For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિઝનેસ પ્રોબ્લેમના ઉકેલ માટે ટ્વીટર, IBM હાથ મિલાવશે

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટન, 30 ઓક્ટોબર : અમેરિકાની મલ્ટીનેશનલ કંપની IBM અને માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્ીટર તેમના બિઝનેસની સમસ્યાઓના ઉકેલ માટે હાથ મિલાવવાના છે. આ ભાગીદારી હેઠળ ટ્વીટરના ડેટાનો ઉપયોગ આઇબીએમની ક્લાઉડ આધારિત એનાલિટિક્સ પ્લેટફોર્મ દ્વારા સમસ્યાઓના ઉકેલ માટે કરવામાં આવશે. આ અંગેની જાહેરાત ટ્વીટર દ્વારા એક નિવેદનમાં કરવામાં આવી હતી.

આ મુદ્દે આઇબીએમના સીઇઓ ગિનિ રોમેટ્ટીએ જણાવ્યું કે 'આ ભાગીદારી આઇબીએમની અગ્રણી ક્લાઉડ આધારિત એનાલિટિક્સ પ્લેટફોર્મની મદદથી તૈયાર કરવામાં આવશે. તેની મદદથી નવા ડેટાની મદદથી બિઝનેસ સંબંધિત નિર્ણયો લેવામાં મદદરૂપ બનશે. આઇબીએમના રિઇમેજિંગ વર્કનું આ તાજું ઉદાહરણ છે.'

best-tech-companies

સ્ટેટમેન્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે હવેના સમયમાં કંપનીઓ તેમના ગ્રાહકો ટ્વીટર પર શું કહે છે તેનું ખાસ ધ્યાન રાખતા હોય છે. તેમાં કરવામાં આવતી ચર્ચાઓને આધારે તેઓ સુધારાના નિર્ણયો લેતા હોય છે. આઇબીએમની સિસ્ટમ એક્સપર્ટાઇઝ આવીજ જટિલ સિસ્ટમને વધારે સરળ રીતે ઉપયોગમાં લઇને વધારે સારા પરિણામો મેળવવામાં મદદરૂપ બનશે.

ટ્વીટર પર વિવિધ પ્રકારના માનવીય વિચારો, મતો અને ચર્ચાઓ યોજાતા હોય છે. આ વિચારો વૈશ્વિક સ્તરે વ્યક્ત કરવામાં આવતા હોય છે. તેમાં વિવિધ મુદ્દાઓ પર વિવિધ સમયે ચર્ચાઓ કરવામાં આવે છે.

English summary
Twitter, IBM join forces to solve business problems.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X