For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : મ્યુચ્યુઅલ ફંડ માટેના KYC ફોર્માં શું ફેરફાર થયા છે?

|
Google Oneindia Gujarati News

ભારતમાં મ્યુચ્યુઅલ ફંડમાં Know Your Customer (KYC - કેવાયસી) ફોર્મ ભરવું બહુ જરૂરી હોય છે. હવે આ ફોર્મમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફોર્મને ભરીને આપે આપના વિશેની જરૂરી માહિતી કંપનીને આપવાની હોય છે. તાજેતરમાં સિક્યુરિટિઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના નિર્દેશ અનુસાર સ્કીમ લેતા સમયે આપે આપની આવકનું વિવરણ આપવું જરૂરી છે.

ડિસેમ્બર 2013માં સેબીના નિર્દેશને આધારે આ ફોર્મમાં થોડું પરિવર્તન કરવામાં આવ્યું થે. પહેલા વિવિરણ જેમ કે નામ, સરનામુ, વાર્ષિક આવક, કુલ સંપત્તિનું મૂલ્ય, આપ રાજકારણ સાથે સંકળાયેલા છો? વગેરે જેવી વિગતો પહેલા કેવાયસી ફોર્મમાં જ ભરવાની રહેતી હતી. જેના કારણે ફોર્મ બહુ લાંબુ થઇ ગયું હતું. વળી કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી આપનું કેવાયસી ફોર્મ પોતાની પાસે રાખી લેતી હતી.

12-1418371906-mutual-fund-1

આ કારણે સેબીને લાગ્યું કે કેવાયસીમાં પરિવર્તન જરૂરી છે. નવા નિયમ મુજબ હવે એ જરૂરી નથી કે મ્યુચ્યુઅલ ફંડ લેતા સમયે આપ આપની આવકનું વિવરણ લખો. આપ રાજકારણ સાથે સંબંધ ધરાવો છો તે પણ લખવું જરૂરી નથી.

મ્યુચ્યુઅલ ફંડ કંપનીમાં જમા થનારા કેવાયસીમાં આપે આપની વાર્ષિક આવક કયા સ્લેબમાં આવે છે તે દર્શાવવું જરૂરી છે. કારણ કે કંપનીએ આ માહિતી ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટને નિયમિત રીતે આપવાની હોય છે. આ યુનિટ તેનો અભ્યાસ કરી જરૂપ પડે તો સુધારાનું સૂચન કરે છે. આ માહિતી ત્યારે કામ લાગે છે જ્યારે કોઇ તપાસ કરવાની હોય છે.

આ માટે આપે કેવાયસી ફોર્મ બે ભાગમાં ભરવાનું રહે છે. ભાગ 1માં મુખ્ય ફોર્મ હોય છે. અને ભાગ 2માં અન્ય વિવરણ હોય છે. આપની આવક કયા સ્લેબમાં આવે છે તે ભાગ 2માં ભરવાનું હોય છે.

English summary
Do you know, what are changes in KYC form for Mutual funds?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X