For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીઝર લોન શું છે? ભારતમાં ટીઝર હોમ લોન લેવી જોઇએ?

|
Google Oneindia Gujarati News

આપને વર્ષ 2008માં અમેરિકામાં સર્જાયેલી હાઉસિંગ લોન ક્રાઇસિસની ઘટના યાદ છે? અમેરિકામાં મોટા ભાગની કંપનીઓએ ટીઝર લોન આપી હતી, જેનું પરિણામ અમેરિકાએ હોમ લોન ક્રાઇસિસના રૂપમાં ભોગવવું પડ્યું હતું.

ભારતની વાત કરીએ તો આપણા દેશમાં ટીઝર લોન ઇશ્યુ કરવી એ સામાન્ય બાબત છે. ખાસ કરીને ટીઝર હોમ લોન્સ. વાસ્તવમાં છેલ્લા ઘણા વર્ષોમાં અગ્રણી સંસ્થાઓ કે કંપનીઓ જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વગેરે એ ટીઝર લોન આપવાનું શરૂ કર્યું છે.

ટીઝર લોનથી અપરિચિત લોકોને અવશ્ય પ્રશ્ન થશે કે ટીઝર લોન શું છે? તે કેવી હોય છે? અહીં અમે ટીઝર લોન વિશે આપને જાણવા જેવી તમામ બાબતો જાણાવી રહ્યા છીએ...

ટીઝર લોન શું છે?

ટીઝર લોન શું છે?


ટીઝર લોન એક એવી ખાસ લોન છે જે ચોક્કસ સમયગાળા માટે આપવામાં આવે છે અને તેને પાછી ખેંચી શકાય છે.

અન્ય લોન કરતા શું અલગ?

અન્ય લોન કરતા શું અલગ?


ટીઝર લોન અન્ય લોન કરતા એટલા માટે અલગ પડે છે કેમ કે ટીઝર લોનમાં પ્રારંભિક વર્ષોમાં વ્યાજદર નીચો હોય છે. અથવા તો તેના માટે ખાસ ઓફર્સ હોય છે. નિર્ધારિત સમયગાળો પૂરો થયા બાદ લોન લેન્રે સામાન્ય દરે વ્યાજ ચૂકવવાનું હોય છે.

SBIમાં બે પ્રકારની ટીઝર લોન હતી

SBIમાં બે પ્રકારની ટીઝર લોન હતી


ભારતમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બે પ્રકારની ટીઝર લોન ઓફર કરવામાં આવતી હતી. પ્રથમ પ્રકારમાં ઇઝી હોમ લોન્સ અને બીજા પ્રકારમાં એડવાન્ટેજ હોમ લોનનો સમાવેશ થાય છે. જો કે પાછળથી તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. આ લોનમાં પ્રથમ ત્રણ વર્ષમાં ઓછો વ્યાજ દર અને ત્યાર બાદ નોર્મલ વ્યાજ દર લાગુ પડતો હતો.

રિઝર્વ બેંકના નિર્દેશ

રિઝર્વ બેંકના નિર્દેશ


ટીઝર હોમ લોન્સમાં નાદારીનું જોખણ વધારે રહેલું હોવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નિર્દેશ બહાર પાડ્યો હતો કે તેના માટેની જોગવાઇઓ વધારે કડક હોવી જોઇએ. બેંકનું કહેવું હતું કે ટીઝર લોનમાં વધારે કડક તપાસ હાથ ધરવી જોઇએ જેથી નાદારીનુંજોખમ અન્ય લોન જેવું જ રહે.

ટીઝર હોમ લોન લઇ શકાય?

ટીઝર હોમ લોન લઇ શકાય?


બેંકો ટીઝર હોમ લોન આપતી હોય તેનો અર્થ એમ નથી કે ટીઝર લોન લઇ લેવી જોઇએ. કોઇ પણ લોન લેતા પહેતા તમારે તમારી લોન ચૂકવવાની ક્ષમતા ધ્યાનમાં રાખવી જોઇએ.

English summary
What is a teaser loan? Should you take a teaser home loan in India?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X