Fuel Rates : પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી મોટો વધારો
Fuel Rates : હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને સ્પર્શી રહ્યા છે, ત્યારે નવેમ્બર મહિનાના પ્રથમ દિવસે સામાન્ય માણસને મોટો ફટકો પડ્યો છે. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. જે બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત હવે 109.69 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત 98.42 રૂપિયા પ્રતિ લિટર છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 109.34 રૂપિયા પ્રતિ લિટર
મુબઈમાં પેટ્રોલ 115.50 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 106.62 રૂપિયા પ્રતિ લિટરના ભાવે ખરીદી શકાય છે.
ચૈન્નાઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 106.35 રૂપિયા અને એક લિટર ડીઝલની કિંમત 102.59 રૂપિયા છે, જ્યારે કોલકાતામાં પેટ્રોલની કિંમત 110.15 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલની કિંમત 101.56 રૂપિયા પ્રતિ લિટર છે.
ઉલ્લેખનીય છે કે, તેલના ભાવ દર રોજ સવારે 6 કલાકે બહાર પાડવામાં આવે છે.

આ આજના પેટ્રોલના ભાવ છે
- દિલ્હીઃ રૂ. 109.69 પ્રતિ લિટર
- મુંબઈઃ રૂ. 115.50 પ્રતિ લિટર
- કોલકાતા: 110.15 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નાઈ: 106.35 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુ: 113.56 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ: 106.61 રૂપિયા પ્રતિ લિટર
- હૈદરાબાદ: 114.12 રૂપિયા પ્રતિ લિટર
- ગુવાહાટી: 105.74 રૂપિયા પ્રતિ લિટર

આ છે ડીઝલના આજના ભાવ
- દિલ્હીઃ રૂ. 98.42 પ્રતિ લિટર
- મુંબઈઃ રૂ. 106.62 પ્રતિ લિટર
- કોલકાતા: 101.56 રૂપિયા પ્રતિ લિટર
- ચેન્નાઈ: 102.59 રૂપિયા પ્રતિ લિટર
- બેંગલુરુ: 104.50 રૂપિયા પ્રતિ લિટર
- લખનઉ: 98.91 રૂપિયા પ્રતિ લિટર
- હૈદરાબાદ: 107.40 રૂપિયા પ્રતિ લિટર
- ગુવાહાટી: 98.36 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો પેટ્રોલ અને ડીઝલની કિંમત
જો તમે મોબાઈલ પર તમારા શહેરના પેટ્રોલ અને ડીઝલની કિંમત જાણવા માંગતા હો, તો પહેલા તમે IOC ની એપ ડાઉનલોડ કરો. તમે તેને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. તમને IOC એપ પર તરત જ બધી અપડેટ મળી જશે.
જ્યારે બીજી રીત એ છે કે, તમે તમારા મોબાઇલમાં 9224992249 નંબર પર RSP અને તમારા શહેરનો કોડ મોકલો, તમને SMS પર તમામ માહિતી મળશે.
ધ્યાન રહે કે, દરેક શહેર માટે RSP નંબર અલગ હશે, જે તમે IOC વેબસાઇટ પરથી જાણી શકો છો.