• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ટ્રાઇએ કરી ઘોષણાઃ ફ્રી નહીં સસ્તું થશે રોમિંગ

|

નવી દિલ્હી, 17 જૂનઃ દેશભરમાં રોમિંગ સેવા નિશુલ્ક કરવાના સરકારના નિર્ણયથી કંપનીઓને થોડીક રાહત આપતા ટ્રાઇએ તેમને એક જૂલાઇથી એક નિશ્ચિત રકમ લેવાની છૂટછાટ આપવાની ઘોષણા કરી છે.

સરકારે નવી દૂરસંચાર નીતિની ઘોષણા કરતા રોમિંગ સેવાને સંપૂર્ણપણે શુલ્ક મુક્ત કરવાનો પ્રસ્તાવ કર્યો હતો, પરંતુ ટ્રાઇએ સોમવારે કહ્યું કે, હાલની સ્થિતિમાં આ પગલું ઉઠાવવુંએ વ્યવહારિક નહીં હોય, કારણ કે આમ કરવાથી કંપનીઓ પોતાની લાગતને પૂરી નહીં કરી શકે. હાલ ઓપરેટર રોમિંગ માટે ઉપભોક્તાથી વધારે શુલ્ક વસુલે છે. કંપનીઓએ રોમિંગ સેવા નિશુલ્ક આપવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. નિયામક સંસ્થાએ તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કર્યો છે. ટ્રાઇના નિર્ણય અનુસાર એક જૂલાઇથી મોબાઇલ ઉપભોક્તાએ રોમિંગ માટે એક નિશ્ચિત રાશી ચુકવવી પડશે.

ટ્રાઇએ રોમિંગના વધારે શુલ્કને ઓછા કરી દીધા છે. રોમિંગ દરમિયાન કોલ કરવા પર અધિકતમ શુલ્ક 1.40 રૂપિયાથી ઘટાડીને એક રૂપિયા કરી દીધા છે. રોમિંગ દરમિયાન એસટીડીમાં અધિકતમ 2.40 પૈસા પ્રતિ મિનિટથી ઘટાડીને 1.50 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

આ રીતે આવનારી રોમિંગ કોલ માટે ઉપભોક્તાઓએ માત્ર 75 પૈસા પ્રતિ મિનિટ ચૂકવવા પડશે. અત્યારસુધી આ શુલ્ક 1.75 રૂપિયા પ્રતિ મિનિટ હતી. રોમિંગ દરમિયાન ઉપભોક્તાને મળનારા એસએમએસ પર પહેલાની જેમ કોઇ શુલ્ક વસુલવામાં આવશે નહીં, પરંતુ સ્થાનિક એસએમએસ મોકલવા પર એક રૂપિયા પ્રતિ એસએમએસ અને એસએમએસ એસટીડી માટે દોઢ રૂપિયા પ્રતિ એસએમએસ આપવા પડશે.

English summary
Telecom regulator Trai on Monday announced reduction in the national mobile phone roaming charges, but said there will be no free national roaming as of now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X