For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો શું છે તમારા ક્રેડિટ કાર્ડની લિમિટ અને કેવી રીતે વધારશો લિમિટ?

શું તમે જાણો છો કે તમે ક્રેડિટ કાર્ડથી કેટલા પૈસા મેળવી શકો છો? ક્રેડિટ લિમિટની મહત્તમ રકમ એ છે જે તે તમને ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરનાર બિલિંગ સર્કલની અંદર વાપરવા આપે છે.

|
Google Oneindia Gujarati News

શું તમે જાણો છો કે તમે ક્રેડિટ કાર્ડથી કેટલા પૈસા મેળવી શકો છો? ક્રેડિટ લિમિટની મહત્તમ રકમ એ છે જે તે તમને ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરનાર બિલિંગ સર્કલની અંદર વાપરવા આપે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મેક્સિમમ લિમિટ કેવી રીતે અને કેમ નક્કી કરાઈ છે? બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદાયેલી રકમને નિયંત્રિત કરવા માટે ક્રેડિટ મર્યાદા નક્કી કરે છે. ક્રેડિટ મર્યાદા નક્કી કરવાનો ઉદ્દેશ્ય એક સારો ક્રેડિટ સ્કોર બનાવવામાં મદદ કરવાનો છે. દરેક વ્યક્તિને મળતી ક્રેડિટ મર્યાદા જુદી જુદી હોય છે.

ક્રેડિટ લિમિટ શું છે?

ક્રેડિટ લિમિટ શું છે?

ક્રેડિટ લિમિટની સાથે સાથે કાર્ડ યુઝ કરનાર વ્યક્તિએ ક્રેડિટ ઉપયોગ ગુણોત્તર શબ્દ પણ સમજવો જોઈએ. આ શબ્દ તમારી ક્રેડિટ મર્યાદાનો લાભ છે, જેની તમને મંજૂરી અપાઈ છે. જો તમારી પાસે ક્રેડિટ ઉપયોગ ગુણોત્તર મોટો છે તો તમારો ક્રેડિટ સ્કોર ઘટી જાય છે.

ગ્રાહકોને અપાતી મર્યાદા જુદા જુદા માપદંડ પર આધારિત છે. દાખલા તરીકે બેન્ક તમારી ક્રેડિટ લિમિટ નક્કી કરવા માટે ક્રેડિટ ઈતિહાસ, તમારી આવક, લોન અને બીજી બેન્ક દ્વારા અપાયેલા કાર્ડની મર્યાદા પણ તપાસે છે. જો કે કેટલાક એવા ક્રેડિટ કાર્ડ પણ છે જે ક્રેડિટ લિમિટ નક્કી કરતી વખતે આ કારણો નથી જોતા.

ક્રેડિટ સ્કોર મેઈન્ટેઈન કરવાની રીત

ક્રેડિટ સ્કોર મેઈન્ટેઈન કરવાની રીત

અહીં તમને અમે જણાવીશું એ ત્રણ રીત જેની મદદથી તમે તમારો ક્રેડિટ સ્કોર મેઈન્ટેઈન કરી શકો છો.

1. આદર્શ ક્રેડિટ લિમિટ તમારી માસિક આવક જેટલી હોવી જોઈએ.

2. 20-30 ટકા ક્રેડિટ ઉપયોગ કરવાનો જ પ્રયત્ન કરો. દાખલા તરીકે તમારી ક્રેડિટ લિમિટ 1 લાખ રૂપિયા છે, તો તમારા બિલિંગ સર્કલ દરમિયાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ 25થી 30 હજારની ખરીદી કરવા માટે જ કરવો જોઈએ.

3. જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધારે હોય, તો તમારી પાસે એકથી વધુ ક્રેડિટ કાર્ડ હોવા જોઈએ.

ક્યારે વધારવી જોઈએ ક્રેડિટ લિમિટ?

ક્યારે વધારવી જોઈએ ક્રેડિટ લિમિટ?

હવે નાની ઉંમરે પણ ક્રેડિટ કાર્ડ વાપરવું સામાન્ય વાત છે. કારણ કે ક્રેડિટ કાર્ડ જરૂરિયાતના સમયે લોકોને મોંઘામાં મોંઘી વસ્તુ ખરીદવામાં મદદગાર સાબિત થાય છે. જો કે શરૂઆતના તબક્કામાં તમારી આવક પ્રમાણે ઓછી લિમિટ મળે છે, પરંતુ તમારી આવક વધવાની સાથે ત્રીજા કે ચોથા વર્ષમાં તમારી ક્રેડિટ લિમિટ વધારી શકાય છે. સાથે જ તમારી ક્રેડિટ લિમિટ વધારતા પહેલા તમારા દેવાની સમીક્ષા પણ કરવી જોઈએ. પછી જ તમારી ક્રેડિટ લિમિટ વધારવી જોઈએ.

કેવી રીતે વધારશો ક્રેડિટ લિમિટ?

કેવી રીતે વધારશો ક્રેડિટ લિમિટ?

તમે ક્રેડિટ કાર્ડ પર ક્રેડિટ લિમિટ વધારવા માટે અરજી કરી શકો છો. બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે, તે તપાસે છે. જો બેન્કને લાગે કે તમે સમય પ્રમાણે ચૂકવણી કરો છો અને કાર્ડ દ્વારા નાની નાની રકમ જ ખર્ચો છો, તો તમારી ક્રેડિટ લિમિટ વધી શકે છે.

તમે બેન્કના કસ્ટમર કેર નંબર પર કૉલ કરીને ક્રેડિટ લિમિટમાં વધારા માટે પૂછી શકો છો. જો તમારા વેતનમાં વધારો થાય કે પ્રમોશન કે નોકરી બદલવાને કારણે આવક વધી હોય તો ક્રેડિટ લિમિટ વધારી શકાય.

જો લોન મંજૂર કરાવી છે, તો તેના પુરાવા સાથે બેન્કમાં જઈને મળો, અને ક્રેડિટ મર્યાદા વધારવા માટે પૂછો. બેન્ક નક્કી કરશે તમારી ક્રેડિટ લિમિટ વધારવી કે નહીં.

ખર્ચ અને પેમેન્ટ હિસ્ટ્રી હંમેશા સારી રાખો. સમય સમયે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા રહો અને બાકી રકમ ચૂકવતા રહો. તમે એક જવાબદાર ક્રેડિટ કાર્ડના ઉપયોગ કર્તા બની જાવ ત્યાર બાદ બેન્ક સામેથી ક્રેડિટ મર્યાદા વધારવાની રજૂઆત કરે છે.

શું તમે જાણો છો કે તમે ક્રેડિટ કાર્ડથી કેટલા પૈસા મેળવી શકો છો ? ક્રેડિટ લિમિટની મહત્તમ રકમ એ છે જે તે તમને ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરનાર બિલિંગ સર્કલની અંદર વાપરવા આપે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ મેક્સિમમ લિમિટ કેવી રીતે અને કેમ નક્કી કરાઈ છે ? બેન્ક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખરીદાયેલી રકમને નિયંત્રિત કરવા માટે ક્રેડિટ મર્યાદા નક્કી કરે છે. ક્રેડિટ મર્યાદા નક્કી કરવાનો ઉદ્દેશ્ય એક સારો ક્રેડિટ સ્કોર બનાવવામાં મદદ કરવાનો છે. દરેક વ્યક્તિને મળતી ક્રેડિટ મર્યાદા જુદી જુદી હોય છે.

English summary
how you can increase credit limit
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X