શું છે સેમ ડે લૉન? 1 દિવસમાં કેવી રીતે મળશે?
ક્યારેક ઈમરજન્સીમાં આપણને પૈસાની જરૂર પડે છે, અને ક્યાંયથી મદદ ન મળે ત્યારે આપણે પર્સનલ લોન લઈએ છીએ. બેન્કમાં અરજી કરતા જ ક્યારેય તમને તરત જ લોન નથી મળતી પરંતુ લોન માટે કાગળિયા કરવા પડે છે. પરંતુ એક દિવસમાં પણ લોન મેળવવાની રીત છે. જેને લેમ ડે લોન કહેવાય છે. તેમાં તમારી લોન માત્ર કેટલાક કલાકોમાં જ અપ્રૂવ થઈ જાય છે. તો કેટલીકવાર તમારી બેન્ક કે ક્રેડિટ કાર્ડ આપતી સંસ્થા પણ તાત્કાલિક લોન મંજૂર કરી શકે છે.
આગામી એક વર્ષના રોકાણ માટેના 5 શ્રેષ્ઠ વિકલ્પો

શું છે સેમ ડે લોન ?
સેમ ડે લોન એક શોર્ટ ટર્મ પર્સનલ લોન છે. આ લોન દ્વારા તમે તાત્કાલિક પૈસા મેળવી શકો છો. આ લોન તમને ઈમરજન્સી દરમિયાન જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે. ઈમરજન્સીની સ્થિતિમાં તમને લોન મંજૂર કરાવવા માટે સમય ગુમાવવો પોસાય તેમ નથી હોતો, એટલે લોકો સેમ ડે લોન લેતા હોય છે.

કંપની ક્રેડિટ સ્કોર ચેક નથી કરતી
સેમ ડે લોનમાં સામાન્ય રીતે કંપની ક્રેડિટ સ્કોર ચેક નથી કરતી અને તમને તાત્કાલિક લોન મળી જાય છે. જો તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી છે તો તમારા માટે આ લોન લેવી સહેલી થઈ જાય છે. સામાન્ય રીતે સેમ ડે લોન વાર્ષિક 11-12 ટકાના વ્યાજે મળી રહે છે.

સેમ ડે લોનની જરૂરિયાત
આ પ્રકારની લોનની જરૂરિયાત ત્યારે જ પડે છે જ્યારે કોઈ દુર્ઘટના થઈ હોય, કાર બગડી હોય કે ઈમરજન્સી હોય. જો તમારા પરિવારમાં મેડિકલ ઈમરજન્સી હોય તો ત્યારે પણ તમે આ લોનનો ઉપયોગ કરી શકો છો. આ પ્રકારની લોનમાં વધુ ઔપચારિક્તા વગર તાત્કાલિક લોન મળે છે, એટલે આ લોનમાં વ્યાજ દર સામાન્ય કરતા વધુ રહે છે.

આ સ્થિતિમાં પણ સેમ ડે લોનની જરૂર પડી શકે છે
- જો તમે ફ્રેન્ડ કે સંબંધીઓ પાસેથી ઉધાર લેવા નથી ઈચ્છતા
- ખરાબ ક્રેડિટ સ્કોરને કારણે તમને નિયમિત લોન મળવામાં મુશ્કેલી થતી હોય
- તાત્કાલિક પૈસાની જરૂર હોય
- ક્રેડિટ કાર્ડથી પૈસા કાઢવા ન ઈચ્છતા હો.
- સેમ ડે લોન મેળવવાની યોગ્યતા

સેમ ડે લોન કે પછી ઈમરજન્સી લોન લેવા માટે આટલી છે જરૂરિયાત
- બેરોજગાર વ્યક્તિ પણ લઈ શકે છે લોન
- જો તમારી પાસે આવકનો સ્થિર-સ્થાયી સ્રોત હોય તો તમે લોન લઈ શકો છો.
- તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ
- તમારી પાસે મોબાઈલ નંબર અને ઈમેઈલ આઈડી હોવું જોઈએ.
- તમે ભારતના નાગરિક હોવા જોઈએ.

સેમ ડે લોન માટે આ છે જરૂરી દસ્તાવેજ
સામાન્ય રીતે બેન્કો ઓછામાં ઓછા દસ્તાવેજમાં જ તમારી ઈમરજન્સી લોન મંજૂર કરે છે. આ જ રીતે લોનના દસ્તાવેજની પ્રક્રિયા ફાસ્ટ અને સહેલી હોય છે. જો કે આ લોન લેતા સમયે વધુ સાવધાની રાખવી જોઈએ
- ઓળખનું પ્રમાણપત્રઃ તમે વોટર કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ આપી શકો છો
- એડ્રેસ પ્રૂફઃ તમે રેશનકાર્ડ, આધાર કાર્ડ, વીજળી, પાણી, ટેલિફોન બિલ આપી શકો છો
- આવકનું પ્રમાણ પત્ર
- લોન આપનાર બેન્ક દ્વારા મગાતા અન્ય દસ્તાવેજ