For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Union Budget 2023 : તમામને ઘર આપવા બજેટમાં 66 ટકાનો વધારો, ગરીબો માટે કરાઇ આ જાહેરાત

Union Budget 2023 : મધ્યમ વર્ગને ટેક્સ સ્લેબમાં મોટી છૂટ આપવામાં આવી છે. આ સાથે નોકરીયાત વર્ગ અને વ્યાપારી વર્ગમાં અલગ અલગ રીતે રાહત આપવાની કોશિશ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

Union Budget 2023 : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે વર્ષ 2023-34નું બજેટ રજૂ કર્યું હતું. સરકારે અલગ-અલગ વર્ગો માટે ઘણી જાહેરાત કરવામાં આવી છે. મધ્યમ વર્ગને ટેક્સ સ્લેબમાં મોટી છૂટ આપવામાં આવી છે. આ સાથે નોકરીયાત વર્ગ અને વ્યાપારી વર્ગમાં અલગ અલગ રીતે રાહત આપવાની કોશિશ કરવામાં આવી છે.

Union Budget 2023

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબો માટે તેની તિજોરી ખોલી. સરકારે આ વખતે બજેટમાં મફત રાશનની યોજનાથી લઈને જેલમાં બંધ ગરીબોને મુક્ત કરવા સુધીના મુદ્દા સામેલ કર્યા છે. મફત આવાસ યોજના પર પણ સરકારે બજેટમાં વધારો કર્યો છે.

બજેટમાં ગરીબો માટે શું જાહેરાતો કરવામાં આવી?

આવાસ યોજનાના બજેટમાં 66 ટકાનો વધારો

આવાસ યોજનાના બજેટમાં 66 ટકાનો વધારો

બજેટમાં ગરીબો માટે કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત આવાસ યોજનાને લઈને હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વખતે સરકારેઆવાસ યોજનાના બજેટમાં 66 ટકાનો વધારો કર્યો છે.

ગત વખતે આવાસ યોજના માટે 48 હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.તેના દ્વારા સમગ્ર દેશમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં કુલ 80 લાખ મકાનો બનાવવામાં આવ્યા હતા.

PIBની સૂચના અનુસાર, 3 જાન્યુઆરી, 2022 સુધી કુલ 1.14 કરોડ મકાનો મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 53.42 લાખ ઘરો બાંધવામાં આવ્યા છે અને પહોંચાડવામાં આવ્યા છે.

નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 16 લાખ મકાનો બનાવવામાં આવી રહ્યા છે.

આવતા વર્ષ સુધી ગરીબ પરિવારોને મફત રાશન

આવતા વર્ષ સુધી ગરીબ પરિવારોને મફત રાશન

કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષ એટલે કે, 2024 સુધી તમામ અંત્યોદય અને પ્રાથમિકતા ધરાવતા પરિવારોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લગભગ બે લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે.

જેલમાં બંધ ગરીબોને સરકાર મુક્ત કરશે

જેલમાં બંધ ગરીબોને સરકાર મુક્ત કરશે

કેન્દ્ર સરકાર દ્વારા પહેલીવાર પોતાના બજેટમાં જેલમાં ગરીબોના મુદ્દાનો સમાવેશ કર્યો છે. આ મુજબ જે કેદીઓ આર્થિક સંકડામણના કારણેજેલમાંથી જામીન મેળવી શકતા નથી, તેમનો ખર્ચ સરકાર ઉઠાવશે.

લગભગ બે લાખ કેદીઓ છે, જેમની સજા પૂરી થઈ ગઈ છે, પરંતુ મુક્તિમાટે નક્કી કરેલી રકમ ન મળવાને કારણે તેઓ જેલમાં જ છે. હવે આવા ગરીબોની મદદ માટે સરકારે હાથ લંબાવ્યો છે.

English summary
Union Budget 2023 : 66 percent increase in budget to provide houses to all, this announcement was made for the poor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X