For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોડાફોને કરી ભારતમાં 2 બિલિયન ડોલર રોકાણની તૈયારી

|
Google Oneindia Gujarati News

telecome
નવી દિલ્હી, 15 ઓક્ટોબર : દેશની અગ્રણી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપની વોડાફોન ભારતમાં મોટું રોકાણ કરવા માંગે છે. આ રોકાણની આવક જોતા સ્થાનિક કંપનીઓની માલિકી સંપૂર્ણપણે મેળવવાની વિદેશી કંપનીઓને પરવાનગી આપવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે તેને પગલે બ્રિટનના વોડાફોન ગ્રુપે નિર્દેશ કર્યો છે કે તે ભારતમાં બે અબજ ડોલર કરતા પણ વધારે રકમનું મૂડીરોકાણ કરશે.

કેન્દ્રના ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું છે કે વોડાફોન ગ્રુપ મોટા પાયે મૂડીરોકાણ કરવાનું છે. 100 ટકા એફડીઆઈના કાયદાનો તે પૂરેપૂરો લાભ લેવા માગે છે.

સૂત્રોએ અગાઉ કહ્યું જ હતું કે વોડાફોન તેની ભારતીય પેટાકંપનીમાં પોતાનો હિસ્સો વધારવા માગે છે. સરકારે ટેલિકોમ સેક્ટરમાં વિદેશી કંપનીઓ માટે મૂડીરોકાણ પર 74 ટકાની ટોચમર્યાદાને દૂર કરી નાખી છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટેલિકોમ માર્કેટમાં વર્ષ 2007માં એન્ટ્રી કરનાર વોડાફોન જૂથે હચીસન વ્હામ્પોઆ સાથે 11 બિલિયન ડોલરની ડીલ કરીને ભારતાન સ્થાનિક બજારમાં પ્રવેશ મેળવ્યો હતો.

English summary
Vodafone lines up 2 billion dollar investment in India
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X