For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રતન ટાટાને 'સ્નેપડીલ'માં રોકાણ કરવામાં રસ કેમ પડ્યો?

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 ઓગસ્ટ : ભારતમાં ઇ-કોમર્સ બિઝનેસ એટલે કે ઓનલાઇન શોપિંગ બિઝનેસમાં આવી રહેલા ઉછાળને પગલે હવે દેશના ટોચ ઉદ્યોગપતિઓ પણ તેમાં રોકાણ કરવા માટે આગળ આવી રહ્યા છે. આ સંદર્ભમાં સમાચાર આવ્યા છે કે રતન ટાટાએ ભારતની જાણીતી ઇ કોમર્સ કંપની 'સ્નેપડીલ'માં રોકાણ કરવાની જાહેરાત કરી છે. આ અહેવાલ અગ્રણી અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયો છે.

ભારતમાં ઓનલાઇન રિટેલ બિઝનેસમાં જોવા મળી રહેલી તેજીનો ટકોરો સમજીને ટાટા જૂત દ્વારા વહેતી ગંગામાં ડૂબકી લગાવવા તૈયાર થઇ ગયા છે.

નોંધનીય છે કે હજી ગયા સપ્તાહે જ ભારતની ઇ કોમર્સ કંપની ફિલ્પકાર્ટે 600 અબજ રૂપિયાનું વિદેશી મૂડી રોકાણ મેળવવામાં સફળતા મેળવી છે. અમેરિકાની ઇ કોમર્સ કંપની અમેઝોન પણ ભારતમાં કરોડોનું રોકાણ કરવાની તૈયારી સાથે વ્યાપ વધારવાનું આયોજન કરી રહી છે.

સ્નેપડીલના કો ફાઉન્ડર કુનાલ બહલે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આ અંગેની ઇમેલમાં જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે ઉદ્યોગપતિ રતન ટાટા ઇ કોમર્સમાં ભારતમાં ઉજળા ભવિષ્યને જોતા તેઓ વ્યક્તિગત રોકાણ કરવાનું મન બનાવી રહ્યા છે એ વાત પાક્કી છે. ટાટ જૂથ અને સ્નેપડીલ એમ બંને જૂથો વચ્ચે આ અંગેની પ્રક્રિયા કયા તબક્કે પહોંચી છે તે જાણી શકાયું નથી.

અહીં પ્રશ્ન એ છે કે ટાટા સમૂહે ઇ કોમર્સ કંપનીઓ અથવા તો ઓનલાઇન રિટેલ કંપનીઓમાં સ્નેપડીલને જ શા માટે પસંદ કરી? અમે તેના કારણો જાણવાનો પ્રયાસ કર્યો છે. આ રહ્યા કારણો...

બિઝનેસ વેલ્યુ

બિઝનેસ વેલ્યુ


જૂન 2014ના આંકડા પ્રમાણે સ્નેપડીલના 1000થી વધારે સેલર્સ બની ગયા છે. આ ઉપરાંત તેઓ વર્ષના અંતમાં રૂપિયા 6,200 કરોડનું વેચાણ કરવાનો લક્ષ્યાંક છે. નાણાકીય વર્ષ 2013-14માં તેમે 20 બિલિયન અમેરિકન ડોલરની વસ્તુઓનું વેચાણ કર્યું છે. સ્નેપડીલના કુલ વેચાણમાં મોબાઇલ દ્વારા વેચાણનું પ્રમાણ 15થી 20 ટકા છે.

સ્ટ્રોંગ ફંડિંગ

સ્ટ્રોંગ ફંડિંગ


કુનાલ બહેલ અને રોહિત બંસલ દ્વારા 2010માં કંપની શરૂ કરવામાં આવી. ત્યારથી અત્યાર સુધીમાં ભારતીય ઇ કોમર્સ કંપની સ્નેપડીલને Nexus Venture Partners, Indo-US Venture Partners, Bessemer Venture Partners, eBay, Intel Capital, Saama Capital, Kalaari Capital વગેરેનું ફંડિગ અને પાર્ટનરશિપ પ્રાપ્ત છે.

નાની કંપનીઓ હસ્તગત કરી કંપનીનો વિસ્તાર

નાની કંપનીઓ હસ્તગત કરી કંપનીનો વિસ્તાર


સ્નેપડીલની સ્થાપના 2010માં કરવામાં આવી હતી. ત્યારથી જ તેણે અન્ય નાની કંપનીઓને પોતાનામાં સમાવીને વિસ્તારનો સતત પ્રયત્ન કર્યો છે. સ્નેપડીલ દ્વારા જે કંપનીઓ હસ્તગત કરવામાં આવી છે તેમાં જૂન 2010માં Grabbon.com, એપ્રિલ 2012માં esportsbuy.com અને મે 2013માં Shopo.inનો સમાવેશ થાય છે.

ઇનોવેટિવ બિઝનેસ પ્લાન

ઇનોવેટિવ બિઝનેસ પ્લાન


સ્નેપડીલ અન્ય ઇ કોમર્સ કંપનીઓની સરખામણીએ ઇનોવેટિવ બિઝનેસ પ્લાન ધરાવે છે. જેમાં સ્નેપડીલ ટીમને માહિતગાર કરીને જવાબદારી ભર્યું જોખમ લેવાની સ્વતંત્રતા આપવામાં આવી છે.

પરિવર્તનનો પવન વહેવા દો...

પરિવર્તનનો પવન વહેવા દો...


કંપની પરિવર્તનને આવકારે છે. આ કારણે જ કંપનીમાં તમામ વસ્તુઓને ઓનલાઇન રિટેલમાં વેચાણ માટે આવકારવામાં આવે છે.

લેટેસ્ટ ટેકનોલોજી

લેટેસ્ટ ટેકનોલોજી


સ્નેપડીલ લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગમાં માને છે. આ કારણે તેણે શક્ય તેટલા તમામ પ્લેટફોર્મ પર કંપનીને ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ડેસ્કટોપ વર્ઝનથી લઇને મોબાઇલમાં iOS, વિન્ડો, એન્ડ્રોઇડ વર્ઝન એપ્પનો સમાવેશ થાય છે.

કેવું હશે સ્નેપડીલનું ભાવિ?

કેવું હશે સ્નેપડીલનું ભાવિ?


સ્નેપડીલને અસ્તીત્વમાં આવ્યાના હજી માંડ ચાર વર્ષ થયા છે. જ્યારે ટાટા કંપની ટેક્નૉલોજી ક્ષેત્રે રોકાણ કરવા માટે અગાઉથી જ હકારાત્મક છે. આવી પરિસ્થિતિમાં જો આ ડીલ થઈ તો નવી કંપની સાથે અનુભવી જૂથનું જોડાણ નિર્ણાયક બની રહેશે.

મુલાકાતોનો દોર શરૂ

મુલાકાતોનો દોર શરૂ


સ્નેપડીલ સાથે જોડાયેલા નજીકના લોકોનું કહેવું છે કે રતન ટાટા પોતે દિલ્હી સ્થિતિ તેની હેડ ઓફિસની મુલાકાત લઈ ચૂક્યા છે. ગત મહિને આવી જ એક મૂલાકાત દરમિયાન તેમણે અહીંના કર્મચારીઓને સંબોધન પણ કર્યું હતું.

English summary
Why Ratan Tata interested to invest in Indian e commerce company Snapdeal?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X