For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોસ્ટ ઓફિસમાંની 9 ખાસ બચત યોજના, જાણો કેટલું વ્યાજ મળશે

દેશમાં પોસ્ટ ઓફિસમાં જુદા જુદા પ્રકારના સેવિંગ્સ અકાઉન્ટ ખોલવાની સુવિધા મળે છે. પોસ્ટ ઓફિસમાં લગભગ 9 પ્રકારની બચત યોજનાઓ ચાલે છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં પોસ્ટ ઓફિસમાં જુદા જુદા પ્રકારના સેવિંગ્સ અકાઉન્ટ ખોલવાની સુવિધા મળે છે. પોસ્ટ ઓફિસમાં લગભગ 9 પ્રકારની બચત યોજનાઓ ચાલે છે. ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ indiapost.gov.in મુજબ પોસ્ટ ઓફિસમાં સેવિંગ સ્કીમ પર 4 ટકાથી લઈને 8.3 ટકા સુધીનું વ્યાજ મળી રહે છે. પોસ્ટ ઓફિસ્માં બચત યોજનામાં રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ્ડ ડિપોઝિત, માસિક આવક યોજના, વરિષ્ઠ નાગરિક બચત યોજના, 15 વર્ષીય સાર્વજનિક પ્રોવિડન્ટ ફંડ અકાઉન્ટ, રાષ્ટ્રીય બચત પ્રમાણ પત્ર, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ ખાતા સામેલ છે, જેમાં 6.6 ટકાથી લઈ 8.3 ટકા સુધીનું વ્યાજ મળી શકે છે.

આ પણ વાંચો: વીમા પૉલિસીને વચ્ચે જ છોડી દીધી છે, તો થઈ શકે છે આ નુકસાન

પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ

પોસ્ટ ઓફિસ ફિક્સ્ડ ડિપોઝિટ

આ સેવિંગ સ્કીમમાં ચાર પ્રકારના કાર્યકાળમાં રોકાણ કરી શકાય છે, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ અને પાંચ વર્ષ. એક વર્ષની એફડી પર 6.6 ટકાના દરથી વ્યાજ મળે છે. બે વર્ષની એફડી પર 6.7 ટકાના દરે વ્યાજ મળે છે. ત્રણ વર્ષની એફડી પર 6.9 ટકા અને પાંચ વર્ષની એફડી પર 7.4 ટકાના દરે વ્યાજ મળે છે. પાંચ વર્ષની એફડી પર આવકવેરા અધિનિયમ 80 સી અંતર્ગત છૂટછાટ પણ મળે છે.

રિકરિંગ ડિપોઝિટ

રિકરિંગ ડિપોઝિટ

રિકરિંગ ડિપોઝિટમાં 10 રૂપિયા પ્રતિ માસ જેટલી નાની રકમથી પણ રોકાણ કરી શખાય છે. આ ખાતામાં જમા રકમ પર 6.9 ટકાના દરે વ્યાજ મળે છે. તો આ બચત યોજનામાં એક વર્ષ બાદ 50 ટકા રકમ ઉપાડવાની પણ સુવિધા છે.

મંથલી સેવિંગ સ્કીમ

મંથલી સેવિંગ સ્કીમ

આ ખાતામાં કોઈ પણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. આ ખાતામાં જમા રકમ પર 7.3 ટકાના દરે વ્યાજ મળે છે. જેમાંથી એક ખાતામાં વધુમાં વધુ 4.5 લાખ અને જોઈન્ટ ખાતામાં 9 લાખ રૂપિયાની મર્યાદા સુધી રોકાણ કરી શકાય છે. આ ખાતાને ટ્રાન્સફર પણ કરી શકાય છે.

કિસાન વિકાસ પત્ર

કિસાન વિકાસ પત્ર

આ યોજનામાં જમા કરેલી રકમને અઢી વર્ષ બાદ ઉપાડી શકાય છે. કિસાન વિકાસ પત્રમાં 7.3 ટકાના દરે વાર્ષિક વ્યાજ મળી રહે છે. આ યોજનામાં રોકેલી રકમ 118 મહિના એટલે કે 9 વર્ષ 10 મહિના બાદ બમણી થઈ જાય છે.

15 વર્ષીય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

15 વર્ષીય પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

આ ખાતામાં 100 રૂપિયા દ્વારા પણ રોકાણ કરી શકાય છે. જેમાં એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ એક લાખ રૂપિયા સુધીના રોકાણ પર લાભ મળે છે. તેમાં જમા રકમ પર 7.6 ટકાના દરે વ્યાજ મળી રહે છે. ખાતાધારકોએ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 અને વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા જમા કરાવી શકે છે. આ ખાતાનો મેચ્યોરિટી પિરીયડ 15 વર્ષનો છે.

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ

નેશનલ સેવિંગ સર્ટિફિકેટ યોજનામાં વાર્ષિક 8 ટકાના દરથી વ્યાજ મળે છે. જેમાં લઘુત્તમ 100 રૂપિયા કે તેથી વધુના સર્ટિફિકેટ ખરીદી શકાય છે. પહેલા આ યોજનામાં રોકાણ કરવા પર વાર્ષિક 7.6 ટકાના વ્યાજ દર પર વળતર મળતું હતું.

સુકન્યા સમૃદ્ધિ ખાતું

સુકન્યા સમૃદ્ધિ ખાતું

આ ખાતામાં એક વર્ષમાં ઓછામાં ઓછા 1 હજાર અને વધુમાં વધુ 1,50,000 રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. આ ખાતું પુત્રીના જન્મના 10 વર્ષ સુધીમાં ખોલાવી શકાય છે. આ ખાતામાં જમા રકમ પર 8.5 ટકાના દરે વ્યાજ મળી રહે છે. પુત્રીને 21 વર્ષ થાય ત્યારે આ ખાતુ બંધ થઈ જાય છે.

English summary
post office's nine best investment schemes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X