ વર્ષનો લોક ઇન પીરિયડ ફરજિયાતપણે પૂરો કરવો પડે છે. મહત્વની બાબત એ છે કે તેમાં મોટા ભાગનું રોકાણ સ્ટોક્સમાં કરવામાં આવતું હોવાથી તેમાં અન્ય કર બચત રોકાણની સરખામણીમાં ઊંચું વળતર મળવાની સંભાવના રહેલી છે.
અહીં અમે રોકાણ માટે સારી કહી શકાય તેવી કેટલીક ELSS સ્કીમ્સ અંગે વાત કરી રહ્યા છીએ. જો કે આગળ વિગતો મેળવો એ પગેલા ખાસ નોંધ લેવી જોઇએ કે ઇએલએસએસમાં અન્ય ટેક્સ બચત રોકાણ સાધનોની જેમ હંમેશા સારું વળતર મળશે તેવી ખાતરી આપવામાં આવતી નથી.

એક્સિસ લોંગ ટર્મ ઇક્વિટી ફંડ - ગ્રોથ
છેલ્લા એક વર્ષમાં ફંડે 70 ટકાનું રિટર્ન આપ્યું છે. ફંડની નેટ એસેટ વેલ્યુ 29.22ની આસપાસ છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષનું સરેરાશ રિટર્ન 37 ટકા છે. ફંડના પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ માટે કેટલાક સારા સ્ટોક્સ છે.

DSPBR ટેક્સ સેવર ફંડ - રેજ (G)
DSPBR ટેક્સ સેવર ફંડ - રેજ (G)માં વાર્ષિક રૂપિયા 1.5 લાખ સુધીનું રોકાણ કરી શકાય છે. તેનું એનએવી રૂપિયા 31.22 છે. છેલ્લા એક વર્ષમાં ફંડે 55 ટકાનું વળતર આપ્યું છે.

HDFC લોંગ ટર્મ એડવાન્ટેજ ફંડ (G)
HDFC લોંગ ટર્મ એડવાન્ટેજ ફંડ (G) એ ELSS કેટેગરીમાં સ્ટાર પરફોર્મર છે. છેલ્લા એક વર્ષમાં ફંડે શેરમાર્કેટની તેજીને કારણે શાનદાર રિટર્ન આપ્યું છે. તેની એનએવી રૂપિયા 23.85 છે.

HSBC ટેક્સ સેવર ઇક્વિટી ફંડ (G)
HSBC ટેક્સ સેવર ઇક્વિટી ફંડ (G) ફંડ દ્વારા છેલ્લા એક વર્ષમાં 54 ટકાનું રિટર્ન આપવામાં આવ્યું છે. કંપનીના પોર્ટફોલિયોમાં ઘણા સારા બ્લયુચિપ શેર્સ છે. તેની એનએવી રૂપિયા 26.70 છે.

રેલિગેર ઇન્વેસ્કો ટેક્સ પ્લાન (G)
રેલિગેર ઇન્વેસ્કો ટેક્સ પ્લાન (G) ફંડે છેલ્લા એક વર્ષમાં 56 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ 29 ટકા વળતર આપ્યું છે.