For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલ બ્લોક ફાળવણી રદ; બિઝનેસ લોસ તો ઠીક, કાળી મજુરી કરનારાનો કોળિયો છીનવાશે એનું શું?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બર : સુપ્રીમ કોર્ટે એક શકવર્તી ચુકાદામાં 214 કોલસા ખાણો (કોલ બ્લોક્સ)ની ફાળવણી રદ કરવાનો ચુકાદો આપતા
દેશની તમામ અગ્રણી મેટલ અને માઈનિંગ કંપનીઓ પર માઠી અસર થશે. બીજી તરફ તેના માટે ધિરાણ આપનારી બેંકોના નાણા પણ સલવાઇ જશે. સૌથી વધારે ચિંતા દેશના માથે તોળાતા વીજ સંકટની છે. થર્મલ પાવર સ્ટેશન્સને કોલસાનો પુરતો પુરવઠો નહીં મળે તો સમગ્ર દેશમાં તેની અસર થશે.

સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાથી લઈને ખાનગી ક્ષેત્રની સૌથી મોટી આઈસીઆઈસીઆઈ બેન્‍ક સહિતની દેશની મોટાભાગની બેન્‍કો દ્વારા પાવર પ્‍લાન્‍ટ્‍સને આશરે રૂપિયા 1,00,000 કરોડથી વધુની લોન આપવામાં આવી છે. તેની વસુલાત અંગે અનિશ્ચિતતા સર્જાઇ છે.

કોલ બ્‍લોક્‍સની ફાળવણી રદ કરવાના નિર્ણયની ક્યાં, કોને અને કેટલી અસર થશે તે જાણવા આગળ ક્લિક કરો...

કોલસા ખાણોના દહાડિયાઓની રોજગારીનું શું?

કોલસા ખાણોના દહાડિયાઓની રોજગારીનું શું?


કોલસા ખાણોના કેટલાક મજદૂરો દૈનિક ધોરણે એટલે કે દહાડી લઇને પણ કામ કરતા હોય છે. જે ખાણોમાં ખોદકામ બંધ થઇ જશે તેના દહાડિયાઓએ ભૂખે મરવાનો વારો આવશે અથવા અન્યત્ર રોજગાર શોધવો પડશે. અન્ય રોજગાર નહીં મળે ત્યાં સુધી દયનીય હાલતમાં જીવવું પડશે.

જિન્દાલ સ્ટીલ એન્ડ પાવરને અસર

જિન્દાલ સ્ટીલ એન્ડ પાવરને અસર


જિન્‍દાલ સ્‍ટીલ એન્‍ડ પાવરને તેના સ્‍પોન્‍જ આયર્ન પ્‍લાન્‍ટ્‍સ અને 1000 મે.વો.ના પાવર પ્‍લાન્‍ટ માટે છ બ્‍લોક્‍સ ફાળવાયા હતા. વર્ષ 1993થી આ માઈન્‍સમાંથી કોલસાનું 12 મિલિયન ટનનું ઉત્‍પાદન થતું હતું. તેમાં ઉત્પાદન બંધ થતા, પાવર પ્લાન્ટ બંધ થઇ શકે. પુનઃ ફાળવણીની પ્રક્રિયામાં વિલંબ થવાનો હોવાથી તેના અંગુલ સ્‍ટીલ તથા પાવર પ્રોજેક્‍ટ માટે અત્‍યંત જરૂરી ઉત્‍કલ બી-1 માઈન માટેના અધિકાર હાંસલ કરવાની પ્રક્રિયા પણ વિલંબમાં મુકાશે.

હિન્દાલ્કોને અસર

હિન્દાલ્કોને અસર


હિન્‍દાલકોને ઓડિશામાં બ્‍લોકની ફાળવણી થઇ હતી. જેમાંથી તેને 2.5 મિલિયન ટન કોલસો મળે છે. ફાળવણી રદ થવાને પગલે મહાન ખાતેના તેના વાર્ષિક 3.59 લાખ ટનના સ્‍મેલ્‍ટરને અસર થશે.

પાવર પ્લાન્ટ્સને અસર

પાવર પ્લાન્ટ્સને અસર


સુપ્રીમ કોર્ટે રદ કરેલી કોલ બ્‍લોક્‍સની ફાળવણીને પગલે તેમાંથી પાવર પ્‍લાન્‍ટ્‍સને ઉપલબ્‍ધ બનાવવામાં આવતા કોલસાના પૂરવઠા પર પણ અસર થશે. જેની સીધી અસર દેશમાં થતા વીજળીના ઉત્પાદન પર પડશે.

બેંકોની સ્થિતિ

બેંકોની સ્થિતિ


સુપ્રીમ કોર્ટના આદેશની બેંક પર શું અસર થશે તે અંગે હાલ કોઈ પણ બેન્‍કર સત્તાવાર રીતે કંઈ પણ ટિપ્‍પણી કરવા નથી માગતાં. સૂત્રોના જણાવ્‍યાં અનુસાર તમામ બેંક હાલ રદ કરાયેલી કોલસાની ખાણોમાં પોતાના એક્‍સપોઝરની સમીક્ષા કરી રહી છે.

SBI બેંક

SBI બેંક


વિવાદિત કોલ બ્‍લોક્‍સ સાથે લિન્‍કેજ ધરાવતા વીજ એકમોમાં સ્‍ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ધિરાણ આશરે રૂપિયા 4,000 કરોડ જેટલું છે.

IDBI બેંક

IDBI બેંક


એક અંદાજ પ્રમાણે જાહેર ક્ષેત્રની બેંક IDBIનું એક્‍સપોઝર રૂપિયા 2,000 કરોડ જેટલું છે.

YES બેંક

YES બેંક


યસ બેંકનું એક્‍સપોઝર ઘણું ઓછું છે. સુપ્રીમ કોર્ટે પાવર પ્‍લાન્‍ટ્‍સને કોલસાનો પૂરવઠો ચાલુ રાખવા જણાવ્‍યું હોવાથી બેંક પર ખાસ માઠી અસર નહીં થાય તેવું તેના ડિરેક્ટરનું કહેવું છે.

Bank Of Baroda બેંક

Bank Of Baroda બેંક


બેંક ઓફ બરોડાના એક્‍ઝિક્‍યુટિવ ડિરેક્‍ટર રાજન ધવને જણાવ્‍યું હતું કે હજી તેઓ કોલ બ્‍લોક્‍સમાં બેંકના એક્‍સપોઝરની સમીક્ષા કરી રહ્યાં છે.

ICICI બેંક

ICICI બેંક


આઈસીઆઈસીઆઈ બેંકે પણ જણાવ્‍યું છે કે તેઓ હજી કોલ બ્‍લોક્‍સમાં બેંકના એક્‍સપોઝરની સમીક્ષા કરી રહ્યાં છે.

HDFC બેંક

HDFC બેંક


એચડીએફસી બેંકે પણ જણાવ્‍યું છે કે તેઓ હજી કોલ બ્‍લોક્‍સમાં બેંકના એક્‍સપોઝરની સમીક્ષા કરી રહ્યાં છે.

English summary
Coal block allocation cancellation is not only about business loss, it is loss of livelihood of poor. Read, What will be effect of cancellation of coal block allocation by Supreme court?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X