2015માં રોકાણ કરવા માટે ટોપ 5 મિડકેપ શેર્સ
અલવિદા કહીને ચાલતા થનારા વર્ષ 2014ના પડઘા નવા વર્ષ 2015માં પણ માર્કેટના કાને અથડાતા રહેશે તેવું અનુમાન માર્કેટ એક્સપર્ટ્સ લગાવી રહ્યા છે. આવી જ આશાએ એફઆઈઆઈ બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગને 2015માં રોકાણ કરવા માટે ટોપ મિડકેપ સ્ટૉક્સની યાદી જાહેર કરી છે.
આ ટોપ મિડકેપ શેર્સ કયા છે તે જાણવા આગળ ક્લિક કરો...

1. એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ
એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સના 20% ના દર વધવાના અનુમાન આવી રહ્યા છે. ત્યાર બાદ કંપનીના માર્જિનમાં ઘણો સુધારો દેખાય રહ્યો છે જે એક ફાયદાકારક માની શકાય. વ્યાજદરમાં સતત ઘટાડો તેનાથી પણ ફાયદો મળી શકે છે.

2. ઈન્ડિયન હોટેલ્સ
ટુરિઝ્મ, બિઝનેસ ગતિવિધિઓને વધારવાથી ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે. ટુરિઝમ પર સરકારની યોજનાથી ઈન્ડસ્ટ્રીમાં મોટા ફેરફાર થશે એમ માનવામાં આવે છે. ઑનલાઈન વિઝાથી પણ ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે. ઈન્જસ્ટ્રીમાં સપ્લાઈનું દબાણ હટતાં સારો ફાયદો થઈ શકે એમ છે.

3. કોક્સ ઍન્ડ કિંગ્સ
ટુરિઝ્મ, બિઝનેસ ગતિવિધિઓના વધવાથી બિઝનેસ સુધરશે. બેલેન્સ શીટમાં સુધારો થઈ રહ્યો છે. ગ્રોથ આઉટલુકમાં સુધાર થયો છે. યુકે બિઝનેસના લિસ્ટિંગથી મધ્યમ ગાળે ફાયદો થઇ શકે છે.

4. ઑબરોય રિયલ્ટી
મુંબઈના રેસિડેન્શિયલ માર્કેટમાં ઑબેરોય રિયલ્ટી સૌથી મજબૂત સ્થિતિમાં છે. મુંબઈમાં રિયલ્ટી માર્કેટના ફાયદા માટે કંપનીનું આગળપડતું સ્થાન છે. મુંબઈના રિયલ્ટી માર્કેટ સેન્ટિમેન્ટ સુધરવાથી કંપનીને ફાયદો થશે.

5. સીઈએસસી
હલ્દિયા પ્લાન્ટનું કામ પૂરું થાય પછી આવકમાં તેજી જોવા મળી શકે.

6. પિડિલાઈટ
ઈનપુટના ભાવમાં ઘટાડાને કારણે આવક કે માર્જિનમાં સારો ઉછાળો દેખાઈ શકે છે.