7000 કરોડનું રોકાણ કરી ભારત પર કોઈ અહેસાન નથી કરતું Amazon: પીયૂષ ગોયલ
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની એમેઝોને ભારતમાં રોકાણ કર્યું છે, પરંતુ એમેઝોનના આ રોકાણને લઈ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે એમેઝોન ભારતમાં રોકાણ કરી કોઈ અહેસાન નથી કરી રહ્યું. પીયૂષ ગોયલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એમેઝોનના માલિક અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેજોસ બારતના પ્રવાસ પર આવ્યા છે. ભારત આવેલા જેફ બેઓસે અહીં 7000 કરોડ રૂપિયાના રોકાણનું એલાન કર્યું. એમેઝોનના આ એલાનના ઠીક એક દિવસ બાદ પીયૂષ ગોયલે કહ્યું કે એમેઝોન કંપની દેશમાં રોકાણ કરીને કોઈ અહેસાન નથી કરી રહી.

7000 કરોડનું રોકાણ
જ્યારે કેન્દ્રીય મંત્રીએ સવાલ ઉઠાવ્યા કે ઓનલાઈન કંપની કિંમતો ઘટાડીને આટલું મોટું નુકસાન કઈ રીતે ઉઠાવી શકે છે. રાયસીના ડાયલોગ દરમિયાન ગુરુવારે પીયૂષ ગોયલે ઈ-કોમર્સ કંપનીઓને લઈ પોતાની વાત કહી અને સાફ-સાફ શબ્દોમાં ચેતવણી આપતા કહ્યું કે ઈ-કોમર્સ કંપનીઓએ સંપૂર્ણપણે ભારતીયન નિયમોનું પાલન કરવું પડશે. તેમણે ભારતીય કારોબારમાં એમેઝોનના નુકસાન પર પણ સવાલ ઉઠાવયા અને કહ્યું કે કઈ કંપની આટલું નુકસાન ઉઠાવી શકે છે.

ચેતવણી આપી
તેમણે કહ્યું કે પાછલા કેટલાક વર્ષોમાં એમેઝોને વેરહાઉસોમાં રોકાણ કર્યું, જેનું સ્વાગત કરીએ છીએ. પરંતુ કંપની ઈ-કોમર્સ માર્કેટ પ્લેસમાં થઈ રહેલ નુકસાનના કારણે પૈસા લગાવી રહી હોય તો શું મતલબ? તેમણે કહ્યું કે દરેક ઈ કોમર્સ કંપનીએ ભારતના વ્યાપાર નિયમોનું પાલન કરવું પડશે. તેમણે એમેઝોનને લઈને કહ્યું કે તેમણે મલ્ટી-બ્રાન્ડ રિટેલમાં બેક-ડોર એન્ટ્રીની શોધવી ના જોઈએ. દેશના મલ્ટી-બ્રાન્ડ રિટેલ સેક્ટરમાં 49 ટકાથી વધુ એફડીઆઈને મંજૂરી નથી.

ભારતના નિયમો પાળવા પડશે
જણાવી દઈએ કે પોતાના ત્રણ દિવસના ભારત પ્રવાસ પર આવેલ જેફ બેજોસે ઘોષણા કરી કે તેઓ આગલા 5 વર્ષમા 71000 કરોડ રૂપિયાનું મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ એક્સપોર્ટ કરશે. જ્યારે ભારતના નાના મધ્યમ વેપારને ડિઝિટાઈઝ કરવા માટે 7000 કરોડ રૂપિયાનું રોકાણ પણ કરવામાં આવશે.
પાકિસ્તાન સાથેના ટેંશનને કારણે ભારતને થયું હજારો કરોડનું નુકસાન