
બ્રીફકેસની જગ્યાએ લાલ મખમલના કપડામાં બજેટ લપેટીને લાવ્યા સીતારમણ, કેમ?
નાણામંત્રી નિર્મલા સીતરમણ આજે સંસદમાં પોતાનુ પહેલુ સામાન્ય બજેટ રજૂ કરશે જેમાં તે અર્થવ્યવસ્થામાં ગતિ લાવવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા, વેતનદારોને આવકવેરા અને વિવિધ વેરાઓમાં છૂટ દ્વારા ખુશ કરવાની કોશિશ કરી શકે છે. હાલમાં તેમના પિટારામાં શું છે તે તો થોડી વારમાં માલુમ પડી જશે પરંતુ બજેટ પહેલા નાણામંત્રીએ જરૂર એક વાતથી ચોંકાવી દીધા છે.
આ પણ વાંચોઃ દિલ્લી-એનસીઆરમાં આજે પણ વરસશે વાદળ, જાણો ક્યાં પહોંચી રહ્યુ છે ચોમાસુ
|
બ્રીફકેસની જગ્યાએ લાલ મખમલના કપડાનો ઉપયોગ
વાસ્તવમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે જ્યારે મંત્રાલય પહોંચ્યા તો તેમના હાથમાં બજેટવાળુ બ્રીફકેસ નહોતુ કે જે અત્યાર સુધી જોવા મળતુ રહ્યુ છે કે નાણામંત્રી જ્યારે બજેટ રજૂ કરવાના હોય છે ત્યારે તેમની પાસે બ્રીફકેસ હોય છે પરંતુ આ વખતે કંઈક અલગ નઝારો જોવા મળ્યો.

અંગ્રેજોના જમાનાની પરંપરા
વાસ્તવમાં 1733માં જ્યારે બ્રિટિશ પ્રધાનમંત્રી તેમજ નાણામંત્રી (ચાન્સેલર ઑફ એક્સચેકર) રૉબર્ટ વૉલપોલ સંસદમાં દેશની અંદરની સ્થિતિનો લેખાજોખા રજૂ કરવા આવ્યા હતા તો પોતાના ભાષણ અને તેને સંલગ્ન દસ્તાવેજ ચામડાની એક બેગ (થેલા)માં રાખીને લાવ્યા હતા ત્યારે આ બ્રીફકેસવાલી પ્રથા ચાલતી આવતી હતી પરંતુ આજે આ પ્રથાને નિર્મલા સીતારમણે તોડી દીધી.

આર્થિક સર્વે
બજેટથી એક દિવસ પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રાજ્યસભા અને લોકસભામાં રજૂ કર્યુ હતુ. આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ 2019-20 માટે વાસ્તવિક આર્થિક વૃદ્ધિદર (જીડીપી) સાત ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યુ. સર્વે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યને તૈયાર કર્યો હતો.

વાર્ષિક રિપોર્ટ
આર્થિક સર્વેમાં દેશના વિકાસનો વાર્ષિક રિપોર્ટ હોય છે જેમાં એ જણાવવામાં આવે છે કે છેલ્લા 12 મહિના દરમિયાન દેશની અર્થવ્યવસ્થા અને સરકારની યોજનાઓથી શું પ્રગતિ થઈ છે, આ દસ્તાવેજ નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર તૈયાર કરે છે, આ સર્વેક્ષણથી એ પણ માલુમ પડે છે કે સરકારની નીતિઓથી દેશને ફાયદો થઈ રહ્યો છે કે નહિ.