For Daily Alerts
સામાન્ય બજેટ 2014: પહેલીવાર ઘર ખરીદનારાઓને મળશે રાહત
નવી દિલ્હી, 26 જૂન: આગામી સામાન્ય બજેટ 2014માં પહેલીવાર ઘર ખરીદનારાઓ માટે ખુશીની તક આપી શકે છે. સૂત્રોના અનુસાર નાણામંત્રી આ વખતે સામાન્ય બજેટમાં પ્રથમવાર ઘર ખરીદનારાઓને રાહત આપી શકે છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર આ બજેટમાં સામાન્ય લોકોને ભેટ આપી શકે છે. સરકાર પહેલીવાર ઘર ખરીદનારાઓને રાહત આપવાની તૈયારીમાં છે. વ્યક્તિની આવક મુજબ ખરીદનારાઓને રાહત આપવામાં આવી શકે છે.
આ ઉપરાંત વિશ્વનીય સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર પ્રથમવાર ઘરના માલિક બનતાં વ્યાજદરોમાં છૂટ આપી શકે છે. સૂત્રોએ એમપણ કહ્યું હતું કે વ્યાજદરોમાં છૂટ યોજના હેઠળ સરકાર વ્યક્તિની આવકના આધારે છૂટ આપવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓછી કિંમતવાળા હાઉસિંગ પ્રોજેક્ટને સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપી શકે છે. આનાથી ઓછી કિંમતવાળા ઘરો માટે નાણા પોષણના મદમાં રાહતનો રસ્તો સરળ થઇ જશે.