For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુનિટેક યુનિનોરનો સંપૂર્ણ હિસ્સો ટેલિનોરને આપશે

|
Google Oneindia Gujarati News

uninor-logo
નવી દિલ્હી, 11 ઑક્ટોબર : રિયલ્ટી કંપની યુનિટેકે જણાવ્યું છે કે તે નોર્વેની ટેલિકોમ કંપની ટેલિનોરને પોતાના સંયુક્ત ઉપક્ર્મ યુનિનોરમાંથી પોતાની સંપૂર્ણ હિસ્સેદારી સમાપ્ત કરશે. આ અંગે કંપનીએ જણાવ્યું છે કે તે યુનિટેક અને ટેલિનોરના સંયુક્ત ઉપક્રમ યુનિનોરમાંથી પોતાનો સંપૂર્ણ હિસ્સો સમાપ્ત કરશે. આમ કરવાથી બંને કંપનીઓ વચ્ચે ઉભા થયેલા વિવાદોન ઉકેલ લાવવામાં આવશે.

ટેલિનોર પોતાનો હિસ્સો સમાપ્ત કર્યા બાદ નવા સંચાલન લાયસન્સ મેળવી પોતાનો ટેલિકોમ બિજનેસ નવેસરથી શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા રદ કરવામાં આવેલા કુલ 122 લાયસેંસમાંથી સંયુક્ત ઉપક્રમના પણ 22 લાયસંસ પણ રદ થઇ ગયા હતા. લાયસન્સ રદ થયા બાદ બંને કંપનીઓએ એક બીજા વિરુધ્ધ કોર્ટમાં અને કંપની લૉ બોર્ડમાં કેસ નોંધ્યાવ્યો હતો. આ સાહસમાં ટેલિનોરનો હિસ્સો 67.25 અને યુનિટેકનો હિસ્સો 32.75 ટકા છે.

યુનિટેકે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ટેલિનોર અને યુનિટેક દ્વારા 10 ઑક્ટોબર, 2012ના રોજ પરસ્પરના વિવાદ દૂર કરવા માટે બંને કંપનીઓ વચ્ચે સમજુતી કરવાની ધોષણા કરી હતી. સમજુતી અનુસાર યુનિટેક અને ટેલિનોર સંયુક્ત રીતે પોતાનો હિસ્સો યુનિટેક વાયરલેસને સોંપશે. યુનિટેક વાયરલેસનું સંચાલન યુનિનોર બોર્ડ દ્વારા કરવામાં આવશે. જ્યારે તેનો નવો હિસ્સો ટેલિનોર પાસે રહેશે.

English summary
Unitech settles disputes with Telenor by giving all stake.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X