For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બચત કરવા માટે જરૂરી છે આ ટિપ્સ

જો તમારા માટે પૈસાની બચત કરવી અશક્ય છે, તો તમારે તમારા ખર્ચ પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમારી પાસે બચત કરવા માટે યોગ્ય આયોજન છે તો બચત કરવી સરળ છે.

|
Google Oneindia Gujarati News

જો તમારા માટે પૈસાની બચત કરવી અશક્ય છે, તો તમારે તમારા ખર્ચ પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમારી પાસે બચત કરવા માટે યોગ્ય આયોજન છે તો બચત કરવી સરળ છે. કેટલાક નિયમોનું પાલન કરવાથી અને ખર્ચા ઓછા કરવાથી તમે બચત કરી શકો છો. અહીં અમે તમને કેટલીક એવી સેવિંગ ટિપ્સ આપીશું જે ફાયદાકારક છે.

આ પણ વાંચો: દેશના 50 ટકા એટીએમ આવનારા 4 મહિનામાં બંધ થઇ જશે

પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ જાણો

પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ જાણો

સૌથી પહેલા તમારે તમારી જરૂરિયાતો અને ઈચ્છાઓ વચ્ચેનું અંતર સમજવું પડશે. જો કોઈના ઘરના કોઈ સભ્યનો જન્મદિવસ હોય તો તેને જરૂરિયાત પ્રમાણે જ ગિફ્ટ આપો આપો. ફક્ત દેખાડા માટે મોંઘી ગિફ્ટ ન આપો. જો તમારી પાસે ઓછું બજેટ છે તો સસ્તી ગિફ્ટ આપવામાં સંકોચ ન કરો. જો તમને હંમેશા કંઈનું કંઈ ખરીદવાની કે મેળવવાની ઈચ્છા થતી હોય તો તમારે તે ઈચ્છા કંટ્રોલ કરવી જરૂરી છે.

સેવિંગ પ્લાનને ન ટાળો

સેવિંગ પ્લાનને ન ટાળો

જી હાં, તમારી બચત યોજનાઓને ટાળવાનું બંધ કરો. ઝડપથી કોઈ બચત યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરો. રોકાણ માટે તમે આરડી એકાઉન્ટ, એફડી કે મ્યુચ્યુઅલ ફંડથી શરૂઆત કરી શકો છો. SIP પણ રોકાણ માટેનો ઉત્તમ વિકલ્પ છે. આ બચત યોજનાઓમાં તમે એક બાદ એક રોકાણ કરશો તો દર મહિને તેની આદત પડશે. અને તમારી કમાણીનો એક હિસ્સો આ યોજનાઓમાં જ જશે.

નાણાકીય જરૂરિયાતો પર કામ કરો

નાણાકીય જરૂરિયાતો પર કામ કરો

બચત અને રોકાણ જ એક નાણાકીય લક્ષ્ય બનાવે છે. જ્યારે તમે નાણાકીય આયોજન કરો છો ત્યારે આ આદતો તમારા ટાર્ગેટને પૂરો કરવામાં મદદ કરે છે. સારી રીતે બનાવાયેલો પ્લાન હંમેશા તમને લક્ષ્ય સુધી પહોંચાડવામાં દમદ કરે છે. જો તમારી પાસે યોગ્ય નાણાકીય આયોજન છે તો તમે સારી આર્થિક પરિસ્થિતિ મેળવી શકો છો.

દાખલા તરીકે જો તમે આગામી પાંચ વર્ષમાં કાર ખરીદવા ઈચ્છો તો તેના માટે અત્યારથી જ બચત કે રોકાણ કરવાનું શરૂ કરો. હાલના મોડલની કિંમતની તપાસ કરો અને જરૂરી રકમ ભેગી કરવાની શરૂઆત કરો.

જાત પર ખર્ચનું દબાણ ન લાવો

જાત પર ખર્ચનું દબાણ ન લાવો

ક્યારેય આવક કરતા વધુ ખર્ચ ન કરો. કારણ કે એક સમય એવો આવશે જ્યારે તમારા ખર્ચા તો વધી ગયા હશે પરંતુ તમારી આવક મર્યાદિત હશે. આવી સ્થિતિમાં તમને સ્ટ્રેસ વધી શકે છે. એટલે પોતાની જાત પર ખર્ચા કરવાનું દબાણ ન ઉભુ કરો.

મનોરંજન પાછળ ઓછો ખર્ચ કરો

મનોરંજન પાછળ ઓછો ખર્ચ કરો

ફ્રેશ થવા માટે મનોરંજન જરૂરી છે, પરંતુ તમારે તે તમારી બચતને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ. બહારથી જમવાનું બંજાવવું, દર અઠવાડિયે પિક્ચર જોવા જવું અને હરવા ફરવાનું કંટ્રોલ કરવું જોઈએ.

ખર્ચા ઓછા કરો

ખર્ચા ઓછા કરો

દર ત્રીજા મહિને તમારા ખર્ચ પર નજર નાખો. તેનાથી જાણી શકાશે કે પૈસા ક્યાં અને કેટલા ખર્ચાઈ રહ્યા છે. ખર્ચાનું લિસ્ટ બનાવો અને તેના પર વિચાર કરો. તેનાથી તમારા ખર્ચા ઓછા થશે.

English summary
tips which can help you in savings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X