Union Budget 2021: બજેટમાં હેલ્થ સેક્ટર માટે મોટુ એલાન, લૉન્ચ થશે આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના, વાંચો વિગત
નવી દિલ્લીઃ Union Budget 2021-22. મોદી સરકાર પોતાનુ બજેટ રજૂ કરી રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ( Nirmala Sitharaman) દેશનુ સામાન્ય બજેટ( Union Budget 2021-22) રજૂ કરી રહ્યા છે. નિર્મલા સીતારમણે આ બજેટમાં હેલ્થ માટે સૌથી પહેલા ઘોષણાઓ કરી હતી. મોદી સરકારે પોતાના બજેટમાં 27.1 લાખ કરોડના આત્મનિર્ભર પેકેજની માહિતી આપી તો વળી, હેલ્થ સેક્ટર( Health Sector)માટે મોટી ઘોષણાઓ કરી.
આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાનુ એલાન
નાણામંત્રી નિર્મલા સીતારમણ( Nirmala Sitharaman) એ પ્રધાનમંત્રી આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના( Pradhanmantri health India Scheme)નુ એલાન કર્યુ છે. આ યોજનામાં આવતા 6 વર્ષોમાં 64180 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. નાણામંત્રીએ કોરોના વેક્સીન( Corona Vaccine)માટે 35000 કરોડનુ એલાન કર્યુ છે. નાણામંત્રીએ કહ્યુ કે 35 હજાર કરોડ કોવિડ વેક્સીન માટે હશે. તમને જણાવી દઈએ કે સરકારે ગઈ વખતે 92 હજાર કરોડ સ્વાસ્થ્ય સેક્ટર માટે ફાળવ્યા હતા. આ વખતે તેમાં 137 ટકાનો વધારો થયો છે.
નાણામંત્રીએ મિશન પોષણ 2.0 લૉન્ચ કરવાની ઘોષણા કરી. પોષણ પર ફોકસકરીને ન્યુટ્રીશન 112 અસ્પરેશનલ જિલ્લામાં આના પર ખાસ ધ્યાન આપવામાં આવશે. સરકારે 17 નવા પબ્લિક હેલ્થ યુનિટને ચાલુ કરવાનુ એલાન કર્યુ છે. 32 એરપોર્ટ પર પણ આ બનશે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ વર્લ્ડ હેલ્થ બનાવવામાં આવશે. 9 બાયો લેબ બનાવવામાં આવશે. ચાર નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ વાયરોલૉજી બનાવવામાં આવશે.
નાણામંત્રીએ પ્રિવેન્ટીવ ક્યુરેટિવ અને વેલ બીઈંગ સાથે પીએમ આત્મનિર્ભર સ્વાસ્થ્ય યોજના શરૂ કરવાની ઘોષણા કરી. આના પર 61 હજાર કરોડ રૂપિયા આવતા 6 વર્ષમાં ખર્ચ થશે. સરકારે આ પ્રાઈમરીથી લઈને ઉચ્ચ સ્તર સુધીની સ્વાસ્થ્ય સેવાઓ માટે આ ખર્ચ કરવાની ઘોષણા કરી છે. આ સ્વાસ્થ્ય મિશન માટે નવી બિમારીઓ પર ફોકસ થશે. સરકારે નેશનલ હેલ્થ મિશનથી આને અલગ રાખ્યુ છે. સરકારના બજેટમાં ઘોષણા કરવામાં આવી છે કે આરોગ્ય સેક્ટર માટે 75 હજાર કરોડ ગ્રામીણ હેલ્થ સેન્ટર, બધા જિલ્લાઓમાં તપાસ કેન્દ્ર, ક્રિટિકલ કેર હોસ્પિટલ બ્લૉક 602 જિલ્લાઓમાં, નેશનલ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ, ઈન્ટીગ્રેટેડ હેલ્થ કંટ્રોલ પોર્ટલને મજબૂત બનાવવામાં આવશે.
બજેટ 2021: નાણામંત્રીએ કર્યુ નવી વાહન નીતિનુ એલાન, જાણો વિગત