For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોંઘવારીનો મુકાબલો કરવાની 5 માસ્ટર ટિપ્સ

|
Google Oneindia Gujarati News

મોંઘવારીની માયાજાળમાં ફયાસેલા સૌ કોઇ તેમાંથી મુક્ત બનવા માટે માથાકૂટ કરી રહ્યા છે. આજથી જ રેલવેમાં મુસાફરી ભાડા અને રેલવે નૂરમાં સરકારે 2 ટકાનો વધારો ઝીંકી દીધો છે. બીજી તરફ રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજી, કઠોળ સહિત તમામ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં પાછલા બે-ત્રણ મહિનામાં સાતથી દશ ટકાનો વધારો નોંધાયો છે.

ડીઝલના ભાવમાં પણ સરકારે આંશિક ભાવવધારો કરવાની ઓઇલ કંપનીઓને સંમતિ આપતાં ઓઇલ કંપનીઓ દર મહિને ડીઝલમાં પ્રતિ લિટર 50 પૈસાનો ભાવવધારો કરી રહી છે. બીજી તરફ ડોલર સામે રૂપિયાની નરમાઇથી તમામ આયાતી ચીજવસ્તુઓ સહિત કન્ઝ્યુમર્સ ગુડ્સ તથા હોમ એપ્લાયન્સિસના ભાવમાં પાંચથી સાત ટકાનો વધારો નોંધાયો છે. આમ, સામાન્ય માણસ મોંઘવારી સામે લડી રહ્યો છે. મોંઘવારીનો માર સહન કરીને સામાન્ય માણસની કમર તૂટી ગઇ છે.

હવે નવરાત્રિ સહિત દુર્ગાપૂજા અને ત્યાર બાદ દીવાળી આવતી હોવાથી તહેવારોની મોસમ શરૂ થઇ છે. તહેવારોમાં પણ સામાન્ય માણસે કેટલાક વ્યવહારો ફરજીયાત કરવા પડે છે. જો કે મોંઘવારીનો મુકાબલો કરવો અશક્ય નથી. સામાન્ય જીવનમાં કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને તે મુજબ વર્તવામાં આવે તો મોંઘવારીની અસર ઓછી કરી શકાય છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે લાઇફ સ્ટાઇલ થોડો બદલાવ અને બચતની ટેવ પાડવામાં આવે તો મોંઘવારી સામે કંઇક અંશે સરળતાથી રાહત મેળવી શકાય છે. શું છે એક્સપર્ટ્સની માસ્ટર ટિપ્સ તે આવો જાણીએ...

બિનજરૂરી ખર્ચાને મારો બ્રેક

બિનજરૂરી ખર્ચાને મારો બ્રેક


આ સૌથી સરળ ઉપાય છે કે જેને કારણે સામાન્ય માણસને બચત કરવામાં ભરપૂર તક મળશે. કોઇ પણ સામાન્ય ખરીદી કરવા નીકળો ત્યારે સૌ પ્રથમ પોતાની જરૂરી ચીજવસ્તુનું લિસ્ટ તૈયાર કરો. એટલું જ નહીં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ સમજપૂર્વકનો કરો અને જ્યારે કોઇ પણ વસ્તુની ખરીદી કરો ત્યારે તે ચીજવસ્તુ કેટલી ઉપયોગમાં આવશે? તેનો સમજપૂર્વકનો વિચાર કરીને જ તે વસ્તુ ખરીદો. જો જીવનજરૃરિયાતની ચીજસ્તુ અને શોખની ચીજવસ્તુ એ બે વસ્તુમાં પ્રાથમિકતા આપવાની હોય તો પહેલાં જીવનજરૃરી ચીજવસ્તુને પ્રાથમિકતા આપો.

ખર્ચાનું મેનેજમેન્ટ જરૂરી

ખર્ચાનું મેનેજમેન્ટ જરૂરી


જરૂરી ખર્ચાનું યોગ્ય મેનેજમેન્ટ કરો. જો સામાન્ય માણસ પોતાની આવક અને બચત બાદ વધેલી આવકમાંથી જરૂરી ખર્ચાનું યોગ્ય સંચાલન કરે તો મોટી રાહત મળે છે. જેમ કે સસ્તા મોબાઇલ ફોનનો પ્લાન, સસ્તો ઇન્ટરનેટ પ્લાન, વીજળીનો કરકસરપૂર્વકનો ઉપયોગ, જો હોમલોન લીધેલી હોય તો ન્યૂનતમ વ્યાજદરની સ્કીમ. આવા નાના નાના ઉપાયોને ધ્યાનમાં લેવામાં આવે તો ઘણી મોટી રાહત થઇ શકે છે. નાના-નાના જરૂરી ખર્ચા ઉપર પણ ધ્યાન રાખવામાં આવે તો લાંબા ગાળે મોટી બચત થઇ શકે છે.

અનુભવને આધારે ભૂલો સુધારો

અનુભવને આધારે ભૂલો સુધારો


જૂની ભૂલો સુધારવાથી પણ મોટી રાહત મળે છે. જેમકે મોંઘી વીમા યોજના કે કારણ વગરનું રોકાણ કર્યું હોય તો તેને ઝડપથી ઓળખી લેવું જોઇએ અને વધુ નુકસાનથી બચવા માટે ઝડપી પ્રયાસ કરવા જોઇએ. નોંધનીય છે કે આજકાલ ખૂબ જ ઝડપથી બેન્કો તથા અન્ય સેક્ટરોમાં રોકાણ દર બદલાઇ રહ્યાં છે. આવા સંજોગોમાં સામાન્ય માણસે વધુ જાગ્રત બનીને બદલાતા સમય પ્રમાણે જ્યાં વધુ રિટર્ન મળે ત્યાં રોકાણમાં બદલાવ કરવો જોઇએ.

બચત તમને બચાવશે

બચત તમને બચાવશે


બચત કરશો તો મોંઘવારીથી બચશો. આ મંત્ર ખૂબ મહત્વનો છે. ભાવિ યોજનાઓને ધ્યાનમાં રાખીને બચત કરો. સામાન્ય માણસ તહેવારો આવે ત્યારે અને બોનસ મળે કે પછી પગારમાં વધારો થાય ત્યારે તે પોતાની જીવનજરૂરિયાતની ચીજવસ્તુ પાછળ તથા મોજશોખ પાછળ ખર્ચો કરી પગાર સહિત વધારાની આવકની કમાણી ઉડાવી દે છે, પરંતુ તેણે ભાવિ યોજનાઓને ધ્યાનમાં રાખીને આયોજન કરવું જોઇએ, જેમાં ખર્ચ અને બચતને બેલેન્સ કરી ખરીદી કરવી જોઇએ.

આવક અને જાવકનો હિસાબ રાખો

આવક અને જાવકનો હિસાબ રાખો


આવકની સામે જાવક કેટલી છે તેનો હિસાબ રાખવો જરૂરી છે. તેનાથી તમને નાણાનું મેનેજમેન્ટ કરવામાં સરળતા રહેશે. નાનામાં નાના ખર્ચાની પણ નોંધ રાખવામાં આવે તો તે લાંબાગાળા માટે વધુ ઉપયોગી પુરવાર થાય છે અને તેને કારણે બિનજરૂરી ખર્ચા પર વધુ કાપ મૂકી બચતને વધારવામાં આ ઉપાય વધુ ઉપયોગી પુરવાર થઇ શકે છે.

English summary
Want to combat with dearness : Try this 5 easy steps
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X