• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિજય માલ્યાએ દિવાળીમાં કિંગફિશર કર્મચારીઓને નિરાશ કર્યા?

|
Google Oneindia Gujarati News
નવી દિલ્હી, 13 નવેમ્બર : કિંગ ઓફ ગુડ ટાઇમ્સ તરીકે જાણીતા વિજય માલ્યાએ કિંગફિશરના કર્મચારીઓની દિવાળી બગાડી છે. માલ્યાએ કિંગફિશરના કર્મચારીઓને કરેલા વાયદા પ્રમાણે ઘણા સમયથી બાકી પગારની ચૂકવણી કરી નથી. કર્મચારીઓને દિવાળી સુધીમાં તેમનો બાકી પગાર મળી જવાની આશા હતી તે ઠગારી નીવડતા તેમને નિરાશા સાંપડી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કિંગફિશર કર્મચારીઓને 12 નવેમ્બર, 2012 સુધી બાકી સેલરી મળી ન હતી. અગાઉ એરલાઇનના સીઇઓ સંજય અગ્રવાલે જણાવ્યું હતું કે કર્મચારીઓને દિવાળી સુધીમાં ત્રણ મહિનાનો પગાર આપવાનો વાયદો કર્યો હતો.

નોંધપાત્ર બાબત એ છે કે કર્મચારીઓને પગાર ચૂકવવામાં ઠાગાઠૈયા કરનારા વિજય માલ્યાએ દિવાળીના દિવસે ટિ્વટમાં લખ્યું હતું કે "હેપ્પી દિપાવલી, મે ગોડેસ લક્ષ્મી શૉવર યુ વિથ વેલ્થ, ગુડ હેલ્થ એન્ડ હેપ્પીનેસ."

કિંગફિશર એરલાઇન્સના કર્મચારીઓને પૈસાનાં ફાંફાં છે ત્યારે વિજય માલ્યાની ટિ્વટે આક્રોશ ઉભો કર્યો છે. ઉલ્લેખનીય છે કે મેનેજમેન્ટ દ્વાર પગાર ચૂકવવાની ખાતરી અપાયા બાદ કર્મચારીઓ હડતાળ આટોપી કામ પર ચઢ્યા હતા.

English summary
Vijay Mallya seems to have disappoint Kingfisher Airlines employees on Diwali after not paying their long due salaries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X