આત્મનિર્ભર ભારત રોજગાર યોજના શું છે? તેનાથી કોને લાભ થશે જાણો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના સંક્રમિત કાળથી ઉભરી રહેલા ભારતમાં રોજગારને બૂસ્ટર ડોઝ આપવા માટે ગુરુવારે નવી યોજનાની શરૂઆત કરી ચે. જેને આત્મનિર્ભર ભારત રોજગાર યોજના નામ આપવામાં આવ્યું છે. સીતારમણે કહ્યું કે એક લાંબા અને આકરા લૉકડાઉન બાદ ભારતની અર્થવ્યવસ્થામાં સુધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે દેશમા કોવિડ 19ના સક્રિય મામલા એક સમયે 10 લાખથી વધુ હતા, જ્યારે હવે આ મામલા ઘટીને 4.98 લાખ થઈ ગયા છે અને મૃત્યુદર ઘટીને 1.47 ટકા પર આવી ગયો છે. કંપનીઓના કારોબારની ગતિનો સંકેત આપતા કંપોઝિટ પરચેંજિંગ મેનેજર્સ ઈંડેક્સ (PMI) ઓક્ટોબરમાં વધીને 58.9 રહ્યો જે પાછલા મહિને 54.6 હતો. ઓક્ટોબર દરમ્યાન ઉર્જા ખપતમાં 12 ટકાનો વધારો થયો, જ્યારે વસ્તુ અને સેવા કરનો સંગ્રહ 10 ટકા વધીને 1.05 લાખ કરોડ રૂપિયાથી વધી ગયો છે. અગાઉ સરકારે ઘરેલૂ વિનિર્માણને પ્રોત્સાહન આપવાના ઈરાદાથી બુધવારે વધુ 10 ક્ષેત્રો માટે બે લાખ કરોડ રૂપિયાના મુલ્યની ઉત્પાદન આધારિત પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી હતી.
રોજગાર પ્રોત્સાહન યોજનાની શરૂઆત
- આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાની શરૂઆત ઓક્ટોબર 2020થી માનવામાં આવશે. જે અંતર્ગત કોરોના કાળમાં નોકરી ગુમાવનાર લોકોની મદદ કરવામાં આવશે. સાથે જ કોરોના સંક્રમણથી ઉભરવાના હાલના સમયમાં નોકરી આપતી સંસ્થાઓને પણ પ્રોત્સાહન મળશે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઈપીએફઓ અંતર્ગત રજિસ્ટર્ડ કોઈપણ પ્રતિષ્ઠાનમાં નોકરી મેળવનાર અને 15000થી ઓછો પગાર મેળવનાર વ્યક્તિને આ યોજનાનો લાભ મળશે.
- કોવિડ કાળમાં એક માર્ચ 2020થી 30 સ્પેટમ્બર વચ્ચે નોકરી ગુમાવનાર અને એક ઓક્ટોબર અથવા તે બાદ નોકરી મેળવનાર કર્મચારીઓ તેને પાત્ર હશે.
- જે પ્રતિષ્ઠાનોની કર્મચારી સીમા 50થી ઓછી છે, તેમણે ઓછામાં ઓછા બે લોકો અને જેમની સીમા 50થી ઉપર છે, તેમણે ઓછામા ઓછા 5 લોકોને રોજગાર આપવું પડશે, ત્યારે જ તેઓ આ યોજનાને પાત્ર બનશે. જે અંતર્ગત ઈપીએફઓ અંતર્ગત રજિસ્ટર્ડ સંસ્થાઓને સબ્સિડી આપવામા આવશે. સ્કીમ 30 જૂન 2021 સુધી લાગૂ રહેશે.
- ઈમરજન્સી લોન ગેરેન્ટી સુવિધા સ્કીમનો પણ વિસ્તાર 31 માર્ચ 2021 સુધી કરી દેવામા આવ્યો છે. જેનાથી લઘુ ઉદ્યોગોને કોઈપણ પ્રકારની ગેરેન્ટી વિના અને કોઈપણ ચીજ ગીરવી રાખ્યા વિના લોન મળશે. જે અંતર્ગત અત્યાર સુધીમાં 65 લાખ લોકોને બે લાખ કરોડથી વદુ રૂપિયાની લોન વહેંચવામાં આવી છે. 50 કરોડ રૂપિયા સુધીની લોનધારકો હવે બાકીના વ્યાજ પર 20 ટકા વધારાની લોન મેળવી શકશે.
- હેલ્થકેર સેક્ટરની સાથે કામથ કમિટી દ્વારા ચિહ્નિત 26 ક્ષેત્રોને (ECLGS 2.0) યોજનાનો લાભ મળશે. 29 ફેબ્રુઆરી સુધી 50થી 500 કરોડ રૂપિયા સુધીની લોન લેનારાઓને આવરી લેવામાં આવશે.
- પ્રધાનમંત્રી રોજગાર પ્રોત્સાહન યોજના અંતર્ગત 1.52 લાખ પ્રતિષ્ઠાનોને 8300 કરોડ રૂપિયાનો લાભ વિતરિત કરવામાં આવ્યો છે. જેનાથી 1.21 કરોડ લાભાર્થીઓને સામાજિક સુરક્ષા મળી છે.
- કિસાન ક્રેડિટ કાર્ડની 1.83 કરોડ અરજી મળી છે, જેમાંથી 1.57 કરોડ ખેડૂતોને આ કાર્ડ આપવામાં આવ્યાં છે અને તેના દ્વારા 143262 કરોડ રૂપિયાની લોન વહેંચવામાં આવી છે.
નવાં રોજગાર પેદા કરવા નાણામંત્રીએ આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લૉન્ચ કરી