For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંક લોકર્સ શા માટે વર્ષમાં એકવાર ઓપરેટ કરવા જરૂરી?

|
Google Oneindia Gujarati News

આપ આપની મૂલ્યવાન ચીજ-વસ્તુઓ માટે જ્યારે બેંક લોકર ખોલાવો છો ત્યારે બેંક દ્વારા આ લોકરને ઓપરેટ કરવા સંબંધિત જરૂરી સૂચના અને માહિતી આપવામાં આવતી નથી. આના કારણે બેંક લોકર ધારકો ઘણીવાર મુસીબતમાં મુકાઇ જાય છે. આ કારણે અમે બેંક લોકર સાથે સંકળાયેલી કેટલીક અગત્યની પ્રક્રિયાઓ અંગે આપને માહિતી આપવા ઇચ્છીએ છીએ જેના કરાણે આપને બેંક લોકરનું ઓપરેશન કરવું વધારે સરળ અને થઇ જશે.

વર્ષમાં એક વાર બેંક લોકર ઓપરેટ કરો

વર્ષમાં એક વાર બેંક લોકર ઓપરેટ કરો


આપે બેંક લોકર ખોલાવ્યું હોય તો આપે ઓછામાં ઓછું વર્ષમાં એક વાર તેને ઓપરેટ કરવું જરૂરી છે. આમ કરવામાં નહીં આવે, એટલે કે આપ લોકર ખોલતા નહીં હોવ તો આપે તેના માટેની રકમ ચૂકવ્યા છતાં બેંક અન્ય કોઇ ગ્રાહકને બેંક લોકર ફાળવા દેશે.

બેંક લોકર ફાળવતા પહેલા આપની પ્રોફાઇલ ચેક કરશે

બેંક લોકર ફાળવતા પહેલા આપની પ્રોફાઇલ ચેક કરશે


કોઇ પણ બેંક આપને સીધે સીધું લોકર ફાળવી દેશે નહીં. લોકર ફાળવતા પહેલા તે આપના સંબંધિત અનેક પરિબળો જેવા કે આપની ઉંમર, જોબ પ્રોફાઇલ, અન્ય બાબતોનું ધ્યાન રાખીને આપને હાઇ, મીડિયમ કે લો રિસ્ક પ્રોફાઇલમાં ગણીને લોકર ફાળવશે.

લોકર્સ ઓપરેશનની જુદી જુદી જોગવાઇ

લોકર્સ ઓપરેશનની જુદી જુદી જોગવાઇ


હાઇ રિસ્ક પ્રોફાઇલવાળા લોકર્સમાં વર્ષમાં એક વાર તેને ઓપરેટ કરવું જરૂરી છે. મીડિયમ રિસ્કવાળા લોકર્સને ઓછામાં ઓછા ત્રણ વર્ષે એક વાર ઓપરેટ કરવું જરૂરી છે. આમ છતાં લોકરની ફાળવણી કોને કરવી તેનો સંપૂર્ણ અધિકાર બેંક પાસે હોય છે. આપનું ચાલુ લોકર અન્યને ફાળવતા પહેલા બેંક આપને પત્ર લખીને જાણ કરે છે અને રૂબરૂ મળીને સ્થિતિ સ્પષ્ટ કરવા જણાવે છે.

લોકર અન્યને ફાળવે ત્યારે શું?

લોકર અન્યને ફાળવે ત્યારે શું?


બેંક આપનું લોકર અન્યને ફાળવતા પહેલા આપને જાણ કરે છે. આમ છતાં કોઇ કારણથી આપ આપની વસ્તુઓ બેંકમાં જઇને લાવી શકો નહીં તો બેંક આપની વસ્તુઓને લોકરમાંથી કાઢીને અન્ય બંડલમાં સુરક્ષિત રીતે મુકે છે. જો આપ આ મુદ્દે ત્વરિત કાર્યવાહી કરશો નહીં તો આપની વસ્તુઓ પરત મેળવવાની પ્રક્રિયા વધારે જટિલ બનતી જશે.

બેંક આપનું લોકર તોડી શકે

બેંક આપનું લોકર તોડી શકે


બેંકના નિયમ અનુસાર જો આપ નિયમિત રીતે બેંક લોકર ફીની ચૂકવણી કરતા ના હોવ અને તે બાકી રાખી હોય તો બેંક આપનું લોકર તોડી શકે છે. આથી જ નિયમિત રીતે બેંક લોકર ઓપરેટ કરવાથી આપને આપની વસ્તુઓની સલામતી પણ રહેશે અને બેંકની કાર્યવાહીમાંથી મુક્તિ મળશે.

લોકરની ચાવી ઠેકાણે રાખવી

લોકરની ચાવી ઠેકાણે રાખવી


બેંક લોકર સંબંધિત વિવિધ સમસ્યાઓમાં સૌથી મોટી સમસ્યા બેંક લોકરની ચાવીને લઇને થતી હોય છે. બેંક લોકરની ચાવી યોગ્ય જગ્યાએ મૂકવામાં ના આવે તો બેંક આપને લોકર ખોલવા દેતી નથી. આ ઉપરાંત આપને બેંક લોકર તોડવાનું અને લોક બદલી આપવાનું પણ કહેવામાં આવે છે.

English summary
Why bank lockers need to be operated once in a year?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X