Budget 2020: નિર્મલા સીતારમણે જણાવ્યુ કયા ત્રણ સૂત્રો પર આધારિત છે બજેટ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનુ બજેટ રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટના ભાષણની શરૂઆત સાથે જ કહ્યુ કે દેશની અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત છે. મોંઘવારી કાબુમાં છે. બેંકોમાં પણ સુધારો થયો છે. તેમણે કહ્યુ કે આ બજેટ દેશના દરેક નાગરિકનુ બજેટ છે.
નાણામંત્રીએ કહ્યુ કે આ વખતનુ બજેટ ત્રણ વસ્તુઓ પર આધારિત છે. આ ત્રણ વસ્તુઓ છે - આકાંક્ષી ભારત (Aspirational India), બધાના માટે આર્થિક વિકાસ કરનારુ ભારત ( economic development ) અને બધાની દેખરેખ કરનાર સમાજ (caring society). નાણામંત્રીએ કહ્યુ કે સરકારનુ લક્ષ્ય લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવવા, વેપારને મજબૂત કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનુ છે.
તેમણે કહ્યુ કે બધા લઘમુતીઓ, અનુસૂચિત જાતિ-જનજાતિની મહિલાઓની આકાંક્ષાઓને પૂરુ કરવાનુ છે. દેશની અર્થવ્યવસ્થાનો પાયો મજબૂત છે, મોંઘવારી નિયંત્રણમાં છે અને દેશની બેંકોની ખાતાવહી સાફસુથરી છે. તેમણે કહ્યુ કે સરકારનો હેતુ લોકોની આવક અને ખરીદ ક્ષમતા વધારવાનો છે.
આ પણ વાંચોઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે વાંચી એ કવિતા જેણે ક્યારેક કાશ્મીરમાં ભર્યો હતો જોશ