Budget 2022: બજેટની દરેક મહત્વની જાહેરાતો વિશે જાણો અહીં
નવી દિલ્લીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં બજેટ રજૂ કર્યુ. પોતાના કાર્યકાળના ચોથા બજેટમાં નાણામંત્રીએ મોદી સરકારની ઘણી નવી યોજનાઓ વિશે જણાવ્યુ. વળી, અલગ-અલગ સેક્ટરમાં વધારવામાં આવેલા રોકાણની માહિતી આપી. બજેટ મુજબ 2022-23માં પીએમ આવાસ યોજના માટે પસંદ કરવામાં આવેલા લોકો માટે 80 લાખ નવા ઘરોનુ નિર્માણ પૂરુ કરવામાં આવશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં 60,000 ઘરોને પીએમ આવાસ યોજના માટે લાભાર્થીઓને રૂપે ઓળખવામાં આવશે. જાણો દરેક સેક્ટરમાં કરવામાં આવેલ જાહેરાતો વિશે.
- આગામી પાંચ વર્ષ સુધી 60 લાખ નવી નોકરીઓ આપીશું
- આગામી નાણાકીય વર્ષમાં ભારતની આર્થિક વૃદ્ધિ 9.2% રહેવાનુ અનુમાન
- બજેટમાં આગામી 25 વર્ષ માટેનું પ્લાન તૈયાર કરવામાં આવશે
- 19.2 KG કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 91.50 રૂપિયાનો ઘટાડો, નવો ભાવ 1,907 રૂપિયા
- કોઈપણ સ્થિતિને પહોંચી વળવા દેશ સક્ષમ, સૌનો સાથ સૌના વિકાસ સાથે લક્ષ્ય હાંસલ કરી શકીશું.
- ખેડૂતોની આવક વધારવા માટે પીપીપી મોડમાં યોજના શરુ કરાશે
- આગામી 3 વર્ષમાં 400 વંદેમાતરમ ટ્રેનનો થશે પ્રારંભ
- એક વર્ષમાં 25 હજાર કિમી નેશનલ હાઇવે
- ગંગા કિનારે પાંચ કિમીનો કોરિડોર બનાવવામાં આવશે
- દેશમાં ખાનગી રોકાણ વધે એ માટે અમે સતત પ્રયત્નશીલ
- આગામી 25 વર્ષ સુધી અવિરત વિકાસ માટે આ બજેટ મહત્વનું
- દેશનું અર્થતંત્ર અનેક મોરચે પડકારોનો સામનો કરી રહ્યું છે અને સરકાર લડત આપી રહી છે.
- FY23માં 8 નવા રોપવે ઓર્ડર આપીશું
- 3વર્ષમા 100 New કાર્ગો ટર્મિનલ ડેવલપ કરાશે
- PM હાઉસિંગ પ્લાન પર 48,000 Crની ફાળવણી
- MSME માટે 2 લાખ કરોડ રૂપિયાની મદદની જાહેરાત
- 5G સર્વિસ માટે સ્પેક્ટ્રમ ઑક્શન થશે.
- 1486 જૂના કાયદા પાછા લીધા.
- 75 ડિજીટલ બેન્કિંગ યુનિટ બનાવવામાં આવશે.
- FY23માં E-પાસપોર્ટ ઈશ્યૂ કરાશે.
-2 અને 3 Tier શહેરો વિકસાવવા પર ધ્યાન અપાશે.
- 2047 સુધી દેશની અડધી વસ્તી શહેરોમાં રહેશે.
- ગેમિંગ સેક્ટર વિકાસ માટે પેનલની રચના થશે.
- MSP પર ખેડૂતો પાસેથી રેકર્ડબ્રેક ખરીદી કરાશે.
- 100 વર્ષ માટેની માળખાગત સુવિધા વધારવામાં આવશે.
- ડિફેન્સ બજેટનો 25% હિસ્સો R&D પર.
- Defence Capexનો 68% હિસ્સો સ્થાનિક કંપની માટે.
- Defence R&Dથી ઈન્ડસ્ટ્રીઝ અને સ્ટાર્ટઅપ ખૂલશે.
- સોલાર પાવર માટે 19,500 કરોડની ફાળવણી.
- નાબાર્ડ દ્વારા કૃષિ સાથે જોડાયેલા સ્ટાર્ટઅપ્સને મદદ
- ખેતીના સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય અપાશે.
- ખેતીના સ્ટાર્ટઅપ એફપીઓને સપોર્ટ કરશે.
- ખેડૂતોને ખેતીમાં ટેકનિકલ મદદ ઉભી કરાશે.
- ખેતીમાં મદદ કરવા માટે ડ્રોનનો ઉપયોગ વધારાશે.
- કિસાન ડ્રોનનો ઉપયોગ વધારવામાં આવશે.
- ડ્રોન પાકનું મૂલ્યાંકન, ભૂમિ માપણી, દવાના છંટકાવમાં ઉપયોગી.
- FY23 માટે CAPEXમાં 35% વધારો, GDPનો 2.9% હિસ્સો CAPEX પર ખર્ચ થશે.
- FY23માં સૉવેરન ગ્રીન બૉન્ડ લૉન્ચ કરીશું.
- GIFT સિટીમાં વિદેશી સંસ્થાઓને મંજૂરી.
- RBI ડિજિટલ કરન્સી લોન્ચ કરશે.
- ભારત પોતાની ડિજિટલ કરન્સી લાવશે.
- સેમિકંડક્ટર્સમાં અનેક સંભાવનાઓ મોજુદ.
- AI ટેકનિક, ડ્રોન અને સેમિકંડક્ટર્સ આશાસ્પદ સેક્ટર્સ ઇઝ ઓફ ડૂઇંગની સાથે ઇઝ ઓફ લિવિંગ શરૂ કરાશે.
- 75 જિલ્લામાં 75 ડિજીટલ બેંક સ્થાપિત કરાશે.
- ડિજીટલ બેંક વ્યાવસાયિક બેંકોની સ્થાપના કરશે.
- ડિજીટલ પેયમેંટ્સ વધારવાનું આહવાન વધારાશે.
- સુધારેલા આવક વેરાનું રિટર્ન બે વર્ષમાં ભરી શકાશે.
- ટેકસ ફાઇલિંગની ભૂલો સુધારવાનો મોકો મળશે.
- રાજયોને વગર વ્યાજે 1 લાખ કરોડ આપવામાં આવશે.
- દિવ્યાંગો માટે ટેક્સ રાહતની જાહેરાત.
- દિવ્યાંગોના માતા-પિતાને ટેક્સમાં મળશે રાહત.
- વર્ચ્યુઅલ ડિજીટલ એસેટની આવક પર 30% ટેક્સ.
- Virtual Digital Assets ટ્રાન્સફર પર 1% TDS.
- કોલ ગેસિફિકેશનનો પાયલટ પ્રોજેક્ટ લૉન્ચ થશે.