For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ છે ભારતના 5 બેસ્ટ ટેક્સ સેવિંગ સાધનો

|
Google Oneindia Gujarati News

ઓક્ટોબર મહિનો એટલે નાણાકીય વર્ષનો વચગાળાનો મહિનો. આમ છતાં કેટલાક લોકો અત્યારથી જ કર બચત માટે આયોજન શરૂ કરે છે. કર બચત માટે માર્કેટમાં ઉપલબ્ધ સાધનો દ્વારા ઇન્કમ ટેક્સની કલમ 80સી હેઠળ રૂપિયા 1.5 લાખ સુધીની કર બચત કરી શકાય છે.

અમે અહીં માર્કેટમાં બેસ્ટ છે તેવા 5 ટેક્સ સેવિંગ સાધનો અંગે માહિતી આપી રહ્યા છીએ. આ માહિતી વાંચવા આગળ વાંચો...

invest-8

પબ્લિક પ્રોવિડન્ડ ફંડ
પબ્લિક પ્રોવિડન્ડ ફંડ બે કારણોથી બેસ્ટ ટેક્સ સેવિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કારણ કે તે 80સી હેઠળ કર બચત કરે છે સાથે તેનું વ્યાજ પણ કરમુક્ત છે. તેનો અવગુણોમાં તેનો લોક ઇન પીરિયડ અને ટ્રસ્ટ્સ તથા એનઆરઆઇ માટે રોકાણ શક્ય નહીં હોવાના છે.

બેંક ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ
બેંકોની ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ પીપીએફ કરતા વધારે વળતર આપે છે. પણ તેનું વ્યાજ કરપાત્ર છે.

ELSS ફંડ
ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ (ELSS) કલમ 80સી હેઠળ કરલાભ આપે છે. જો કે તેનું જોખમ એ છે કે ELSS ઇક્વિટીમાં રોકાણ કરે છે. આ કારણે આપના રોકાણ સહીસલામત રહેશે કે નહીં તેની ખાતરી મળી શકતી નથી. જો કે ELSS પીપીએફ અને બેંક ડિપોઝિટ કરતા વધારે વળતર આપે છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
નેશનલ સેવિંગ સર્ટિફિકેટમાં પીપીએફ જેટલું જ વ્યાજ મળે છે. જો કે તેનું વ્યાજ કરપાત્ર છે.તેનો લોક ઇન પીરિયડ તેનો અવગુણ છે.

લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ
લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ આપને કર બચતની સાથે જીવન સુરક્ષા પ્રદાન કરે છે.

English summary
Top 5 Tax Saving Instruments That You Could Consider in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X