Union Budget 2020: સરળ ભાષામાં સમજો શું હોય છે બજેટ, જાણો આ શબ્દોનો અર્થ
મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનુ બજેટ રજૂ કરવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનુ બજેટ રજૂ કરશે. બજેટ રજૂ થતા પહેલા તમે બજેટના એ શબ્દો વિશે જાણી લો, જેનો ઉપયોગ તેમાં થાય છે પરંતુ તે શબ્દ આપણી સામાન્ય જાણકારીમાં નથી હોતા. બજેટને સમજવા માટે તમને આ શબ્દોની માહિતી હોવી જોઈએ. કેન્દ્રીય બજેટ 2020 પહેલા તમે આ શબ્દોથી પરિચિત થઈ જાવ જેથી બજેટ સમજવામાં તમને કોઈ મુશ્કેલી ન આવે.

શું હોય છે સામાન્ય બજેટમાં
દેશના બધા મંત્રાલયો અને બધા વિભાગોમાં આખા વર્ષ (નાણાંકીય વર્ષ)માં થનારા ખર્ચ અને આવકની બધી વિગતો આપવામાં આવે છે. જો આને સામાન્ય ભાષામાં સમજીએ તો જે રીતે આપણે ઘરનુ બજેટ તૈયાર કરીએ છીએ. આપણી આવક અને ખર્ચની વિગતો રાખીએ છીએ, બરાબર એ જ રીતે સરકાર પણ પોતાની આવક અને પોતાના ખર્ચની બધી વિગતો દેશ સામે રજૂ કરે છે. બજેટ દ્વારા સરકાર એક નાણાંકીય વર્ષ 1 એપ્રિલથી 31 માર્ચના ખર્ચ અને આવકના બધા લેખાજોખા રજૂ કરે છે.

ક્યારે રજૂ થાય છે બજેટ
સરકાર બજેટ દ્વારા દરેક જગ્યાએ કરવામાં આવતા ખર્ચ અને મહેસૂલની વિગતો આપે છે. સરકાર દેશને જણાવે છે કે તેણે કઈ કઈ યોજનાઓ પર આખુ વર્ષ કેટલો ખર્ચ કરવાનો છે તેની બધી માહિતી આ બજેટમાં હોય છે. પહેલાની જેમ એક વાર ફરીથી રેલ બજેટને સામાન્ય બજેટનો ભાગ કરી દેવામાં આવ્યો છે. 1 એપ્રિલ 2017ના રોજ એક વાર ફરીથી રેલ બજેટને સામાન્ય બજેટમાં શામેલ કરી દેવામાં આવ્યુ. સામાન્ય બજેટને ફેબ્રુઆરીના અંતિમ સંસદીય કાર્યકારી દિવસે રજૂ કરવામાં આવતુ હતુ. વર્ષ 2000 સુધી બજેટ સાંજે 5 વાગે રજૂ થતુ હતુ. આ પહેલા બ્રિટિશ શાસન કાળમાં ભારતનુ બજેટ બ્રિટનમાં બપોરે પાસ થતુ હતુ જેને બાદમાં બદલીને 5 વાગે કરી દેવામાં આવ્યુ. વર્ષ 2001માં એનડીએના શાસન કાળમાં ભાજપના નાણામંત્રી યશવંત સિંહે આ પરંપરાને બદલીને બજેટ રજૂ કરવાનો સમય બદલીને સવારે 11 વાગે કરી દીધો. મોદી સરકારે સામાન્ય બજેટ રજૂ કરવાનો સમય 1 ફેબ્રુઆરી નક્કી કરી દીધો છે.

જાણો બજેટના અમુક મહત્વપૂર્ણ શબ્દોને...
વિનિવેશઃ જ્યારે સરકાર કોઈ પબ્લિક સેક્ટર કંપનીમાં પોતાની ભાગીદારીને ખાનગી ક્ષેત્રમાં વેચી દે છે, તો તેને વિનિવેશ કહેવામાં આવે છે.
ડાયરેક્ટ ટેક્સઃ કોઈ પણ વ્યક્તિ અને સંસ્થાન આવક અને તેની આવકના સોર્સ પર ઈનકમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, કેપિટલ ગેઈન ટેક્સ અને ઈનહેરિટન્સ ટેક્સ.
ઈનડાયરેક્ટ ટેક્સઃ ઉત્પાદિત વસ્તુઓ અને આયાત-નિકાસવાળા સામાન પર લાગનાર ટેક્સ.
જીડીપીઃ એક નાણાંકીય વર્ષમા દેશની સીમાની અંદર ઉત્પાદિત કુલ વસ્તુઓ અને સેવાઓનો સરવાળો.
નાણાંકીય ખાધઃ સરકારના કુલ ખર્ચ અને મહેસૂલ રસીદ અને બિન-દેવું મૂડી આવકના સરવાળી વચ્ચેનુ અંતર
ઉત્પાદ શુલ્કઃ દેશની સીમાની અંદર બનતા બધા ઉત્પાદકો પર લાગતો ટેક્સ.
બજેટ ખાધઃ બજેટ ખાધની સ્થિતિ ત્યારે પેદા થાય છે જ્યારે ખર્ચો મહેસૂલથી વધુ થઈ જાય છે.
સીમા શુલ્કઃ દેશમાં આયાત અને નિકાસ કરાતી વસ્તુઓ પર લાગતો કર.

આ શબ્દોનો અર્થ સમજવો પણ જરૂરી
કોર્પોરેટ ટેક્સઃ કોર્પોરેટ સંસ્થા કે ફર્મો પર લાગતો કર, જો કે જીએસટી બાદ આ ખતમ થઈ ગયુ.
સેનવેટઃ કેન્દ્રીય વેલ્યુ એડેડ ટેક્સ છે, જે મેન્યુફેક્ચરર પર લગાવવામાં આવે છે.
બોન્ડઃ દેવાનુ એક પ્રમાણપત્ર, જેને કોઈ સરકાર કે કોર્પોરેશન ઈશ્યુ કરે છે. આના દ્વારા લફો કમાવામાં આવે છે.
બેલેન્સ ઑફ પેમેન્ટઃ દેશ અને બાકી દેશો વચ્ચે નાણાંકીય લેવડદેવડના હિસાબની ચૂકવણી.
બેલેન્સ બજેટઃ એક કેન્દ્રીય બજેટ બેલેન્સ બજેટ ત્યારે કહેવાય છે જ્યારે વર્તમાન આવક વર્તમાન ખર્ચને સમાન હોય છે.
આ પણ વાંચોઃ શબાના આઝમીના ડ્રાઈવર સામે FIR નોંધાઈ, અકસ્માત માટે લાગ્યા ગંભીર આરોપ