
ભારતમાં મેળવેલી ભેટ સોગાદો પર ક્યારે ટેક્સ ચૂકવવો પડે?
ભારતમાં આપે મેળવેલી ભેટ સોગાદો માટે પણ ટેક્સ ચૂકવવો પડે છે. જો કે તેનો આધાર કેવા પ્રકારને ભેટ છે તેના પર રહેલો છે. આ માટે સૌ પ્રથમ એ જાણી લઇએ કે ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ ગિફ્ટ ટેક્સ ક્યારે લાગુ પડે છે?
A. જો આપ કોઇ પણ વ્યક્તિ પાસેથી એક જ નાણાકીય વર્ષમાં રૂપિયા 50,000 કે તેથી વધુ મૂલ્યની ભેટ મેળવો તો તેના પર ઇન્કમ ટેક્સ લાગે છે. મહત્વની બાબત એ પણ છે કે રૂપિયા 50,000 ગમે તેટલા સ્રોત મારફતે પણ હોઇ શકે છે.
B. જો કોઇ પણ પ્રકારની રોકડ સિવાય સ્થાવર મિલકત ચૂકવવામાં આવે ત્યારે આપે કોઇ ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. જો કે આ મિલકતનું સ્ટેમ્પ ડ્યુટી મૂલ્ય રૂપિયા 50,000 કે તેથી ઓછું હોવું જોઇએ.
જો કે ગિફ્ટ ટેક્સમાં પણ રાહત આપવામાં આવી છે.
અહીં જણાવીએ છીએ કે કેવા સંજોગોમાં ગિફ્ટ મળે તો ટેક્સ લાગતો નથી.
1. જ્યારે આપને આપના લગ્ન સમયે ભેટ મળે.
2. જ્યારે આપને વારસામાં કે વિલ હેઠળ મિલકત મળે.
3. સ્થાનિક સત્તાવાળાઓ તરફથી મળેલી ભેટ.
4. સંબંઘી પાસેથી મળેલી ભેટ.
5. માતા પિતા તરફથી માઇનર બાળકને મળેલી ભેટ.
ગિફ્ટ પર ટેક્સ ચૂકવતા સમયે સંબંધીની વ્યાખ્યા શું હોય છે?
ઉપરની ભેટના સંજોગોમાં સંબંધી એટલે ભાઇ, બહેન, પિતા, માતા અને એવી જ રીતે સ્પાઉસના માતા-પિતા અને ભાઇ બહેન થાય છે.