For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેફરન્સ શેર શું છે? તેના વિવિધ પ્રકારો કેવા છે?

|
Google Oneindia Gujarati News

પ્રેફરન્સ શેર્સ એવા શેર્સ છે જેમાં સરપ્લસ પેમેન્ટમાં કોમન શેર્સ અને ઇક્વિટી શેર્સ વચ્ચે પ્રેફરન્સ આપવામાં આવે છે. પ્રેફરન્સ શેર્સના માલિકોને ફિક્સ ડિવિડન્ડ મળે છે. જો કે કંપનીના લિક્વિડેશન સમયે બોન્ડ હોલ્ડર્સ અને ક્રેડિટર્સ બાદ પ્રેફરન્સ શેર ધારકોને નાણા ચૂકવવામાં આવે છે. જો કે ઇક્વિટી હોલ્ડર્સને તેમના પછી પૈસા ચૂકવવામાં આવે છે.

આ બાબતને સરળ બનાવીને સમજીએ તો જ્યારે આપ શેર્સ ખરીદો છો તો આપ કંપનીના આંશિક માલિક બનો છો. આપ કોમન શેરહોલ્ડર કે ઇક્વિટી શેરહોલ્ડર બનો છો. કોઇ વ્યક્તિ સીધી રીતે પ્રેફરન્સ શેર ખરીદી શકે નહીં.કારણ કે તે માત્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, પ્રમોટર્સ ઓફ કંપની કે ફાઇનાન્શિયલ ઇન્સિટ્યુશન્સ માટે જ હોય છે. વર્તમાન સમયમાં પણ તે રિટેલ ઇન્વેસ્ટર્સને ઓફર કરવામાં આવતા નથી.

પ્રેફરન્સ શેર લિક્વિડ શેર્સ હોતા નથી કારણ કે તે સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડ થતા નથી. આ ઉપરાંત અન્ય એક ગેરફાયદો એ છે કે તેને વોટિંગ રાઇટ્સ નથી.

personal-finance-investment-24

ઉદાહરણ તરીકે એક કંપની એબીસીએ વધારાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. કોમન શેરહોલ્ડર્સ આ ડિવિડન્ડ મેળવવા પાત્ર છે. જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડર્સને માત્ર ફિક્સ ડિવિડન્ડ જ મળે છે. બીજા એક કિસ્સામાં જો કંપની એબીસી લિક્વિડેશન પ્રોસેસમાં હોય તો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પેમેન્ટની ચૂકવણી સામે કોમન શેર હોલ્ડર્સ સામે પ્રાયોરિટી આપવામાં આવે છે.

પ્રેફરન્સ શેર્સના વિવિધ પ્રકારો
1. ક્યુમુલેટિવ પ્રેફરન્સ શેર્સ
જો કંપની કોઇ એક ચોક્કસ વર્ષ માટે ડિવિડન્ડ જાહેર ના કરે તો તેની આવતા વર્ષે આગળ વધારવામાં આવે છે. તેને એરિયર્સ કહેવામાં આવે છે.

2. નોન ક્યુમુલેટિવ પ્રેફરન્સ શેર્સ
નામ જ સૂચવે છે કે તેમાં ડિવિડન્ડ મળતું નથી. જો કંપની કોઇ વર્ષે ડિવિડન્ડ જાહેર ના કરે તો તે પછીના વર્ષે પાછલા વર્ષનું બાકી ડિવિડન્ડ મળતું નથી.

3. રીડિમેબલ પ્રેફરન્સ શેર્સ
આ એવા શેર્સ છે જે કંપની દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યા બાદ ચોક્કસ સમયગાળા બાદ રીડિમ કે રિપેઇડ કરવામાં આવે છે.

4. નોન રીડિમેબલ પ્રેફરન્સ શેર્સ
આ શેર્સ કંપનીની લાઇફ દરમિયાન રીડિમ કરી શકાતા નથી.

5. કન્વેર્ટિબલ શેર્સ
ચોક્કસ સમયગાળા બાદ શેર્સને ઇક્વિટી શેર્સમાં ફેરવી શકાય છે.

6. નોન કન્વર્ટિબલ શેર્સ
જે શેર્સને ઇક્વિટી શેર્સમાં કન્વર્ટ કરી ના શકાય તેને નોન કન્વર્ટિબલ શેર્સ કહે છે.

7. પાર્ટિસિપેટિંગ શેર્સ
કંપની લિક્વિડેશનમાં જાય અને અન્ય હોલ્ડર્સને નાણા ચૂકવાઇ જાય તે પછી કંપનીના બાકી રહેલા નફામાં ભાગ લેવાનો અધિકાર છે.

8. નોન પાર્ટિસિપેટિંગ શેર્સ
નોન પાર્ટિસિપેટિંગ શેર્સને સરપ્લસ પ્રોફિટમાં ભાગ લેવાનો કોઇ અધિકાર રહેતો નથી., તેને નોન પાર્ટિસિપેટિંગ શેર્સ કહેવાય છે.

English summary
What is Preference Shares? What Are Its Different Types?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X