For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2018 : અરુણ જેટલીના બજેટની તમામ ખબરો વાંચો

નાણાં મંત્રી અરુણ જેટલી 1 ફેબ્રુઆરીના રોજ યુનિયન બજેટ 2018 રજૂ કરશે. આ બજેટની તમામ અપડેટ તમને ગુજરાતીમાં વાંચવા મળશે ડેલીહંટ એપ પર. વધુ વાંચો અહીં.

|
Google Oneindia Gujarati News

મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ નાણાંકીય વર્ષ 2018-19 માટે બજેટ રજૂ કરશે. નાણાં મંત્રી અરુણ જેટલી અને તેમની ટીમ જે લાંબા સમયથી આ બજેટને બનાવવા માટે મહેનત કરી રહી છે. તે બજેટને 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરશે. ત્યારે આ યુનિયન બજેટને લગતી તમામ માહિતી અને પળે પળની ખબર તમારા સુધી પહોંચતી કરવા માટે, તમે ડેલીહંટ એપ જોતા રહો. આ દ્વારા અમે તમને યુનિયન બજેટ 2018ની તમામ લાઇવ અપટેડ અને જાણકારોના વિશ્લેષણ સમેત મહત્વની માહિતી ઘરે બેઠા પહોંચાડીશું. 1 ફેબ્રુઆરીના રોજ સવારથી જ ડેલીહંટ પર તમને આ બજેટની તમામ જાણકારીઓ મળશે. ઉલ્લેખનીય છે કે બજેટ અને ગુજરાતની વેપારી પ્રજાને સીધો સંબધ છે. ત્યારે આ વખતની બજેટ વેપારીઓથી લઇને સામાન્ય જનમાનસ માટે કેટલું ખાસ અને કેવું રહેશે તે અંગે ગુજરાતીમાં જ તમામ જાણકારી 1 ફેબ્રુઆરીના રોજ અમે તમને લાઇવ અપટેડ અને વિશ્લેષણ સાથે આપતા રહીશું.

arun

ઉલ્લેખનીય છે કે જીએસટી બિલ પસાર થયા પછી નાણાંમંત્રી અરુણ જેટલી પહેલી વાર યુનિયન બજેટ રજૂ કરવાના છે. આ વખતનું યુનિયન બજેટ અન્ય તમામ બજેટ કરતા ખાસ અને અલગ છે. સાથે જ આ બજેટ મોદી સરકારનું અંતિમ બજેટ છે. વધુમાં 2019માં લોકસભાની ચૂંટણી આવતી હોવાના કારણે આ બજેટમાં મોદી સરકાર ખેડૂતો સમેત લોકોનું મન જીતવાનો ભરપૂર પ્રયાસ કરશે. વધુમાં જીએસટી લાગુ થયા પછી દર વખતે, જેમ બજેટમાં શું સસ્તુ અને શું મોધું થયું છે તે પ્રશ્ન હવે ઊભો નહીં થાય, કારણ કે મોટાભાગની તમામ વસ્તુઓ હવે જીએસટી આધીન છે. અને જીએસટી એક અલગ કાનૂન છે. ત્યારે આ વખતના બજેટમાં નાણાં પ્રધાન અરુણ જેટલી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ટેક્સમાં શું કોઇ ફેરફારો લાવે છે? શું 2019ની ચૂંટણીને લઇને સામાન્ય લોકોને ખુશ કરવા માટે કોઇ ખાસ રાહત આુપશે કે કેમ? આ તમામ સવાલો અંગે પળે પળની જાણકારી અમે તમારી સુધી પહોંચાડીશું. તો 1 ફેબ્રુઆરીએ આ તમામ વિગતો માટે ડેલીહંટ એપ જોવાનું ના ભૂલતા.

English summary
Union Budget 2018 : Union Budget will be presented by Finance Minister, Arun Jaitely. Catch all the live updates and highlights in Gujarati on Daily Hunt.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X