For Daily Alerts
જાણો રતન ટાટા સાઇરસને વારસા શું આપશે?
દેશના સૌથી મોટા ગ્રુપ ટાટા સન્સના નવા ચેરમેન સાઇરસ મિસ્ત્રીને રતન ટાટા પાસેથી વારસામાં અન્ય ચીજો ઉપરાંત ફૂલ્યું-ફાલ્યું સામાજ્ય મળ્યું છે. ટાટા શુક્રવારે 75 વર્ષ પુરા કરીને ટાટા સમૂહની કમાન 44 વર્ષીય સાઇરસ મિસ્ત્રીને સોંપશે. સાઇરસ મિસ્ત્રીને ગત વર્ષે ટાટા સમૂહના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યાં હતા. આ મહિનાની શરૂઆતમાં તેમને ઐપચારિક રીતે ટાટા સમૂહના ચેરમેન તરીકે નિમવામાં આવશે.
સંચાલન : છ થી વધુ મહાદ્રિપો અને 80થી વધુ દેશોમાં ટાટાનો દબદબો, 85 દેશોમાં નિકાસ
ટાટા ગ્રુપની આવક : 475,721 કરોડ રૂપિયા, 58 ટકા આવક વિદેશોમાંથી
ક્ષેત્ર : સાત મહત્વપૂર્ણ ક્ષેત્ર- ઇન્ફર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન, એન્જિનિયરીંગ, સેવા, ઉર્જા, કેમિકલ્સ, ગ્રાહક ઉત્પાદન
બજાર સંચાલન : 32 કંપનીઓ સૂચિબદ્ધ, સંયુક્ત બજારમાં 88.82 અરબ ડોલર રોકાણ
શેરધારકોની સંખ્યા: 38 લાખ
મહત્વપુર્ણ કંપનીઓ : ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટેન્સી સર્વિસીઝ, ટાઇટન, ટાટા કોમ્યુનિકેશન્સ, ટાટા ટેલિસર્વિસીઝ એન્ડ ઇન્ડિયન હોટલ્સ
વિદેશી બ્રાન્ડ : કોરસ, જગુઆર, લેંડ રોવર, ટેટલી, દાયવૂના મોટા વાહનોના એકમ
કર્મચારીઓની સંખ્યા : 450,000 થી વધુ
સ્થાપના : 1868માં જમશેદ જી નૌશેરવાન જી ટાટા